Home /News /lifestyle /OMG: કેન્સરનું કારણ બની શકે છે Gel Manicure, કરાવતા પહેલાં ખાસ રાખો આ ધ્યાન નહીં તો...

OMG: કેન્સરનું કારણ બની શકે છે Gel Manicure, કરાવતા પહેલાં ખાસ રાખો આ ધ્યાન નહીં તો...

આ રેડિએશન્સ ત્વચાને નુકસાન પહોંચાડે છે

Side effects of gel manicure: આજનાં આ સમયમાં છોકરીઓ પોતાની સુંદરતા વઘારવા માટે જેલ મેનિક્યોરનો સહારો લેતી હોય છે. આમ, તમને જણાવી દઇએ કે જેલ મેનિક્યોર તમારી હેલ્થ અને સ્કિનને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. તો જાણો જેલ મેનિક્યોર વિશે વધુમાં..

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મહિલાઓ નખની સુંદરતા વધારવા માટે જાતજાતની નુસખાઓ તેમજ ટ્રિટમેન્ટ કરાવતી હોય છે. ખાસ કરીને જેલ મેનિક્યોર હાલમાં ખૂબ ટ્રેન્ડમાં છે. અનેક છોકરીઓ જેલ મેનિક્યોર કરાવીને પોતાની હાથની સુંદરતા વધારતી હોય છે. જેલ મેનિક્યોર નખને ચમકદાર બનાવે છે અને સાથે નેલ પોલિશને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે. નારી પંજાબ કેસરી અનુસાર એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે યુવી નેલ ડ્રાયર્સમાંથી એવું રેડિએશન્સ નિકળે છે જેનો ઉપયોગ જેલને સખત બનાવવા માટે કરવામાં આવે છે. આ રેડિએશન્સ ત્વચાને નુકસાન પહોંચાડે છે, જેનાથી સ્કિન કેન્સરનું જોખમ વધી જાય છે.

આ પણ વાંચો:30 વર્ષની ઉંમર પછી આ વસ્તુઓને કહીં દો બાય-બાય

સ્કિન કેન્સરનું કારણ


એક્સપર્ટ અનુસાર જેલ મેનિક્યોરમાં એવા તત્વો હોય છે જે નેલ પોલિશ સુકાવવા માટેના યુવી કિરણોનો ઉપયોગ કરવો પડે છે. આ તત્વોને કારણે ત્વચાનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. આ વિષય પર એક અધ્યયન કરવામાં આવ્યુ છે જે અનુસાર ત્વચા પર યુવી કિરણોના હાનિકારક પ્રભાવ સામે આવ્યા છે જે ત્વચાને નુકસાન પહોંચાડવાનું કેન્સરનું કારણ બની શકે છે.

આ કારણે કેન્સરનું જોખમ થાય છે


સંશોધન અનુસાર યુવી કિરણોના પ્રભાવથી ડીએનએ ડેમેજ થવા લાગે છે પરંતુ આનાથી કેટલાક ડિએનએ હોતા નથી જે પછી નેલ પોલિશ ડ્રાયરે યુવી કિરણો નિકળે છે ત્યારે આ ક્ષતિગ્રસ્ત ડીએનનો મ્યૂટેશન થવા લાગે છે. આટલું જ નહીં એક અભ્યાસમાં એ પણ જાણવા મળ્યુ છે કે આ કોશિકાઓની અંદર માઇટોકોન્ડ્રિયાનું ફંક્શન બગડવા લાગે છે જેના કારણે બીજા મ્યૂટેશન  થવા લાગે છે.

આ પણ વાંચો:માત્ર અઠવાડિયામાં ખીલ અને કાળા ડાધા દૂર કરો

આ સાથે અહેવાલમાં એ પણ જાણવા મળ્યુ છે કે કેન્સર પીડિત લોકોની કોશિકાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યુ હતુ જેમાં આ રીતની પેટર્ન સામે આવી હતી, જે પરથી સાબિત થયુ કે ડેમેજ ડીએનએ કોશિકાઓને કેન્સર કોશિકાઓમાં બદલી નાંખે છે.


આ સાવધાની ખાસ રાખો


એક્સપર્ટ અનુસાર જેલ મેનિક્યોર પહેલાં અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આ માટે હાથમાં સનસ્ક્રીન લગાવો. ત્વચાને બચાવવા માટે મેનિક્યોર દરમિયાન બીજી આંગળીઓમાં મોજા પહેરીને રાખો. આ યુવી કિરણોથી તમારા હાથને રક્ષા આપવાનું કામ કરે છે.










First published:

Tags: Beauty care, Life Style News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો