Home /News /lifestyle /

જર્મન શેફર્ડ બે મહિના પીડાતું રહ્યું, અંતે પેટમાં ફસાયેલી સ્ટીક બહાર કઢાઈ

જર્મન શેફર્ડ બે મહિના પીડાતું રહ્યું, અંતે પેટમાં ફસાયેલી સ્ટીક બહાર કઢાઈ

પ્રતિકાત્મક તસવીર

માત્ર દસ મહિનાના જર્મન શેફર્ડ ચાર ઇંચનું કબાબ સ્કેવરને ગળી ગયો હતો. આ ટુકડો તે આઠ અઠવાડિયા સુધી તેના પેટમાં રહ્યો હતો.

નવી દિલ્હી : પાલતુ પ્રાણીઓની પણ ઘરના સભ્યોની જેમ કાળજી રાખવી પડે છે. સમજી વિચારીને ખાવાનું આપવું પડે છે. તે ભૂલથી કંઈક ખાઈ જાય તો મુશ્કેલી સર્જાય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો હતો. જ્યાં માત્ર દસ મહિનાના જર્મન શેફર્ડ ચાર ઇંચનું કબાબ સ્કેવરને ગળી ગયો હતો. આ ટુકડો તે આઠ અઠવાડિયા સુધી તેના પેટમાં રહ્યો હતો.

આ વાતનો ખ્યાલ અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યા બાદ આવ્યો હતો. જર્મન સેફર્ડના મલિક રિચાર્ડ ડેવિડસન દ્વારા પશુ દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ચેકઅપ થયું હતું. આ કૂતરાનું નામ બિયર છે. જેની સફળ સર્જરી કરવામાં આવી હતી.

અબિંગ્ટન પાર્ક ખાતે પશુ ચિકિત્સક રિકાર્ડો મીનેલીએ મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડોગ અંદર આવ્યું ત્યારે તેના પગ પર ખૂબ સોજો હતો. અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કર્યા બાદ પેટમાં કબાબ સ્ટીક જેવડું મોટું કંઈક હોવાનું જાણવા મળ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, ઇમેજમાં સ્ટીક પેટની નળીઓ અને ફેમોરલ ધમનીની નજીક હોવાનું જણાઈ આવતું હતું. જેથી શસ્ત્રક્રિયાની જરૂર હતી. પરંતુ હેમરેજ થવાના જોખમને લીધે તેને ખૂબ ધ્યાનથી કાઢવું પડ્યું.

આ સ્ટીક બિયરના પેટમાં કેવી રીતે ગઈ તે અંગે હજુ જાણકારી મળી નથી. તેના મોઢા પાસે ઇજાના નિશાન નહોતા. માટે બિયર તે પોતે જ ગળી ગઈ હશે તેવું તેના માલિકનું માનવું છે. ઘરની પાછળના બગીચામાં તેમના બાર્બેક સિઝન દરમિયાન કબાબ ખાતી વખતે તે આ લાકડી ગળી ગઈ હશે તેવું પણ માનવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે કુતરાઓ ખૂબ જ વિચક્ષણ હોય છે. જ્યારે ખાવાની વાત આવે છે, ત્યારે તેઓ ખુબ ઝડપી હોય છે. અમારી કુતરી કંઈ પણ ખાય છે, તેથી તેઓ શક્ય તેટલું સાવચેત રહેવાનો પ્રયત્ન કરે છે. અલબત્ત આ કિસ્સામાં અમે તેને કંઈ ખાતા જોઈ નહોતી. બીજા કોઈની પ્લેટમાંથી સ્ટીક લીધી હોય તો તેનો ખ્યાલ નથી. થોડા મહિનામાં તે નબળી પાડવા લાગી હતી. પાછળના પગ પર ચાલી શકતી નહોતી. જેથી તેને પશુ દવાખાને લઈ જવાઈ હતી.

એક્સ રેમાં પેટમાં રહેલી વસ્તુ દેખાઈ આવી હતી. જેની સર્જરી વડે સફળતાથી રિમૂવ કરવામાં આવી હતી. રિચાર્ડએ મીરરને જણાવ્યું કે, તેના પેટમાં કબાબ સ્ટીક હશે તેવું અમે નહોતું ધાર્યું. તેને કઈ તકલીફ નહોતી, તે કોઈ મુશ્કેલી વગર ખાતી હતી.

સ્ટીક તેના અંગોને નુકસાન પહોંચાડ્યા વિના આંતરડામાંથી પસાર થઈ ગઈ હતી. ડોગના મલિક હવે વધુ સાવચેત છે અને ઘટના ફરીથી ન બને તે માટે રસોડાના દરવાજે ડોગી ગાર્ડ નાખી દીધા છે.

પશુ ચિકિત્સકના મત મુજબ કબાબ સ્ટીક ગળી ગયાના ઘણા કિસ્સા બને છે. ઘણી વખત સ્ટીક મોઢા, અન્નનળી અથવા પેટમાં ફસાઈ જાય છે. જોકે આ કેસમાં સ્ટીક આંતરડામાંથી પસાર થઈ ગઈ. જે સામાન્ય નથી. આવી ઘટના ન બને તે માટે ધ્યાન રાખવાની સલાહ તેણે આપી હતી. જો કોઈનું પાલતુ પ્રાણી કંઈ ગળી જાય તો તુરંત પશુ ચિકિત્સક પાસે જવાની સલાહ આપી હતી.
First published:

Tags: Animal, German shepherd, PET, Surgery, ડોક્ટર

આગામી સમાચાર