Home /News /lifestyle /

Lifestyle: સૂઈ રહેવાની મજા બની શકે સજા, વધુ પડતું સુવાથી બ્રેઇન સ્ટ્રોકનો ખતરો, જાણો શું કહે છે નિષ્ણાંતો

Lifestyle: સૂઈ રહેવાની મજા બની શકે સજા, વધુ પડતું સુવાથી બ્રેઇન સ્ટ્રોકનો ખતરો, જાણો શું કહે છે નિષ્ણાંતો

વધારે પડતું સૂવાથી શરીરને થઈ શકે છે મોટું નુકશાન (તસવીર- Shutterstoc)

Lifestyle: વિકેન્ડમાં કે રજાના દિવસોમાં મોડા સુધી ઉંધી રહેવું (Oversleeping) કોને ના ગમે? મોટાભાગના લોકો આવુ કરતા પણ હોય છે. પણ શું તમે જાણો છો કે મોડા સુધી ઉંધવાને કારણે તમારા સ્વાસ્થને (Health) નુક્શાન પહોંચી શકે છે અને તમને તેની આડઅસરનો સામનો પણ કરવો પડી શકે છે.

વધુ જુઓ ...
Lifestyle: વિકેન્ડમાં કે રજાના દિવસોમાં મોડા સુધી ઉંધી રહેવું (Oversleeping) કોને ના ગમે? મોટાભાગના લોકો આવુ કરતા પણ હોય છે. પણ શું તમે જાણો છો કે મોડા સુધી ઉંધવાને કારણે તમારા સ્વાસ્થને (Health) નુક્શાન પહોંચી શકે છે અને તમને તેની આડઅસરનો સામનો પણ કરવો પડી શકે છે. એક સ્ટડીમાં આ વાત સામે આવી છે કે, જે લોકો છ થી આઠ કલાકની ઉંધ લેતા હોય તેમની સરખામણીએ આઠ કલાક કરતા વધારે ઉંધવાની ટેવ ધરાવતા લોકોમાં બ્રેઈન સ્ટ્રોક (Brain stroke)નુ જોખમ વધુ હોય છે. દૈનિક ક્રિયાઓના સમય અને જીવનશૈલીમાં આવેલા પરિવર્તનને કારણે સ્ટ્રોક (stroke)થી પિડાતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

મોટાભાગના લોકોની જીવનશૈલી બેઠાડું થઈ ગઈ છે. આવી જીવન શૈલીને કારણે 25 વર્ષ જેવી ઓછી ઉંમરના લોકોમાં પણ કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થવાના કેસ સામે આવે છે. બેઠાડું જીવન શૈલીને કારણે સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે.

11 ડિસેમ્બર, 2019માં સંશોધકો દ્વારા ધ અમેરિકન એકેડમી ઓફ ન્યૂરોલોજીસ મેડિકલ જર્નલ (American Academy of Neurology’s medical journal)નાં ઓનલાઈન જર્નલ એડિશન ન્યૂરોલોજી (Neurology)માં સરેરાશ 62 વર્ષની ઉંમરના 32000 લોકોમાં સ્ટ્રોકના જોખમ અંગે ચર્ચા કરાઈ હતી. આ રિસર્ચમાં સ્ટડીમાં ભાગ લેનાર લોકોના સેલ્ફ રિપોર્ટેડ સ્લીપ પેટર્ન સાથે સ્ટ્રોક રેટની સરખામણી કરી હતી. ચીનના વુહાનની હુઆઝોંગ યૂનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ડૉ શાઓમિન ઝેન્ગ આ સ્ટડી પેપરનાં લેખક છે.

આ પણ વાંચો: Relationship: તમારું પાર્ટનર જૂઠું તો નથી બોલી રહ્યું ને? આ પાંચ સંકેતોથી પડી જશે ખબર

ચોંકાવનારા તારણો આવ્યા સામે

મગજના કોઈ ભાગમાં લોહી બરાબર ન પહોંચે અથવા તો લોહી પહોંચવામાં કોઈ ખલેલ હોય ત્યારે સ્ટ્રોક થાય છે. સ્ટડી પ્રમાણે જે લોકો દર રાત્રિએ 8 કલાકથી ઓછી ઉંધ લે છે, તેમની સરખામણીએ 9 કલાક અથવા તેનાથી વધારે ઉંધ લેતા લોકોમાં સ્ટ્રોકનું જોખમ 23 ટકા સુધી વધારે જોવા મળે છે.

આ સાથે જ જે લોકો દિવસમાં 30 મિનીટથી ઓછી ઉંઘ લે છે તેમની સરખામણી દોઢ કલાક એટલે કે 90 મિનિટની ઉંધ લેતા લોકોમાં સ્ટ્રોકનું જોખમ 25 ટકા વધુ રહે છે. એવા લોકો જેમનો ઉંધનો સમયગાળો લાંબો છે, પણ તેમની ઉંઘની ગુણવત્તા સારી નથી (poor sleep quality) તેમને સ્ટ્રોકનો 82 ટકા વધુ જોખમ હોય છે.

આ પણ વાંચો: શુ તમે પણ કરાવો છો ચહેરા પર ફેસિયલ? આ ભૂલથી થઈ શકે છે ત્વચાનો મોટુ નુકશાન

સ્ટ્રોક પછી ઘણીવાર સારી ઉંધ ન આવવા (poor sleep quality) ની ફરિયાદો પણ સામે આવતી હોય છે. લગભગ 50 ટકા દર્દીઓમાં આવી ફરિયાદ જોવા મળતી હોય છે. ઉંઘનો અભાવ હીલિંગ પ્રોસેસમાં ખલેલ પહોંચાડી શકે છે સાથે જ યાદ શક્તિ ગુમાવવા જેવી અન્ય અનેક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

આ સ્ટડીમાં સ્ટ્રોક અને વધુ પડતી ઉંધ, દિવસ દરમિયાન ઉંઘ (midday nap) અને ઉંધના અભાવ વચ્ચે સંબંધ દર્શાવાયો છે. જો કે દરેક વ્યક્તિમાં દર્શાવવામાં આવેલ વાતો સમાન હોતી નથી. વધુ પડતી ઉંધ સિવાય પણ સ્ટ્રોક માટે ઘણા કારણ અને પરિબળો પર ધ્યાન આપવું જરૂરી છે.

ફોર્ટિસ હોસ્પિટલ શાલિમાર બાગના ન્યૂરોલોજી ડાયરેક્ટર ડૉ જયદીપ બંસલ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવે છે કે, વધુ ઉંધવાની ટેવ સ્ટ્રોક સાથે સીધો સંબંધ કઈ રીતે ધરાવે છે તે બાબત હજુ સુધી સ્પષ્ટ નથી, જો કે સ્ટડીમાં સામે આવ્યું છે કે વધુ ઉંધવાથી કોલેસ્ટ્રોલનુ પ્રમાણ અને વજન બન્ને વધે છે અને તેના કારણે લોહીના પરિભ્રમણમાં અવરોધ આવે છે.

આ પણ વાંચો: વેક્સિનના બંન્ને ડોઝ લેનાર વ્યક્તિ પણ ફેલાવી શકે છે કોરોના સંક્રમણ: રિસર્ચમાં કરાયો દાવો

મોટાભાગના હેલ્થ એક્સપર્ટ અને પ્રોફેશનલ્સ હેલ્ધી ડાયટ અને યોગ્ય લાઈફસ્ટાઈલથી સ્ટ્રોકનો ખતરો 80 ટકા સુધી ટાળી શકાય તે વાત સાથે સહમત છે. કેટલીક હળવી કસરત અને હલન ચલન, જંકફુડના સેવનથી બચવું, સ્મોકિંગ, ડ્રિંકિંગ અને ડ્રગ્સથી દુર રહી સાથે જ બલ્ડ પ્રેશર, કોલેસ્ટ્રોલનું ધ્યાન રાખી તથા સમયાંતરે બોડી ચેકઅપ કરાવી અને સ્વાસ્થનુ ધ્યાન રાખવાથી હેલ્ધી લાઈફ જીવી શકાય છે અને સ્ટ્રોકના જોખમથી બચી શકાય છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Health care, Lifestyle, Sleep

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन