Home /News /lifestyle /ખાંસીમાંથી તરત રાહત મેળવો મધ અને આદુથી, જાણી લો સેવન કરવાની આ 3 સાચી રીત
ખાંસીમાંથી તરત રાહત મેળવો મધ અને આદુથી, જાણી લો સેવન કરવાની આ 3 સાચી રીત
ખાંસીમાંથી તરત રાહત મેળવો
Honey ginger benefits: ઠંડીની સિઝનમાં હેલ્થનું અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. આ સિઝનમાં ખાસ કરીને અનેક લોકો શરદી-ઉધરની ઝપેટમાં આવી જતા હોય છે. ખાંસી થવાને કારણે ગળામાં બળતરા પણ વધારે થતી હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં શરદી-ઉધરસ અને તાવના કેસમાં સતત વઘારો થાય છે. આ સિઝનમાં નાના બાળકોથી લઇને મોટા..એમ દરેક લોકો ઠંડીમાં શરદી-ઉધરસનો શિકાર બનતા હોય છે. આ સિઝનમાં શરદી-ઉધરસ થવી એ સામાન્ય બાબત છે, પરંતુ તમને જ્યારે ઉધરસ થાય ત્યારે એમાંથી રાહત મેળવવી ખૂબ જરૂરી છે. જો તમે ઉધરસની દવા કરતા નથી તો છાતીમાં કફ જામી જાય છે જેના કારણે બીજી અનેક ઘણી સમસ્યાઓ થવાના ચાન્સિસ વધી જાય છે. ઉધરસ જેવી સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે આ ઉપાયો અજમાવો છો તો સૌથી બેસ્ટ છે. આનાથી તમને તરત જ રાહત થઇ જશે અને સાથે તમારે બહુ દવાઓ પણ નહીં લેવી પડે.
મધ અને આદુ ખાંસીમાંથી રાહત અપાવવાનો સૌથી બેસ્ટ ઉપાય છે. આદુ એન્ટી બેક્ટેરિયલ હોવાની સાથે એન્ટી ઇન્ફલેમેન્ટીર ગુણ હોય છે કફમાંથી રાહત અપાવે છે. આ સાથે જ ઓલેઓરિસન નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે કફને તોડીને એને બહાર નિકાળવામાં મદદ કરે છે. આ સાથે જ મધ ગળાને આરામ પહોંચાડવાની સાથે-સાથે એન્ટી એલર્જિક હોય છે જે એલર્જીને ઓછી કરવામાં મદદ કરે છે. આ સાથે જાણી લો બીજા ફાયદાઓ.
આદુ-મધના ફાયદાઓ
ખાંસીમાંથી રાહત અપાવે
આદુ અને મધ..આ બન્ને વસ્તુ મિક્સ કરીને તમે જીભ પર મુકો છો તો ખાંસીમાંથી રાહત મળે છે. આ સાથે જ ગળુ અને ફેફસાંને શાંત કરે છે જેના કારણે ખાંસીમાંથી રાહત થાય છે. એલર્જિક અને એન્ટી ઇન્ફ્લેમેન્ટીર ગુણ હોય છે જે ફેફસાં પર આવેલા સોજાને ઓછા કરે છે.
ખાંસી આવે ત્યારે ગળામાં બળતરા તેમજ ઇન્ફેક્શન થાય છે. આમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી એલર્જિક ગુણ હોય છે જે ગળાની એલર્જી અને ઇન્ફેક્શનને ઓછુ કરે છે. આ માટે તમને ખાંસી થાય ત્યારે ગળામાં થતી બળતરામાંથી રાહત મેળવવા આદુ-મધનો ઉપયોગ કરો.
આ રીતે આદુ-મધનું સેવન કરો
આદુ અને મધનું સેવન કરવાની એક સાચી રીત હોય છે. આ માટે પહેલાં આદુને પીસી લો અને એમાં મધ મિક્સ કરી લો. આ સાથે જ તમે આદુ-મધની ચા બનાવીને પણ પી શકો છો. ખાસ ધ્યાન એ રાખો કે મધને ગરમ થવા દેવાનું નથી. આ તમારે સવારમાં ખાલી પેટે લેવાનું રહેશે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર