Home /News /lifestyle /Chutney Recipe Week: 'લસણની ચટણી' બનાવો ત્યારે આ રીતે નાંખો આમચૂર પાવડર, રાજસ્થાની ટેસ્ટ આવશે
Chutney Recipe Week: 'લસણની ચટણી' બનાવો ત્યારે આ રીતે નાંખો આમચૂર પાવડર, રાજસ્થાની ટેસ્ટ આવશે
ઘરે બનાવો રાજસ્થાની લસણની ચટણી
Garlic Chutney recipe: જમવાની થાળીમાં કોઇ પણ પ્રકારની ચટણી આવે ત્યારે ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. આજે તમે પણ આ રીતે ઘરે બનાવો લસણની ચટણી. જો તમે આ રીતે લસણની ચટણી ઘરે બનાવશો તો કલર મસ્ત આવશે અને ખાવાની પણ મજા આવશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આ અઠવાડિયુ અમે તમને અલગ-અલગ પ્રકારની ચટણી બનાવતા શીખવાડીશું. જો તમે આ પ્રોપર માપથી ચટણી બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે. આ ચટણી ટેસ્ટમાં એટલી મસ્ત બને છે કે શાકની પણ જરૂર રહેતી નથી. આજે અમે તમને લસણની ચટણી બનાવતા શીખવાડીશું. પરંતુ આ લસણની ચટણીમાં રાજસ્થાની ટચ છે. તમે રાજસ્થાન ફરવા ગયા હોવ અને જમવામાં લસણની ચટણી ના હોય તો ખાવાની મજા આવતી નથી. રાજસ્થાની લસણની ચટણી તમે આ રીતે ઘરે બનાવો છો તો પ્રોપર રાજસ્થાનમાં મળે છે એવી જ બનશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો રાજસ્થાની લસણની ચટણી. નોંધી લો તમે પણ આ રીત.
સામગ્રી
2 કપ લસણની કળી. નોંઘ: આ લસણ તમારે પીળાશ પડતું લેવાનું નથી. તમારે લસણ એકદમ ફ્રેશ લેવાનું છે.
લસણની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ આખા લાલ મરચાના ડીંટા કાઢી લો અને એને એક કલાક માટે પાણીમાં પલાળી રાખો. પાણીમાં પલાળવાથી ક્રશ સારા થાય છે અને સાથે કલર પણ સારો આવે છે.
હવે મિક્સર બાઉલ લો અને એમાં આદુ, જીરું, મીઠું, લસણની કળીઓ અને આખા પલાળેલા લાલ મરચાં એડ કરો.
ત્યારબાદ આ બધી જ વસ્તુઓ મિક્સરમા ક્રશ કરી લો. મિક્સરમાં ક્રશ કરતી વખતે તમારે પાણી નાંખવાનું નથી. પલાળેલા લાલ મરચાં હોવાથી સરળતાથી ક્રશ થશે અને સ્મુધ પેસ્ટ બની જશે.
આ ચટણીમાં પાણી નાંખશો તો તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો નહીં. તમને એવું લાગે તો અડધા લીંબુનો રસ નીચોવી લો.
પછી આ સ્મુધ પેસ્ટને એક બાઉલમાં લઇ લો અને ઉપરથી આમચૂર પાવડર નાંખો.
હવે આ ચટણીને ચમચીની મદદથી મિક્સ કરી લો જેથી કરીને આમચૂર પાવડર ભળી જાય.
આ બધી જ પ્રોસેસ થઇ જાય એટલે એક નાનું પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.
ઘી ગરમ થઇ જાય એટલે એમાં લસણની ચટણી નાંખો અને 2 થી 3 મિનિટ માટે થવા દો.
તો તૈયાર છે લસણની ચટણી.
આ ચટણીને તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર