Ganesh Chaturthi 2021: ગણેશોત્સવ દરમિયાન દુંદાળાદેવને ધરાવો આ 10 વસ્તુઓનો ભોગ

દસ દિવસમાં ભગવાન ગણેશ (Lord Ganesh)ને તેમના પ્રિય ભોગ ધરાવવામાં આવે છે Image - Shutterstock.com

Ganesh Chaturthi 2021 date- ગણેશ ચતુર્થીના દસ દિવસે તેમના 10 મનપસંદ ભોગ અર્પણ કરીને તેઓને ખુશ કરી શકાય છે

  • Share this:
Ganesh Chaturthi 2021: આગામી 10મી સપ્ટેમ્બરને શુક્રવારે ગણેશ ચતુર્થીની (Ganesh Chaturthi)ઉજવણી થશે. આ તહેવાર દર વર્ષે ભદ્રપદના શુક્લ પક્ષના ચોથા દિવસે ઉજવવામાં આવે છે. તમામ દેવી દેવતાઓમાં પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશને ખુશ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. દેશ 10 દિવસ સુધી ગણેશમય રહે છે. ઠેર ઠેર ગણેશોત્સવ (Ganpati Celebration)નું આયોજન કરવામાં આવે છે. શેરી - ગલીઓ, ચોકમાં પંડાલ જોવા મળે છે. જેને ખૂબ જાજરમાન રીતે સુશોભિત (Ganpati Celebration)કરવામાં આવ્યા હોય છે.

ઉલ્લેખનીય છે કે, આ દસ દિવસમાં ભગવાન ગણેશ (Lord Ganesh)ને તેમના પ્રિય ભોગ ધરાવવામાં આવે છે. ભગવાન ગણેશ રિદ્ધિ સિદ્ધિ અને સુખ અને શાંતિ પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થીના દસ દિવસે તેમના 10 મનપસંદ ભોગ અર્પણ કરીને તેઓને ખુશ કરી શકાય છે.

આ છે ગણેશજીનો પ્રિય ભોગ

મોદક: ગણેશ ચતુર્થીના દિવસે દુંદાળાદેવની સ્થાપના કરવામાં આવે છે. આ દિવસે તેમને સૌથી ભાવતા પ્રસાદ-ભોગ તરીકે મોદક ધરવા જોઈએ. પૌરાણિક ગ્રંથોમાં મોદકને સુખ તરીકે ઓળખવામાં આવ્યા છે. જેથી ભગવાન ગણેશ સૌથી ખુશ રહેતા દેવ કહેવાય છે.

મોતીચુરના લાડુ: મોદક ઉપરાંત ભગવાન ગણેશને મોતીચૂરના લાડુ પણ ખૂબ ભાવે છે. ગણેશ ચતુર્થીએ તેમના બાળ સ્વરૂપની પણ પૂજા કરવામાં આવે છે. તેથી એક દિવસ મોતીચૂર લાડુનો ભોગ પણ ધરાવવો જોઈએ.

આ પણ વાંચો - health news : શું તમે લાંબુ જીવન જીવવા ઈચ્છો છો? તો આ 6 આદતોને ફોલો કરો અને રહો સ્વસ્થ

બેસનના લાડુ: વિઘ્નહર્તાને મિષ્ટાનમાં લાડુ ખૂબ ગમે છે. જેથી બેસનના લાડુ પણ ધરાવી શકાય.

ખીર: પ્રાચીન કથાઓ મુજબ મહાદેવને ખીર ખૂબ ભાવે છે. જ્યારે માતા પાર્વતી ખીર બનાવે ત્યારે પુત્ર ગણેશ આખો પ્યાલો પી જાય છે. જેથી ખીરને પ્રસાદ તરીકે સામેલ કરી શકાય.

કેળા: કેળાના પ્રસાદને શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેળાનો ભોગ બધા જ દેવી દેવતાઓને ગમે છે. જેથી બધા જ પવિત્ર અને ધાર્મિક કાર્યક્રમોમાં કેળાનો પ્રસાદ હોય છે.

નારિયેળ: નારિયેળને ધાર્મિક કાર્યક્રમોમાં શુભ માનવામાં આવે છે. જેથી ગણપતિને નારિયેળનો ભોગ પણ ધરી શકાય.

મખાનાની ખીર: ગજાનનને ગળ્યું ખૂબ ભાવે છે. જેથી મખાનાની ખીરનો પ્રસાદ પણ રાખી શકાય.

પીળા કલરની મીઠાઈ: પીળો રંગ ગણેશને ખૂબ પ્રિય છે. તેથી આ દસ દિવસમાંથી એક દિવસ પીળી મીઠાઈનો પ્રસાદ રાખવો જોઈએ.

મીશ્રી: મીશ્રી અને પતાસાનો પ્રસાદ પણ રાખી શકાય છે. ભગવાન ગણેશને ગળ્યું ભાવે છે.

હલવો: ગણેશોત્સવ દરમિયાન તમે સોજીના લોટનો હલવો બનવીને ભોગ ધરી શકો છો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
First published: