લસણીયા જુવાર-બાજરીની રોટલી ખાઈ જલસો પડી જશે #Recipe

 • Share this:
  લસણીયા જુવાર-બાજરીની રોટલી બનાવવા માટે નીચે પ્રમાણેની સામગ્રીઓની જરૂર પડશે.

  લસણીયા જુવાર-બાજરીની રોટલી બનાવવા માટેની સામગ્રી : 

  1/2 કપ જુવારનો લોટ
  1/2 કપ બાજરીનો લોટ
  1/2 ચમચી લસણની પેસ્ટ
  1/2 ચમચી લીલા મરચાંની પેસ્ટ
  1 ચમચી તલ
  મીઠું
  ઘી

  લસણીયા જુવાર-બાજરીની રોટલી બનાવવાની રીત:  એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી નાખી નરમ કણક તૈયાર કરો. ત્યારબાદ તેમાંથી લૂઆ કરી લો. સૂકા જુવારના લોટની મદદથી તેમાંથી રોટલી વણી લો. પછી એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર રોટલી મૂકી બંને બાજુથી સરખી રીતે શેકી લો. તે પછી તેને પલટાવીને તેની બીજી બાજુ થોડી વધુ સેકંડ સુધી શેકી લો. આમ તૈયાર થયેલી રોટલીને ચીપીયા વડે પકડીને ખુલ્લા તાપ પર રોટીની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ જ રીતે તેમાંથી બીજી રોટલીઓ પણ તૈયાર કરી લો. ગરમ રોટલી પર ઘી ચોપડીને તરત જ પીરસો.
  Published by:Bansari Shah
  First published: