દહીંમાંથી બનાવેલી લસણ-મરચાંની સ્વાદિષ્ટ ચટણી, જાણી લો સિક્રેટ

News18 Gujarati
Updated: June 11, 2019, 6:53 PM IST
દહીંમાંથી બનાવેલી લસણ-મરચાંની સ્વાદિષ્ટ ચટણી, જાણી લો સિક્રેટ
News18 Gujarati
Updated: June 11, 2019, 6:53 PM IST
પરાઠા કે ભાખરી સાથે શઆક ખાવાનું મન ન થાય તો કોઈ વાંધો નહીં, બનાવી પીરસો આ દહીંમાંથી બનાવેલી લસણ-મરચાંની સ્વાદિષ્ટ ચટણી

સામગ્રી -

15 લાલ સૂકા મરચાં

1 વાડકી લસણની કળી
1 વાડકી દહી
મીઠું સ્વાદ મુજબ
Loading...

1 ચમચી વિનેગાર
તેલ

બનાવવાની રીત - સૌ પ્રથમ લાલ સૂકા મરચાંને મરચાં ડુબે એટલું પાણી નાખી આખી રાત પલાળી રાખો. સવારે મરચાં ફુલી જશે. પછી હવે આ મરચામાં લસણની કળી, દહીં અને મીઠું નાખી મિક્સરમાં પીસી લઈ તેને એક બાઉલમાં કાઢી લો. પછી એક વઘારીયામાં તેલ લઈ સહેજ ગરમ કરી હવે આ પેસ્ટમાં ગરમ તેલ રેડી મિક્સ કરો. તો તૈયાર છે લસણ-મરચાંની સ્વાદિષ્ટ ચટણી. આ ચટણી પંદર દિવસ સુધી ખરાબ નથી થતી. તેમાં વિનેગાર ઉમેરીને ફ્રિઝમાં વધુ દિવસ માટે પણ સ્ટોર કરી શકાય છે.
First published: June 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...