હાઈ બ્લડ પ્રેશરનું રામબાણ ઈલાજ છે એક ગ્લાસ ટામેટાંનો જ્યુસ, જાણો તેના ફાયદા

ટામેટાનું એક ગ્લાસ જ્યુસ પીવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે.

હાઈ બ્લડ પ્રેશરની તકલીફ દર ત્રીજા વ્યક્તિને થઈ રહી છે તેથી આ પ્રકારની સિચ્યુએશનથી બચવા માટે યોગ્ય સમય પર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે. ત્યારે ટામેટાનું એક ગ્લાસ જ્યુસ પીવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે.

  • Share this:
    નવી દિલ્હી: હાઇ બ્લડ પ્રેશરને (High blood pressure) સાઇલેન્ટ કિલર પણ માનવામાં આવે છે. મોટાભાગે આ શરૂઆતી ચેતાવણીના લક્ષણ આપ્યા પહેલા અનિયંત્રિત અને જોખમી સ્તર સુધી પહોંચી જાય છે ત્યારે લોકોને તેના વિશે માહિતી મળે છે. આ પ્રકારની સિચ્યુએશનથી બચવા માટે યોગ્ય સમય પર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે. જો તમે હાઇ બ્લડ પ્રેશરના પેશેન્ટ છો અને તેને મેનેજ કરવા માટે ઘરેલૂ ઉપચારો (Home remedies)ની મદદ લેવા ઇચ્છો છો તો દરરોજ એક ગ્લાસ ટામેટાંનો રસ (Tomato juice) પિઓ. એક શોધ અનુસાર ટામેટાનો રસ બ્લડ પ્રેશરને ઘટાડવાની સાથે-સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રિત કરી શકે છે અને હાર્ટ ડિસીઝને ઘટાડવામાં મદદ કરે છે.

    આ રીતે બનાવો ટામેટાનો જ્યુસ

    આ જ્યુસ બનાવવા માટે તમે 3 થી 4 ટામેટાને મિક્સીમાં બ્લેન્ડ કરો અને થોડુક પાણી મિક્સ કરીને ગાળી લો. આ જ્યુસને મીઠા વગર પીવું વધારે ફાયદાકારક હોય છે. કેટલાક લોકો બજારમાં મળતાં પેકેટ જ્યુસનો ઉપયોગ કરે છે પરંતુ તેમાં પ્રિઝરવેટિવ હોવાને કારણે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. એટલા માટે ઘરે જ જ્યુસ બનાવીને તેનું સેવન કરો.

    ટામેટાના રસમાં હોય છે બાયોએક્ટિવ તત્ત્વો

    ટામેટાંના રસમાં બાયોએક્ટિવ તત્ત્વ જેવા કે કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ હોય છે જે લગભગ દરેક લાલ ફળોમાં મળી આવે છે. જે હાર્ટ ડિસીઝને ઠીક કરવા માટે પ્રમુખ ભૂમિકા નિભાવે છે. તેમાં લાઇકોપીન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે એક એન્ટીઑક્સીડેન્ટ તત્ત્વ છે.

    આ પણ વાંચો: Belly Fat:આ ફળ ખાવાથી પેટની ચરબી થઈ જશે ગાયબ, સાથે થશે અનેક ફાયદાઓ

    ટામેટાંનો રસ દરરોજ પીવાથી બીજા પણ ફાયદા છે. ટામેટાનો રસ આંખ અને સ્કિન માટે પણ ઘણો સારો છે. તેમાં રહેલા અલગ અલગ પ્રકારના વિટામિન્સ સોજાને ઘટાડવામાં અને તમારી કોશિકાઓને મુક્ત કણોથી થતાં નુકશાનથી બચાવે છે. ટામેટાંનાં જ્યૂસમાં વિટામિન સી, વિટામિન બી અને પોટેશિયમ જેવા કેટલાય મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ હોય છે જે એક હેલ્ધી શરીર માટે ખૂબ જ જરૂરી છે. રોજ 3 થી 4 ટામેટાને મિક્સીમાં બ્લેન્ડ કરીને તેમાં થોડુક પાણી મિક્સ કરીને ગાળી લેવાથી જ્યુસ બની જાય છે. આ જ્યુસને મીઠા વગર પીવું વધારે ફાયદાકારક હોય છે.

    આ પણ વાંચો: Health Benefits: એક ચપટી હિંગ બ્લડપ્રેશરથી લઇને પાચન સહિતની ઘણી સમસ્યામાં આપે છે રાહત

    ટામેટાંના રસમાં બાયોએક્ટિવ તત્ત્વ જેવા કે કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ હોય છે. લગભગ દરેક લાલ ફળમાં કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ મળી આવે છે. કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ હાર્ટ ડિસીઝની સારવાર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. લાલ ફળોમાં લાઇકોપીન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે એક એન્ટીઑક્સીડેન્ટ તત્ત્વ છે.
    Published by:kuldipsinh barot
    First published: