Global Day of Parents: આજે માતા-પિતાની સરાહના કરવાનો દિવસ, અહીં જાણો થીમ અને મહત્ત્વ

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

દર વર્ષે 1 જૂનના રોજ ગ્લોબલ ડે ઓફ પેરન્ટ્સની ઉજવણી કરવામાં આવે છે, આ છે ઉદ્દેશ્ય

  • Share this:
Global Day of Parents 2021: સંતાન પાછળ માવતરે આપેલો ભોગ અમૂલ્ય છે. એટલે જ દરેક ધર્મમાં માતા-પિતાને દેવ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે વૈશ્વિક સંસ્કૃતિમાં 1 જૂનના રોજ ગ્લોબલ ડે ઓફ પેરન્ટ (Global Day of Parents)ની ઉજવણી કરવામાં આવે છે. માતા-પિતા દ્વારા તેમના સંતાનો પ્રત્યે નિસ્વાર્થ પ્રતિબદ્ધતા અને અસંખ્ય બલિદાન બદલ આ ઉજવણી કરવામાં આવે છે.

ઇતિહાસ:

યુનાઇટેડ નેશન્સ (United Nations)ની જનરલ એસેમ્બલી દ્વારા તેના 1993ના 47/237 ઠરાવમાં 15 મેના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલિઝ (International Day of Families) ઉજવવાનું નક્કી કરાયું હતું. ત્યારબાદ માતા-પિતા પરિવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોવાની બાબતનો ખ્યાલ આવ્યો, તેથી 2012માં જનરલ એસેમ્બલીએ બધા માતા-પિતાની કદર કરવા ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ (Global Day of Parents) સમર્પિત કર્યો હતો.

આ પણ વાંચો, LPG Price Today: સસ્તો થયો ગેસ સિલિન્ડર, જૂનમાં બુકિંગ કરાવતાં પહેલા ચેક કરો લેટેસ્ટ રેટ્સ

સંતાનના પાલન અને રક્ષણની પ્રાથમિક જવાબદારી માતા-પિતાની છે. બાળકના વ્યક્તિત્વના સંપૂર્ણ સુમેળપૂર્ણ વિકાસ માટે તે પારિવારિક વાતાવરણમાં અને ખુશહાલી, પ્રેમ અને સમજની પરિસ્થિતિમાં ઉછરવું જોઈએ તે બાબતને માન્યતા મળી હતી.

થીમ શું છે?

કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં માતા-પિતાની જવાબદારી વધી છે. માતા-પિતા સમાજનો પાયો હોવાથી યુ.એનનું કહેવું છે કે, પરિવારને નુકસાનથી બચાવવા, સ્કૂલે જતા બાળકોની સંભાળ રાખવા સહિતની જવાબદારી માતા-પિતાની છે. આ સાથે જ માતા-પિતાને પોતાના કામની જવાબદારી પણ ઉપાડવાની છે. તેથી કૃતજ્ઞતાની અભિવ્યક્તિ તરીકે ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ માટેની આ વર્ષની થીમ “વિશ્વભરના તમામ માતા-પિતાની સરાહના કરો” છે.

આ પણ જુઓ, VIDEO: હોમવર્કથી પરેશાન કાશ્મીરી બાળકીએ PM મોદીને આવી રીતે કરી ફરિયાદ

આ થીમ બાળકોને આર્થિક, માનસિક, ભાવનાત્મક અને બેઝીક સહાય પૂરી પડતા વિશ્વભરના તમામ માતા-પિતાને સમર્પિત છે. અતિરિક્ત કામ અને જવાબદારી હોવા છતાં બાળકો સુરક્ષિત રહે તેનું માતા-પિતા ધ્યાન રાખે છે.

UNએ માતા-પિતાના બલિદાનની સરાહના કરી છે અને એમ્પ્લોયર્સને ઓફીસ કે કામના સ્થળે ફેમિલી ફ્રેન્ડલી પોલિસી લાગુ કરવા વિનંતી કરી છે. આવી પ્રગતિશીલ પ્રથાના માધ્યમથી કંપનીઓ અને સંગઠન બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને પોતાના કર્મચારીઓને સહાયતા આપવા સક્ષમ થશે. કોરોના મહામારીએ બાળકોમાં નકારાત્મક પરિણામો ઓછા કરવા માટે વર્કિંગ ફેમિલીને ટેકો આપવાનું આવશ્યક હોવાનું બતાવ્યું છે.
First published: