ગુલોઘાટઃ શું તમે બ્યુટી પાર્લર (Beauty parlor) જાઓ છો. તો તમારે જરા સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે કેટલીક વખત બિનઅનુભવી પાર્લર સ્ટાફ (Inexperienced parlor staff) અને હલકી ગુણવતાના સાધનોના કારણે તમારા ચહેરાને નુકસાન પહોંચી શકે છે. આવો જ કડવો અનુભવ આસામના ગોલાઘાટમાં રહેતી એક મહિલા ડોક્ટરને (lady doctor) થયો છે.
આસામના ગોલાઘાટમાં દાંતનું દવાખાનું ધરાવતી ડો. લિઝા દેવી નામની મહિલાને બ્યૂટી પાર્લરનો કતરનાક અનુભવ થયો હતો. ડો. લિઝા દેવીના દિયરના લગ્ન હોવાના કારણે તેઓ ફેશિયલ કરાવવા માટે બ્યૂટી પાર્લર ગયા હતા. બ્લૂટી પાર્લરમાં હજાર બીનઅનુભવી સ્ટાફના ભૂલ અને વોટર સ્ટીમ હલકી ગુણવત્તાનું હોવાનાના કારણે ફેશિયલ કરાવતા સમયે મહિલા ડોક્ટરનો ચહેરો બળી ગયો હતો.
અત્યારે મહિલા ડોક્ટર દિબ્રુગઢમાં ચહેરાની ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. ચહેરાનો સરખો થતાં છ મહિલા જેટલો સમય લાગી શકે છે. મહિલાના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના કેસોમાં લાગતા વળગતા વ્યક્તિઓ સામે તંત્ર દ્વારા એક્સન લેવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આસામમાં આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો. આસામના સિલચાર વિસ્તારમાં બિનિતા નાથ નામની યુવતી ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપવા માટે આવી હતી. બિનિતા નાથ અત્યારે ઈટાલીમાં પોસ્ટ ડોક્ટરેટનો અભ્યાસ કરતી હતી. બિનિતા એનઆઈટીમાં અભ્યાસ કરી ચૂકી છે. બિનિતા ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપવા પોતાના વતન સિલચાર આવી હતી.
લગ્નમાં હાજરી આપવા જાય એ પહેલા બિનિતા ચહેરા ઉપર ફેશિયલ કરાવવા માટે બ્યુટી પાર્લર ગઈ હતી. જ્યાં ફેશિયલ કરાવતી વખતે બ્યુટી પાર્લરની માલિકથી કોઈ ભૂલ થવાના કારણે તેનો ચહેરો દાઝી ગયો હતો. આમ બ્યુટીપાર્લરમાં દુર્ભાગ્યપૂર્ણ તેનો ચહેરો દાઝી ગયો હતો.
આમ ઈજાગ્રસ્ત બિનિતા હોસ્પિટલ પહોંચી હતી. અને જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ બિનિતાએ ફેસબુક લાઈવ કરીને સમગ્ર ઘટનાનું વિવિરણ આપ્યું હતું અને આ અંગે બ્યુટીપાર્લરની માલિક ઉપર ગંભર આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બિનિતા સુંદર દેખાવવા જતા પોતાના ચહેરો કદરૂપો કરી બેઠી હતી. આસામની આ ઘટના બ્યુટી પાર્લર જતી યુવતીઓ અને મહિલાઓ માટે ચેતવણી રૂપ ગણી શકાય.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર