Home /News /lifestyle /પોષક તત્વોથી ભરપૂર Chia Seeds આ રીતે ઘરે ઉગાડો, બસ ફોલો કરો આ સ્ટેપ્સ, કેમિકલ ફ્રી રહેશે
પોષક તત્વોથી ભરપૂર Chia Seeds આ રીતે ઘરે ઉગાડો, બસ ફોલો કરો આ સ્ટેપ્સ, કેમિકલ ફ્રી રહેશે
ચીયા સિડ્સ ઘરે ઉગાડવાની રીત
chia seeds at home: ચીયા સિડ્સ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ચીયા સિડ્સ તમારું વજન ઝડપથી ઉતારે છે. ચીયા સિડ્સ તમે સરળતાથી ઘરે ઉગાડી શકો છો. આમ, જો તમે આ સ્ટેપ્સ ફોલો કરો છો તો ચીયા સિડ્સ ઘરે મસ્ત થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખાવાની ઘણી બધી વસ્તુઓ બહુ જ હેલ્ધી હોય છે જેમાંથી એક છે ચીયા સિડ્સ. ચીયા સિડ્સ હેલ્થને લગતી અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તમે વજન ધટાડવા ઇચ્છો છો તો ચીયા સિડ્સ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. ખાસ કરીને મહિલાઓ માટે ચીયા સિડ્સ અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ આજે અમે તમને એક મહત્વની વાત એ જણાવી દઇએ કે ચીયા સિડ્સ હવે તમારે બહારથી લાવવાની જરૂર નથી. તમે સરળતાથી ઘરે ચીયા સિડ્સને ઘરે ઉગાડી શકો છો. તો જાણો કેવી રીતે..
ચીયા સિડ્સના ફાયદાઓના વિષયની વાત કરીએ તો herzindagi અનુસાર એક્સપર્ટ મેઘા મુખ્રજી આ વિશે જણાવે છે કે ચીયા સિડ્સમાં ફાઇબર, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ જેવા અનેક ગુણો હોય છે. આ સાથે જ ચીયા સિડ્સમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, આયરન જેવા અનેક તત્વો હોય છે.
આ રીતે માટી તૈયાર કરો
ચીયા સિડ્સ ઉગાડવા માટે સૌ પ્રથમ સારી અને ચોખ્ખી માટીનો ઉપયોગ કરો. માટીમાં રહેલા મોટા પત્થરોને અલગ કરી દો અને સારી રીતે સાફ કરી લો. પછી માટીમાં ખાતર નાંખો અને તડકામાં મુકો.
ચીયા સિડ્સ તમે માટીની વગર પણ ઉગાડી શકો છો અને માટીમાં પણ. આ માટે કુડામાં માટી નાંખો અને ઉપર ચીયા સિડ્સ નાંખો. પછી માટીને બીજને ઉપર નાંખો અને પછી પાણીમાં નાંખો. પછી કુંડાને કોઇ પણ વસ્તુથી ઢાંકી દો. આમ કરવાથી બીજ અંકુરિત થાય છે. બીજને સારી રીતે ઉગાડવા માટે 5 થી 8 દિવસો સુધી રોજ પાણી પીઓ. ધીરે-ધીરે ચીયા સિડ્સ અંકુરિત થઇને તૈયાર થઇ જશે. આમ કરવાથી સિડ્સ મસ્ત ફુટશે.
ચીયા સિડ્સ તમે આ રીતે માટીમાં ઉગાડો છો તો બહુ મસ્ત ઉગે છે. આ સિડ્સ વજન ઉતારવા માટે સૌથી બેસ્ટ છે. તમે વજન ઉતારવા ઇચ્છો છો તો રોજ રાત્રે ચીયા સિડ્સ પાણીમાં પલાળી દો અને સવારમાં આ પાણી પી લો. ત્યારબાદ એક કલાક સુધી કોઇ પણ વસ્તુ ખાશો નહીં. આમ કરવાથી તમારું વજન ઉતરે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર