'સાતમાં ધોરણમાં હતી ત્યારે થયા લગ્ન, આણું રોકવા કાપી નાખ્યું કાંડુ'

 • Share this:
  આમ તો આ છોકરા-છોકરીઓનો તહેવાર છે પણ મારા માટે આ દિવસ કોઈ કાળા સપનાથી દૂર ન હતો. 8 વર્ષ પહેલાં મામાએ મારા લગ્ન કરાવ્યા હતા. માતા-પિતા આર્થિક રીતે ખૂબ નબળા હતા. માતાની માનસિક સ્થિતિ પણ યોગ્ય ન હતી. ઘરમાં મામાનુ વધારે ચાલતુ હતુ. તેમણે છોકરો બતાવ્યો અને લગ્ન થઈ ગયા. હું સાતમાં ધોરણમાં હતી ત્યારે મને સમજાણ ન હતી. પરંતુ મને ખબર હતી કે લગ્ન પછી મારે મદસોરથી પોતાના દુલ્હા સાથે રાજસ્થાન જવું પડશે. દૂર જવાનો એ ખ્યાલ જ મને રડાવી રહ્યો હતો. ઘરના લોકો હસતા કે હમણાં તો તારા લગ્ન નહીં થાય અને હું ખુબ રડવા લાગતી.

  થોડા સમય પછી મારી જિંદગી પટરી પર આવવા લાગી. મે સ્કૂલ ડ્રેસ પહેરવાનું શરૂ કર્યું. વાંચવા લાગી. નાની હતી. જ્યા સુધી પીરિયડ શરૂ ન થાય ત્યા સધી લગ્ન કરવા ન હતા. સ્કૂલમાં ત્યા સુધી ફિલ્મ બતાવવામાં આવી 'લાડો અભિયાન' માં છોકરીના બાળપણમાં લગ્ન થાય છે. અને તે જ રીતે તે બહાર આવે છે. ક્લાસની અન્ય છોકરીઓ પણ રડી રહી હતી. આ તે જ છોકરીઓ હતી કે તેમના જબદસ્તથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. કારણકે મારે એક ઉમર સુધી રાહ જોવી હતી. ફિલ્મમાં એક હેલ્પલાઇન નંબર પણ હતો. મને તે યાદ રહી ગયો. ફિલ્મ પૂરી થયા બાદ તે નંબરને હું યાદ રાખતી રહી.

  મોટા ઘુંઘટમાં હું જાણતી હતી કે દુલ્હો મારાથી મોટો છે અને ભણેલ-ગણેલ પણ લાગતો ન હતો. માતાએ મને લગ્નની ચુંદડી પહેરવા પણ ન રોકી. મને આ બધી વાત પર રડવુ આવતુ હતુ. લગ્નની વાતથી હું રડતી રહી. અને અપશબ્ધ સાંભળતી રહી.
  બહાર નીકળતા તે નંબર કોપીના વચ્ચેના પેઇઝમાં લખી નાખ્યો. ત્યારે મને પણ ખબર ન હતી કે આ નંબર મારી જિંદગી બદલી નાખશે.


  બે વર્ષ વીતી ગયા. નવમાં ધોરણમાં તો સસુરાલમાંથી બોલાવવામાં આવી ત્યારે પણ હું ખુબ રડવા લાગી. પિતાજી સાથે જીદ કરી તો તેમણે નવમું પૂર્ણ કરવા મુદત આપી. મને લાગ્યું કે દસમાંમાં પણ આ જ રીતે રડવાથી વાત અટકી જશે. તમામ લોકોની ના છતા પણ હું સ્કૂલ જતી હતી. દસમાં ધોરણનું પહેલુ પેપર હતુ ત્યારે મામા અને પિતાજીએ મને પરીક્ષા આપવાનો ઇન્કાર કર્યો.

  આ પણ વાચો 

  આજે મારૂ પહેલુ પેપર અને કાલે સસરાવાળા મને લેવા આવી રહ્યા છે મારી પાસે બચવાનો કોઈ રસ્તો નથી. રડવાથી કોઇ કામ જ થયુ ન હતુ. હું બુમો પાડવા લાગી. પણ જેટલી વખત રડતી હતી એટલી વખત મને માર પડતો હતો. આજુ બાજુના પાડોશીઓ ભેગા થઇ ગયા હતા. એ સમજાવી રહ્યા હતા કે હું મોટી થઇ હતી, છોકરી હતી, અને શાદીસુદા.

  સાસરાવાળાની વાત માનવા સિવાય કોઇ અલગ રસ્તો ન હતો. જ્યારે હું બુમો પાડવાનું બંધ કરી રહ્યી ન હતી તો મને રૂમમાં બંધ કરી દીધી. પોતાના ઘરનું ઘર મને અજાણ્યું લાગી રહ્યું હતું.
  પહેલા તો બહાર અવાજ આવતો રહ્યો, પછી તે પણ બંધ થઈ ગયો. લાગી રહ્યુ હતુ કે જાણે કેટલા દિવસ પસાર થઇ ગયા. રાતનો સમય હતો. ત્યારે કોઇએ રૂમની બારી ખખડાવી. પણ કોઇ સમય હોય તો હું ડરી જાત પરંતુ હવે આ માટે કોઈ જગ્યા નથી. મે બારી ખોલી તો મારા દીદી-જીજાજી મારી સામે હતા. તેઓ મારી મદદ કરવા માંગતા હતા. પણ બધાથી છુપાઇને બહાર કેવી રીતે નીકળવું એનો મને ડર હતો. જિજાજીએ ફોન કર્યો. મેંં પણ એજ હેલ્પલાઇન પર ફોન કર્યો. કહ્યુ કે જલ્દી નહીં આવો તો હું મરી જઇશ. સરનામું જણાવ્યું.

  ફોન મૂકી દીધા પછી હું રાહ જોઇ રહી હતી. રાત પસાર થઇ ગઇ. અવાજ સંભળાવવા લાગ્યો, ગીત સંભળાવવા લાગ્યા.


  તૈયારીઓ શરૂ થઈ ગઇ હતી. હું પાગલની જેમ રૂમમાં ભટકી રહી હતી. પણ છેલ્લે મે બૅગમાંથી બ્લેડ કાઢી અને કલાઇ કાપી નાખી. આશા સમાપ્ત થાય તે પહેલા જ બધી પીડા પણ ખત્મ થઇ જાય છે.  હું ની હતી પરંતુ મરવા માટે તૈયાર. મને નથી ખબર કે પછી શું થયું. આંખ ખુલી તો મને દવાઓ આપવામાં આવી રહી હતી. મારી આસપાસ પોલીસવાળા ઊભા હતા. એ જ હેલ્પલાઇને મને બચાવી. સારુ થયા પછી પરિવારજનો મને અપનાવવા લાગ્યા. મને મહિલા આશ્રમ મોકલામાં આવી. આજે હું 19 વર્ષની છું. બી.એ. ફર્સ્ટ યરની પરીક્ષા આપી રહી છું. આગળ હું પોલીસ અધિકારી બનવા માંગુ છું.
  Published by:Bhoomi Koyani
  First published: