Home /News /lifestyle /

તમારી 'મર્દાનગી' ઉપર એટલો જ ગર્વ હોય તો, એકવાર રોઈને દેખાડો!

તમારી 'મર્દાનગી' ઉપર એટલો જ ગર્વ હોય તો, એકવાર રોઈને દેખાડો!

જીલેટની નવી જાહેરાત

'મેલ શેવિંગ' પ્રોડક્ટ બનાવનારી કંપની 'જીલેટ'ની તાજેતરની એક જાહેરખબર કેટલાક સમયથી ઇન્ટરનેટની દુનિયામાં કેટલાક સવાલો, વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બની છે.

  મનીષા પાંડે, ન્યૂઝ18 : કેટલીવાર કેટલા પુરુષોએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમણે જાણ્યે-અજાણ્યે તેમને મળેલા Male Privilage' નો ફાયદો ઉઠાવ્યો છે, કેટલા પુરુષોએ પોતાના જ પુરુષમિત્રને સેક્સિએસ્ટ જોક અથવા તસ્વીર મોકલવા માટે તેમને ટપાર્યો હોય ! પોતાની જ 'ગર્લ ફ્રેન્ડ' ની અંતરંગ તસ્વીર અથવા મેસેજને પોતાના મિત્રો સાથે શેર કરવાની મુર્ખામી કરતા તેમના 'મર્દ' મિત્રને શરમમાં મૂક્યા હોય ?

  'મેલ શેવિંગ' પ્રોડક્ટ બનાવનારી કંપની 'જીલેટ'ની તાજેતરની એક જાહેરખબર કેટલાક સમયથી ઇન્ટરનેટની દુનિયામાં કેટલાક સવાલો, વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બની છે. 'Me Too ' અભિયાનની પૃષ્ઠભૂમિ પર રચાયેલી આ જાહેરખબર 'મર્દાનગી' ની પરિકલ્પના ઉપર સવાલ ઉભા કરે છે, જેની ટેગલાઈન છે : ‘Boys will be Boys'. બાય ધ વે : આ ‘Boys will be Boys' નો અર્થ શું ?

  આ અંગેનો અર્થ સમજતા પૂર્વે એક ઘટનાનો અહીં ઉલ્લેખ કરી લઈએ:

  એ 2017ની આઈએએસ બેચનો હતો, જે દિલ્હી-હરિયાણા નજીકના ગુડગાંવ પાસેના માનેસરમાં એક વર્ષની તાલીમ માટે આવ્યો હતો. 19 લોકોની બેચમાં 16 છોકરાઓ અને ત્રણ છોકરીઓ હતી. બધા અલગ-અલગ રાજ્યો અને સંસ્કૃતિ સાથે ભલે જોડાયેલા હતા પરંતુ લગભગ બધા હમઉમ્ર હતા અને આઈએએસ બનવાના હતા. તેઓ સાથે રહેતા, તાલીમ મેળવતા, સાથે ખાતા-પીતાં, હરતા-ફરતા અને પાર્ટી કરતા। છોકરાઓની સરખામણીએ છોકરીઓ ઓછી હતી એટલે છોકરીઓ આ જૂથનો ભાગ તેમને સમજતી હોઈ, તેઓ તેમને પણ છોકરી કરતા છોકરા જેવી જ સમજવા-અનુભવવા લાગી.

  આ લોકોનું એક વોટ્સએપ ગ્રુપ હતું, જેમાં જરૂરી માહિતીથી લઈને ફોટો, મ્યુઝિક અને જોક પણ શેર થતા. 'જેન્ડર' ની દીવાલ લાંઘીને આ 19 જુવાનિયાઓ સાથે રહેતા તે એક સુખદ બાબત હતી.

  પરંતુ થોડા સમય બાદ એવું થયું કે આ વોટ્સપ ગ્રુપમાંથી 16 લોકોએ તેમનું એક અલાયદું ગ્રુપ બનાવ્યું અને નામ રાખ્યું : 'બોય્સ વિલ બી બોય્સ". આઈએએસ બેચની ત્રણ છોકરીઓ આ ગ્રૂપમાંથી બહાર હતી

  આ દૃષ્ટિએ 16 છોકરાઓએ આ 3 છોકરીઓથી તેમની એક અલગ દુનિયા બનાવી લીધી. અહીં હવે તેઓ સેક્સિએસ્ટ જોક, પોર્ન ક્લિપ્સ અને છોકરીઓની અનાવૃત તસવીરો પણ શેર કરતા ! આ છોકરાઓ કહેતા કે, તેઓ તેમની સાથેની 3 છોકરીઓને, તેમની બહેનોને, તેમની માતાને, તેમની પત્નીને, તેમની પ્રેમિકાને, તેમની મહિલા મિત્રને 'એવી' નજરથી નથી જોતા ! આમ કહેતી વખતે તેઓ તેમના 'વોટ્સ એપ' ગ્રુપમાં સ્ત્રીઓ વિષે આવતા ગંદા-ભદ્દા જોક્સ, મીમ્સ અને તસવીરો જોઈને હસતા હોય છે ! તેઓ એ વિશ્વાસ સાથે હસતા હોય છે કે એ રમુજી ટુચકાઓ અને ખુલ્લી તસવીરો સાથેની સ્ત્રીઓ તેમની જિંદગીની ઔરતો નથી.

  બસ, કૈક આવું જ વિચારતા હશે, એ તમામ પુરુષો જે 'જીલેટ' ની નવી જાહેરખબર ઉપર ટ્વીટર ઉપર કંપનીને ગાળો ભાંડતા હશે ! આ પુરુષો કહે છે કે, 'આ કંપનીએ તમામ પુરુષોને અપમાનિત કર્યા છે. તેમને જ્ઞાનની જરૂરત નથી. તેઓ ટોક્સિક મર્દ નથી'. આ લોકો તો માત્ર ‘Boys will be Boys' ટાઈપ છે !

  ‘Boys will be Boys' ટાઈપ એટલે શું ? તેઓ મતલબ એ છે કે, બોય્સ એવા જ હોય. તે હિંસક હોય, ગુસ્સો કરનારા હોય. તે રાહ ચાલતી છોકરીઓની છેડતી કરનારા, કોમેન્ટ કરનારા, છોકરીઓના શરીરનો એક્સરે કાઢનારા હોય છે. છોકરાઓને તો બહુ બધી ગર્લ-ફ્રેન્ડ હોય, તેઓ ઘણી છોકરીઓ સાથે સૂએ અથવા સુઈ શકે. તેઓ એક જ મેસેજ 10-10 છોકરીઓને કોપી-પેસ્ટ કરી શકે છે, જે પણ હાથમાં આવે. આ એવા છોકરાઓ છે જે છોકરીઓને 'પટાવવા' ની ચીજ સાંજે છે. તેઓ છોકરીઓનું ચરિત્ર તેમના કપડાં ઉપરથી નક્કી કરે છે અને નક્કી કરી નાખે છે કે આ આસાનીથી આવશે કે મુશ્કેલીથી ! તેઓ છોકરીઓને 'ચીજ' સમજીને તેમની મજાક ઉડાવે છે. આ બોય્સ છોકરીઓને સ્ટોક કરે છે, ઇમોશનલી મેનિપ્યુલેટ કરે છે કે એબ્યુઝ કરે છે. આ પ્રકારના છોકરાઓનો 'ઈગો' બહુ મોટો હોય છે. તેઓ દરરોજ નવી છોકરીઓ સાથે 'સુઈ જવાની' ઘટનાને તેમનો 'અહં' સંતોષવા બરાબર સમજે છે.

  અને, આ કોઈ વિચિત્ર કે અજુગતી વાત નથી કારણ કે છોકરાઓ હોય છે જ એવા.

  જો છોકરીઓ એવી હોય તો તે 'કેરેક્ટર લેસ' (ચારિત્રહીન) હોય છે, પરંતુ બોય્સ તો બોય્સ જ હોય છે.

  પરંતુ આ 'જીલેટ' ની જાહેરખબર કહે છે કે ના એવું નથી. બોય્સ એવા નથી હોતા, બોય્ઝએ એવું થવાની જરૂર નથી : રસ્તે જઈ રહેલી છોકરીને છેડવી એ કોઈ 'કુલ' કૃત્ય નથી, મારપીટ કરવી, હિંસા કરવી- આ બધા કોઈ મર્દાનગીના કામ નથી, મર્દ આવા નથી હોતા !

  અહીં મારો કહેવાનો મતલબ એ નથી કે બધા પુરુષો એક જેવા જ હોય છે. મારુ એક બિલકુલ માનવું નથી કે બધા જ પુરુષો છોકરીઓ માટે ભદ્દી કોમેન્ટ કરે છે, ભીડનો ફાયદો ઉઠાવીને સ્ત્રીની છાતી ઉપર હાથ મારીને નીકળી જાય છે, તેમની પોર્ન કલીપ ઉતારીને મિત્રોને મોકલે છે, એકાંતમાં તેમના પેટની ઝીપ ખોલીને ઉભા રહી જાય છે, બિસ્તર ઉપર જબરદસ્તી કરે છે, છોકરીની 'ના' સાંભળી ન શકવાને કારણે તેમનો પીછો કરે છે કે છોકરીને હાંસલ ન કરી શકતા તેના વિષે અફવાહ ઉડાવે છે. છોકરી-સ્ત્રીઓને 'સેક્સ ઓબ્જેક્ટ' ના સ્વરૂપે જુએ છે, તેને હાંસલ કરવા તેમના પદ -પૈસા-તાકાતનો ઉપયોગ કરે છે, ઈમોશનલ જૂઠ બોલે છે.

  ના, બધા પુરુષો એવા નથી હોતા. બધા પુરુષો આ બધા જ કામ નથી કરતા. હા, બધા પુરુષો એ જાણે છે કે ઘણા પુરુષો આવા જ છે પરંતુ બહુ ઓછા પુરુષો તેમની આ નબળાઈઓનો સ્વીકાર કરે છે. આ તમામ પુરુષો એ જાણે છે કે તેઓ સામાજિક અને ઐતિહાસિક દૃષ્ટિએ ફાયદામાં છે. કારણ કે, સામાજિક માન્યતાઓ, મૂલ્યો, વિશ્વાસ, સત્તા, પદ, ધન, બળ - આ બધું જ તેમના પક્ષમાં છે. પુરુષો આ મામલે બહુ ફાયદામાં છે અને આ ફાયદાનો તેઓ ભરપૂર લાભ ઉઠાવે છે. મજેદાર વાત એ છે કે તે આ ફાયદાની વાત સ્વીકારવા રાજી નથી ! ભારતીય પુરુષો માટે આ વાત બખૂબી લાગુ પડે છે.

  "Me Too" અભિયાન ઉપર કેટલા પુરુષોએ મહિલાઓના પક્ષમાં લેખ લખ્યા ? કેટલી વખત ઓફિસની મિટિંગમાં પુરુષોએ સામે ચાલીને એવું કબુલ્યું હોય કે, 'હા, અમે પ્રિવિલેજ્ડ છીએ', 'અમને એ વાતની શરમ છે કે અમે પ્રિવિલેજ્ડ છીએ'. કેટલા પુરુષોએ એ સ્વીકાર્યું કે તેઓ 'મેલ- પ્રિવિલેજ્ડ' છે જેને લીધે મહિલાઓની સરખામણીએ તેમને રાત્રે, અંધારામાં, રસ્તાઓ ઉપર સલામતીનો અનુભવ થાય છે !

  આ પ્રકારનો સ્વીકાર કોઈ નથી કરતુ। જે પુરુષો આ ખુલાસો નથી કરી શકતા તેઓ તેમના મિત્રોને પણ આ અંગે કશું જ કહી શકવાની સ્થિતિમાં નથી. કારણ મનોમન તેઓ માને જ છે કે : ‘Boys will be Boys' !

  ... આ જ તો સૌથી મોટી ત્રાસદી છે, "કારણ પુરુષ એ નથી, જે રડતો નથી. પુરુષ એ છે, જે રડાવતો નથી"
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Advertisement, Man, Me Too, Woman

  આગામી સમાચાર