ચટ્ટાકેદાર "રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક" કેવી રીતે બનાવશો?

ચટ્ટાકેદાર રાજસ્થાની બેસન ગટ્ટાનુ શાક (ગ્રેવી વાળુ અને ડ્રાય) 

News18 Gujarati
Updated: April 15, 2019, 6:34 PM IST
ચટ્ટાકેદાર
ચટ્ટાકેદાર રાજસ્થાની બેસન ગટ્ટાનુ શાક (ગ્રેવી વાળુ અને ડ્રાય) 
News18 Gujarati
Updated: April 15, 2019, 6:34 PM IST
"રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક" આ ભલે રાજસ્થાની વાનગી છે પણ તે રાજસ્થાની કે મારવાડી લોકો સિવાય પણ ઘણાં બધાં લોકોની ફેવરેટ વાનગીના લીસ્ટમાં તો સ્થાન પામેલું જ છે. એમાં પણ જે લોકોને મસાલેદાર અને તીખું ભોજન ભાવતું હોય તેને તો આ વાનગી અવશ્ય ભાવશે જ. તો રાહ શેની જોવો છો? ચાલો શીખી લો તમે પણ, નોંધી લો Recipe

આ પણ વાંચોબાળકો સામે ક્યારેય ના કરશો 5 કામ, મગજ પર પડશે ખરાબ અસર

ગટ્ટા માટે સામગ્રી :-

દોઢ વાટકી બેસન કે ચણાનો લોટ

2 ચમચી લાલ મરચુ
1 ચમચી ધાણાજીરૂ
1/4 ચમચી હળદર
1/4 ચમચી અજમો
1/2 ચમચી ગરમ મસાલો
મીઠુ સ્વાદ મુજબ
1 ચમચી તેલ
ચપટી ખાવા ના સોડા

ગ્રેવી માટે સામગ્રી :-
એક ડુગળી
એક ટામેટુ
1/2 કપ દહી
મીઠુ સ્વાદ મુજબ
2 ચમચી લાલ મરચુ
2 ચમચી ધાણાજીરૂ
1/4 ચમચી હળદર
1/2 ચમચી ગરમ મસાલો
પાણી જરૂર મુજબ
2 ચમચી તેલ

ડ્રાય ગટ્ટા બનાવવા :
એક બારીક સમારેલી ડુગળી
એક બારીક સમારેલુ ટામેટુ
એક ઝીણુ સમારેલુ લીલુ મરચુ
1 ચમચી લાલ મરચુ
1 ચમચી ધાણાજીરૂ
1/4 ચમચી હળદર
1/4 ચમચી ગરમ મસાલો
મીઠુ સ્વાદ મુજબ
2 ચમચી તેલ
કોથમીર

આ પણ વાંચો-  મહિલા સાથી પીઠ પાછળ કરે છે આવા કામ, છોકરાઓને ખબર હોવી જોઈએ આ વાતો

રીત :-

- સૌ પ્રથમ એક બાઉલ મા બેસન લઇ તેમા ગટ્ટાબનાવવા ની બધી સમગ્રી નાખી પરાઠા જેવો લોટ બાધંવો.
લોટ ના પાતળા રોલ કરવા
- પછી આ રોલ ને ઉકળતા પાણી મા બાફી દેવા ( રોલ પાણી મા ઉપર આવે ત્યા સુધી) પછી એક પ્લેટ મા કાઢી ઠંડા થવા દેવા.
- પછી રોલ ને કટ કરી દેવા
- હવે ગ્રેવી માટે ડુગળી , ટામેટા ને ક્રશ કરી લો. દહી ને બરાહર વલોવી લઈ તેમા બધો મસાલો નાખી દો.
- હવે એક કડાઈ મા તેલ લઈ ડુગળી, ટામેટા ની પેસ્ટ સાતળો ત્યાર બાદ તેમા દહી નુ મીસરણ નાખી ખદખદાવુ જોઈતા પ્રમાણ મા પાણી નાખવુ. ગ્રેવી ઉકળે પછી ગટ્ટા નાખી એક ઉકાળો લઈ ગેસ બંધ કરી દેવો.
- ડ્રાય ગટ્ટા માટે એક કડાઇ મા તેલ લઈ તેમા ડુગળી, ટામેટૉ મરચુ નાખી સાતળવુ
- સતળાય જાય પછી બધા મસાલા કરી મીકસ કરવુ બધુ બરાબર એક રસ થાય એટલે ગટ્ટા નાખી બરાબર મીકસ કરી એક બાઉલ મા કાઢી લેવુ.
- આ બને ગટ્ટા ને પરાઠા , ભાખરી , જીરા રાઈસ સાથે સવૅ કરાય.

આ પણ વાંચો- માત્ર આ 1 નિયમથી ધનથી ભરાઈ જશે ઘર, મનથી કરવાથી થશે દરેક તકલીફ દૂર

આ પણ વાંચો- સુહાગરાતમાં કરો બસ આ કામ, જીવનભર મીઠાશ રહેશે

આ પણ વાંચો- શરીરને નુક્સાન પહોંચાડતી આ 5 આદતો પણ છે પણ છે ફાયદાકારક

 
First published: April 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...