રીતઃ
ઘી ગરમ કરી મખાણા એમાં સાંતડી લો. ઠંડા થાય એટલે ક્રશ કરી લો. બીજી બાજુ એક ઊંડા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળે એટલે મખાણા એમાં નાખી દૂધ હલાવતા રહો, ગેસ મધ્યમ આંચે રાખો. મખાણા ઓગળે એટલે ખાંડ તેમજ એલચી પાવડર ઉમેરી ફરીથી દૂધને 10-15 મિનિટ માટે ધીમી આંચે મૂકો દરમ્યાન દૂધને હલાવતા રહો. ગેસ બંધ કરી બદામની કાતરી ઉમેરી દો.
રોજ એક મુઠ્ઠી મખાણા ખાવાના ફાયદાઃ
મખાણા ફાઈબરયુક્ત અને લો ફેટ હોવાથી વજન વધવાની ફિકર નથી રહેતી. તેમાં મેગ્નેશિયમ સારા પ્રમાણમાં હોવાથી હૃદય અને રક્તવાહિનીઓને મજબૂત કરે છે. તેમજ ગ્લૂટેન ફ્રી છે. શ્વસનતંત્ર માટે પણ ફાયદાકારક છે. અનિદ્રાને કાબૂમાં રાખે છે. તેમાં રહેલું પોટેશિયમ હાઈપરટેન્શન અને બીપી કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. મખાણાથી બોડીનું ઈન્સ્યૂલિન લેવલ બેલેન્સ થઈને ડાયાબિટીસનો ખતરો ટળે છે. કેલ્શિયમ સારી માત્રામાં હોવાથી કમર, સાંધા તેમજ ઘૂંટણના દુખાવામાં રાહત થાય છે. શરીરમાં રહેલા મસલ્સ રીપેર થાય છે. બોડીના ટોક્સિન્સ બહાર નીકળે છે જે કિડની માટે પણ રાહતરૂપ છે. તેમાં રહેલાં એન્ટ્રીજન અને એન્ટીઓક્સીડેન્ટ્સ કોલેસ્ટરોલ લેવલને ઓછું કરે છે તેથી હાર્ટ માટે પણ હેલ્ધી છે. એન્ટી-એજિંગ તત્વ ચામડીમાં કરચલી પડવા નથી દેતું. પાચનક્રિયા સુધરે છે. પેટની તકલીફો ઘટે છે. પ્રોટીન સારી માત્રામાં છે જે વાળ માટે ફાયદારૂપ છે. મખાણા ખાવાથી શક્તિ વધે છે, નબળાઈ દૂર થાય છે.
(મખાણા ઘીમાં સાંતડીને મીઠું તેમજ ચાટ મસાલો ભભરાવીને નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો.)
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર