આજના સમયની બદલાતી લાઈફસ્ટાઈલને કારણે વજન વધવું કે સ્થૂળતા હવે સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન છે. જો તમે નવા વર્ષમાં સંકલ્પ લીધો હશે કે, પેટની ચરબી ઓછી કરવી છે, તો તમે ફિટનેસનું સંપૂર્ણપણે ધ્યાન રાખી રહ્યા હશો. ફિટનેસનું સંપૂર્ણપણે ધ્યાન રાખ્યા બાદ તમને ખબર પડે કે, તમારું વજન ઘટવાની જગ્યાએ વધી ગયું છે. તો આ પરિસ્થિતિમાં શું કરવું?
વજન વધવું અને કસરતના કારણે વજન વધવું આ બંને બાબતોમાં ખૂબ જ અંતર રહેલું છે. વજન વધવાને કારણે નવા વર્ષના સંકલ્પને સાકાર કરવામાં તમારો ઉત્સાહ ઓછો થઈ શકે છે. કસરતના કારણે વજન વધવું તે એક સારો સંકેત છે. કસરત કર્યા બાદ પણ વજન શા માટે વધે છે, તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
જ્યારે આપણે કસરત કરવાનું શરૂ કરીએ છીએ, તો વજન સ્થિર રહેતું નથી. ઘણીવાર વજન વધે છે, તો ઘણીવાર વજન ઘટે છે. કસરત કરતા પહેલા ભોજન વધુ કર્યું હોય અથવા મીઠાનું વધારે સેવન કર્યું હોય તો વજન વધી જાય છે. આ કારણોસર તમારે એક વાર ખાલીપેટે કસરત કરવી જોઈએ. કસરત કર્યા બાદ વજન વધવાથી તમારી તરબી પર કોઈ અસર થતી નથી.
તમારા શરીરની ચરબી ઓછી થાય છે અને તમને વધુ મજબૂત બનો છો. વજન વધવા છતાં તમને તમારા કપડા ઢીલા થઈ રહ્યા હશે. આ કારણોસર કહી શકાય કે, તમારી માંસપેશીઓ મજબૂત થાય છે અને ચરબી ઓછી થાય છે.
તમારું લક્ષ્ય ચરબી ઓછી કરવાનું હોવું જોઈએ. વજન ઓછું કરવાને ચરબી ધટાડવા સાથે ન જોડવું જોઈએ. તમે રાતોરાત વજન ઓછું કરી શકો છો, પરંતુ ચરબી ઓછી કરી શકતા નથી. જ્યારે તમે સતત કસરત કરો છો, ત્યારે જ તમે ચરબી ઓછી કરી શકો છો.
જ્યારે તમે પ્રોટીનયુક્ત આહારનું ભોજન કરો અને પહેલી વાર કસરત કરો ત્યારે તમારું શરીર એક નવી ઊર્જાના સંપર્કમાં આવે છે. આ કારણોસર તમારી માંસપેશીઓ મજબૂત બને છે. ફિટ બોડી માટે માંસપેશીઓ મજબૂત હોવી જરૂરી છે. શ્વાચ્છોશ્વાસની ગતિ વધારી દે એવી કાર્ડિઓ વસ્ક્યુલર કસરતની સાથે સાથે મસલ ટોનિંગ કરતી કસરત કરવાથી ચરબીનું દહન થાય છે. તમને તમારા કપડા ઢીલાં થશે, તમારી, પીઠ, છાતી અને બાજુઓ ફિટ થઈ જશે. આ કારણોસર કહી શકાય કે, કસરતના કારણે તમારા શરીર પર અસર થાય છે અને વજન વધવાની ચિંતા ના કરવી જોઈએ.
વજન
તમારા શરીરની મજબૂતીને તમારા વજન સાથે ના જોડવી જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિનું વજન વધે છે, ત્યારે તે અનેક પરિબળો સાથે સંકળાયેલું હોય છે, જેના પર કોઈ ધ્યાન આપતું નથી. કસરતથી તમારા સ્નાયુઓ પર ભાર આવે છે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે. જેમ જેમ તમારી તાકાતમાં વધારો થાય છે તેમ તેમ તમારા વજન પર અસર થાય છે. તમારા શરીરની શક્તિમાં વૃદ્ધિ માપવાનો એક રસ્તો છે કે, તમને પહેલા તમારું શરીર ખૂબ જ ભારે લાગતું હતું, જેમાં હવે તમને ફેરફાર જોવા મળી રહ્યો છે.
વધુ પડતી કસરત કરવી
કેલરી બર્ન કરવા માટે આપણે સતત બેથી ત્રણ કલાક કસરત કરીએ છીએ. તમારા સંપૂર્ણ આરોગ્ય માટે માત્ર જરૂર પૂરતી જ કસરત કરવી જોઈએ. વધુ પડતા ભોજન અને વધુ પડતી કસરત કરવાથી વજન ઓછું થઈ શકતું નથી. આ કારણોસર કસરત અને આરામ વચ્ચે સંતુલન જાળવી રાખવું જરૂરી છે. કસરતની સમય મર્યાદામાં વ્યક્તિની વય, સ્ટેમીના અને શારીરિક બાંધાને અનુરૂપ વધઘટ કરવી જોઈએ. કોઈ બીમારી કે શારીરિક સમસ્યા હોય તો કસરત કરતા પહેલા ડોકટરની સલાહ અચૂક લેવી.
બેઠાળું જીવન
વજન ઘટાડવા માટે તમારે આખો દિવસ એક્ટીવ રહેવું જરૂરી છે. જીમ જવાથી અથવા 45 મિનિટ દોડવાથી વજન ઓછું થતું નથી. જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે સતત આરામ કરવાનું ટાળવું જોઈએ. તમારી દિનચર્યામાં કસરતને શામેલ કરવી જરૂરી છે. નિયમિત કસરત કરવાથી આખો દિવસ તાજગી લાગે છે અને મૂડ સારો રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર