સવારે એક કળી લસણ ચાવીને ખાવાથી થાય છે અનેક ફાયદા

News18 Gujarati
Updated: January 26, 2020, 2:27 PM IST
સવારે એક કળી લસણ ચાવીને ખાવાથી થાય છે અનેક ફાયદા
આપણા ખોરાકામાં લસણનું ઘણું મહત્વ રહેલું છે.

જો સવારે લસણની એક કે બે કળીઓ ખાશો તો તેનાથી અનેક ફાયદા થાય છે.

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક : આપણા ખોરાકામાં લસણનું ઘણું મહત્વ રહેલું છે. લસણથી આહારનો સ્વાદ તો વધે જ છે પરંતુ તેની સાથે અનેક બીમારીઓમાં પણ દવાનું કામ કરે છે. લસણ શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે. જો સવારે લસણની એક કે બે કળીઓ ખાશો તો તેનાથી અનેક ફાયદા થાય છે. તો આજે આપણે કાચું લસણ ખાવાનાં ફાયદા અંગે જાણીએ.

લોહી સ્વચ્છ બનાવે છે

લોહીમાં કચરો ભરાય એટલે સ્કિન પ્રોબ્લેમની શરૂઆત થઇ જાય. મોટેભાગે લોકોને ખીલ, ચળ આવવી કે ફોલ્લીઓની તકલીફ સર્જાવા લાગે છે. લસણ ખાવાથી આ તકલીફમાંથી તમને થોડા જ સમયમાં છુટકારો મળી જાય છે. કાચા લસણની બે કળીને હૂંફાળા પાણીમાં નાખી તે પાણી પી જઇને લસણની બે કળી ખાઇ જવાથી લોહી સ્વચ્છ બને છે.

એન્ટિબાયોટિક

કાચુ લસણ એ એક સૌથી અસરકારક કુદરતી એન્ટિબાયોટિક છે. જો લસણને કાચુ ખાવામાં આવે તો તમને તેમાંથી વધારે ફાયદો મળી શકે છે. માત્ર અડધી કળી લસણ ખાલી પેટે ખાવાથી તે આંતરડામાં થતી બેક્ટેરિયલ પ્રવૃત્તિઓને અટકાવવામાં મદદ કરી શકે છે. લસણમાં મહત્ત્વના એન્ટિબાયોટિક અને એન્ટિફન્ગલ સલ્ફરના કમ્પાઉન્ડ છે જેમાં એલિસિન, એલિન અને એજીઅનનો સમાવેશ થાય છે. લસણમાં સમાયેલા એન્ટિબાયોટિક ઘટકો અને તેનું તેલ શરદી અને ઉધરસમાં રાહત આપે છે.

પાચન અને વજન ઘટાડવામાં ફાયદાકારકસવારે ખાલી પેટે કાચુ લસણ ખાવાથી તમારુ પાચન તેમજ ભૂખ ઉત્તેજિત થાય છે. જો તમારી પાચનશક્તિ સારી હશે તો તમને ચોક્કસ વજન ઘટાડવામાં મદદ કરે છે. કાચુ લસણ ખાવાથી તમને પેટની સમસ્યા જેમ કે ઝાડા વગેરે નથી થતા.

આ પણ વાંચો : શિયાળામાં કેમ રોજ પીવો જોઇએ આમળાનો રસ, જાણી લો કારણ

હાઇપરટેન્શન

લસણમાં સમાયેલું સલ્ફરનું સંયોજન એલિસિન, ડીઆલીલ ડીસલ્ફાઇડ, ડીઆલીલ ટ્રાઇસફ્લાઇડ, તમારા બ્લડ પ્રેશરને નિયત્રિત બનાવે છે.

લસણની વધારે પડતી માત્રાથી તમારા મોઢામાંથી વાસ આવવાની સમસ્યા સતાવે છે, તેથી તે ખાધા પછી તરત બ્રશ કરીને વરિયાળી ખાઇ લેવી જોઇએ.

આ પણ વાંચો : દેશી ઘી વજન ઘટાડવાની સાથે પેટની ચરબી પીગળાવવામાં પણ છે અકસીર
First published: January 26, 2020, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading