Home /News /lifestyle /

બનાવવામાં અઘરી લાગતી પણ સરળતાથી બની જતી મીઠાઈ ઘેવર

બનાવવામાં અઘરી લાગતી પણ સરળતાથી બની જતી મીઠાઈ ઘેવર

    ઘેવર બનાવવા માટેની સામગ્રી : 

    ઘઉંનો લોટ 100 ગ્રામ
    ઘી 50 ગ્રામ
    રાગીનો લોટ 2 ચમચી
    સોયાબીનનો લોટ 2 ચમચી
    ખાંડની ચાસણી દોઢ તારની
    તેલ અથવા ઘી તળવા માટે
    બરફ 8 ક્યૂબ
    દૂધ-પાણી 200 મીલી
    ખીરું બનાવવા

    ઘેવર બનાવવાની રીત :
    એક બાઉલમાં ઘી લઈ તેમાં બરફના ટુકડાને ઉમેરીને તેને બરાબર ફેંટી લો. ત્યારબાદ તેમાંથી  બરફ કાઢીને ઘી ફૂલીને ક્રીમ જેવું ફૂલવા લાગે ત્યાં સુધી ફેંટી લો. ત્યારબાદ તેમાં હવે લોટમાં દૂધ અને પાણી ધીરે ધીરે ભેળવી ખીરું તૈયાર કરી લો. એક પેંણી(નળી જેવું વાસણ)માં ઘી અથવા તેલ ગરમ કરો. તેમાં પેંણીમાં મોલ્ડ કે રીંગ મુકી ચમચાથી વચ્ચે ખીરું રેડી તળી લો. તળાઈને ઘેવર તૈયાર થઈ જાય એટલે તેની ઉપર ખાંડની ચાસણી ફેલાવી સર્વ કરો. તો તૈયાર છે બનાવવામાં અઘરી લાગતી પણ સરળતાથી બની જતી મીઠાઈ ઘેવર...
    Published by:Bansari Shah
    First published:

    Tags: Kitchen, ખોરાક, રેસીપી

    આગામી સમાચાર