Home /News /lifestyle /

Clean Blood: આ 6 ફૂડ છે નેચરલ બ્લડ પ્યૂરીફાયર, લોહીમાંથી દૂર કરશે તમામ ગંદકી

Clean Blood: આ 6 ફૂડ છે નેચરલ બ્લડ પ્યૂરીફાયર, લોહીમાંથી દૂર કરશે તમામ ગંદકી

બ્લડ ચોખ્ખુ કરવાનું કામ કરે છે આ સુપર ફૂડ જાણી લો તેમનાં વિશે

Blood Purifiers: લોહીને સાફ (Clean Blood) રાખવા માટે કોઈ દવા કે મોંઘા ખોરાકની જરૂર નહીં પડે. શરીરમાં લીવર અને કિડની (Kideny) લોહીની ગંદકી દૂર કરીને તેને તોડીને લોહીને શુદ્ધ કરે છે. એટલે આ અવયવોને સ્વસ્થ (Healthy) રાખવા ખાસ જરૂરી છે.

વધુ જુઓ ...
  લાઇફસ્ટાઇલ ડેસ્ક: જો તમે પણ લોહીમાં રહેલી ગંદકીના કારણે ખીલ કે અન્ય સમસ્યાઓથી પરેશાન છો, તો તમારે તમારા લોહીને સાફ (Clean Blood) રાખવા માટે કોઈ દવા કે મોંઘા ખોરાકની જરૂર નહીં પડે. શરીરમાં લીવર અને કિડની (Kideny) લોહીની ગંદકી દૂર કરીને તેને તોડીને લોહીને શુદ્ધ કરે છે. એટલે આ અવયવોને સ્વસ્થ (Healthy) રાખવા ખાસ જરૂરી છે.

  સાફ લોહીના ફાયદા

  ત્વચાને લગતી સમસ્યાઓ જેવી કે નખ-ખીલ, ડાઘ અને સૂકી ત્વચા વગેરે લોહીમાં રહેલી ગંદકીને કારણે થાય છે. લોહી સાફ હશે તો તમને આ તકલીફ નહીં થાય. એલર્જી, માથાનો દુખાવો, પેટને લગતી સમસ્યાઓ પણ લોહીમાં ઝેરી પદાર્થો હોવાના કારણે થાય છે. જો તમારું લોહી સ્વચ્છ છે, તો તમને આ સમસ્યાઓ નહીં થાય.

  જ્યારે સ્વચ્છ લોહી હશે ત્યારે કિડની, હૃદય, યકૃત, ફેફસાં અને લસિકા તંત્ર પણ સારી રીતે કામ કરશે. લોહીને સાફ કરવાથી કોષો વધુ સારી રીતે કામ કરશે અને પોષક તત્વોનું શોષણ વધુ સારું થશે.

  નેચરલ બ્લડ પ્યૂરીફાયર છે આ ફૂડ્સ (Natural Blood Purifiers)

  લીલા શાકભાજી- લીલા પાંદડાવાળા શાકભાજી પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટોથી ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી અનેક બીમારીઓ શરીરથી દૂર રહે છે. કાલે, લેટ્યુસ, પાલક અને રાઈ, મેથી વગેરે કુદરતી રીતે લોહીને સાફ કરે છે. આ શાકભાજી યકૃતમાં એન્ઝાઇમ વધારે છે, જે લોહીની ડિટોક્સિફિકેશન પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

  ખાટા-મીઠા ફળ- લીંબુ, નારંગી, મોસમી, સફરજન, પ્લમેજ, નાસપતી, જામફળ અને પપૈયા જેવા ફળોમાં પેક્ટીન ફાઇબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે લોહીને સ્વચ્છ રાખવામાં ઉપયોગી છે. ફળો લોહીમાં વધુ પડતી ચરબીવાળા હાનિકારક રસાયણો અને ઝેરને દૂર કરે છે. આ સિવાય ટામેટાંમાં જોવા મળતું લાઇકોપિન ગ્લુટાથિઓન લોહીમાંથી ખતરનાક કેમિકલ પણ દૂર કરે છે.

  બેરીઝ- બ્લુ અને રેડ બેરી ઉપરાંત સ્ટ્રોબેરી, બ્લેકબેરી અને ક્રેનબેરી ખાવાથી પણ કુદરતી લોહી શુદ્ધ થાય છે.

  પાણી- પાણી એ સૌથી સામાન્ય અને કુદરતી રક્ત શુદ્ધિકરણ કરનાર પ્રવાહી છે. કિડની પેશાબ દ્વારા ઝેરને બહાર કાઢે છે અને આ પ્રક્રિયાને સ્ટીમ્યુલેટ કરે છે. પાણી શરીરના તમામ હાનિકારક રસાયણો અને ઝેરને બહાર કાઢે છે અને તમામ અવયવોને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તાંબાના વાસણમાં થોડું ગરમ પાણી આખી રાત રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ તેને પીવો, તે બલડને ઝડપથી પ્યૂરીફાય કરશે.

  આ પણ વાંચો-Weight loss Tips: 5 ટિપ્સ પેટ પરથી ઉતારશે ચરબીનાં થર આપશે સૂડોળ કાયા

  ગોળ- ગોળ પણ એક પ્રાકૃતિક પ્યોરિફાયર છે. તેના સેવનથી કબજિયાતથી પણ રાહત મળે છે અને શરીરમાંથી કચરો બહાર નીકળી જાય છે. ગોળમાં જોવા મળતી લોહતત્વની માત્રા હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી શરીરમાં સ્વસ્થ રક્ત પ્રવાહ સારો રહે છે.

  હળદર- એન્ટિસેપ્ટિક હળદર લોહીને પણ સાફ કરે છે. તે યકૃતની કામગીરીને વધુ સાર કરવામાં મદદ કરે છે. હળદરમાં હાજર કર્ક્યુમિન કમ્પાઉન્ડ શરીરની મોટાભાગની સમસ્યાઓ સામે લડે છે. હળદરના દૂધમાં શરીરના આવશ્યક પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે અને તે લાલ રક્તકણોને વધારવામાં મદદ કરે છે. તે કુદરતી રીતે પણ લોહીને સાફ કરે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  આગામી સમાચાર