Home /News /lifestyle /ટ્રાવેલિંગ સમયે ઉલટી અને ચક્કર આવે છે? તો આ ઘરેલું નુસખાઓથી રાહત મેળવો
ટ્રાવેલિંગ સમયે ઉલટી અને ચક્કર આવે છે? તો આ ઘરેલું નુસખાઓથી રાહત મેળવો
દહીં ફાયદાકારક સાબિત થાય છે.
Motion sickness problems: મોશન સિકનેસનો ભોગ અનેક લોકો બનતા હોય છે. ટ્રાવેલિંગ દરમ્યાન અનેક લોકોને ઉલટી, માથુ દુખવુ, ચક્કર આવવા તેમજ બીજી અનેક ઘણી સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યાઓમાંથી રાહત મેળવવા જાણી લો આ ટિપ્સ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકોને ટ્રાવેલિંગ દરમ્યાન ઉલટી થતી હોય છે. ઘણાં લોકો આ સમસ્યાને કારણે ફરવા જવાનું ટાળી દેતા હોય છે. આ સાથે જ અનેક લોકોને ગભરામણની સમસ્યા પણ થતી હોય છે. મોશન સિકનેસ એક એવી સમસ્યા છે જેમાં મુસાફરી દરમિયાન ઉલટી, માથુ દુખવુ, ચક્કર આવવા તેમત ગભરામણ થવી એ સામાન્ય બાબત છે. ખાસ કરીને લાંબી ટૂર, પહાડ વાળી જગ્યા તેમજ બીજા અનેક પ્રકારના રસ્તા પર આ સમસ્યા થતી હોય છે. ઘણાં લોકોને ટ્રેનમાં તેમજ ગાડીમાં પણ મોશન સિકનેસની ફરિયાદ રહેતી હોય છે.
મોશન સિકનેસમાં કાનની અંદરના ભાગમાં, આંખોમાં તેમજ માંસપેશિઓ અને નસોને અલગ-અલગ સિગ્નલ મળે છે. હવા બરાબર ના મળવાને કારણે સિકનેસ આવે છે જેના કારણે મગજ કન્ફ્યૂઝ થઇ જાય છે અને લક્ષણ ટ્રિગર થઇ શકે છે. તો જાણો આ ઉપાયો અને તમે પણ રાહત મેળવો.
આકના પત્તા ઉલટીને રોકવામાં મદદ કરે છે. આ માટે તમે આકના પાન લો અને એનો ચિકાશ વાળા ભાગથી પગના તળિયાની માલિશ કરો અને પછી મોજા પહેરી લો. આમ કરવાથી રાહત મળી જશે.
દિવ્યધારા સૂંઘવાથી તેમજ આ વસ્તુ થોડા પાણીમાં નાંખીને પીવાથી લાભ થાય છે. આ એક બેસ્ટ ઓપ્શન છે.
મુસાફરી દરમ્યાન તમને ઉલટીની ફરિયાદ વધારે રહે છે તો તમે દહીં અને દાડમનું સેવન કરો. દહીં અને દાડમ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.
માત્ર દહીંનું સેવન કરવાથી પણ તમને રાહત થઇ જાય છે. આ માટે લગભગ 50 ગ્રામ દહીંને મધ અને ખાંડની સાથે ખાઓ. આમ કરવાથી ચક્કર આવતા પણ બંધ થઇ જશે. આમ, જો તમને ચક્કર તેમજ ઉલટીની ફરિયાદ વઘારે રહે છે તો તમે દહીં અને ખાંડ તમારી સાથે રાખો, જેથી કરીને તબિયત ખરાબ થવા પર તમે ગમે ત્યારે લઇ શકો.
રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું, ધાણાં અને વરિયાળી મિક્સ કરીને સવારમાં આ પાણી પી લો. રાહત થઇ જશે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર