Home /News /lifestyle /Frozen Foods Disadvantages: રોજ ખાઓ છો ફ્રિજમાં રાખેલું ‘ઝેર’, શરીરને બચાવવું હોય તો આજે જ ફેંકી દો નહીં તો..

Frozen Foods Disadvantages: રોજ ખાઓ છો ફ્રિજમાં રાખેલું ‘ઝેર’, શરીરને બચાવવું હોય તો આજે જ ફેંકી દો નહીં તો..

ફ્રોઝન ફૂડ હેલ્થને નુકસાન કરે છે

Frozen foods side effects: ફ્રોઝન ફ્રૂડ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. ફ્રોઝન ફૂડ ખાવાની આદત તમને પણ છે તો તમારે બંધ કરી દેવી જોઇએ. ફ્રોઝન ફૂડ ખાવાથી સ્વાસ્થ્યને અઢળક નુકસાન થાય છે. ફ્રોઝન ફૂડ તમારું બ્લડ પ્રેશર પણ હાઇ કરવાનું કામ કરે છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને ફ્રોઝન ફૂડ ખાવાની આદત પડી ગઇ છે. ફ્રોઝન ફૂડ બનાવવામાં વધારે સમય લાગતો નથી. તમે ખૂબ જ ઝડપથી ઘરે ફ્રોઝન ફૂડમાંથી વાનગીઓ બનાવી શકો છો. ઘણાં લોકોને તો ફ્રોઝન ફૂડ ખાવાની આદત પડી ગઇ હોય છે. પરંતુ તમને એક ખાસ વાત એ જણાવી દઇએ કે ફ્રોઝન ફૂડ તમારી હેલ્થ માટે અનેક રીતે નુકસાનકારક છે. એક અહેવાલ અનુસાર ફ્રોઝન ફૂડને ઝેર સમાન માનવામાં આવે છે. ફ્રોઝન ફૂડ ધીરે-ધીરે શરીરની એક-એક નસ ખરાબ કરી દે છે. તો જાણો આ તમારા શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો: પોષક તત્વોથી ભરપૂર Chia Seeds આ રીતે ઘરે ઉગાડો

  • હેલ્થ એક્સપર્ટ અનુસાર ફ્રોઝન ફૂડ્સને ઝેરના જેટલું જ નુકસાનકારક માનવામાં આવે છે. જે શરીરમાં સાઇલેન્ટ કિલરની જેમ કામ કરે છે. navbharattimes અનુસાર તમે તમારા ફ્રિજમાં મીટ, ફ્રોઝન મટર તેમજ ફ્રોઝન શાકભાજી રાખ્યા છે તો તરત જ એને બહાર કાઢી લો.

  • સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર લગભગ 70 ટકા સોડિયમ ફ્રોઝન ફૂડ જેવા પ્રોસેસ્ડ અને પૈકેઝ્ડ ફુડથી આવે છે. આનું વઘારે માત્રામાં સેવન કરવાથી બ્લડ પ્રેશર હાઇ થવા લાગે છે અને સ્ટ્રોક તેમજ હાર્ટ જેવી બીમારી થઇ શકે છે.


આ પણ વાંચો: આ રોમેન્ટિક પ્લેસ પર ફોટોશૂટ કરાવવા થાય છે પડાપડી



    • આમ, તમને જણાવી દઇએ કે ફ્રોઝન પિઝ્ઝા-બર્ગરમાં હાઇડ્રોજેનેટેડ ઓઇલ હોઇ શકે છે, જે એક-એક નસને ખરાબ કરી શકે છે. ફ્રોઝન ફૂડ સખત બનાવવા માટે આ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર આ તેલમાં ટ્રાન્સ ફેટ્સ હોય છએ જે નસોને બ્લોકેજ કરી શકે છે.

    • ફ્રોઝન ફૂડ્સમાં મોનોસોડિયમ ગ્લૂટામેટ હોય છે જેને એમએસજી પણ કહેવામાં આવે ચે. આ તત્વ ચાઇનીઝ ફૂડમાં પણ હોય છે. એનસીબીઆઇ સ્ટડી અનુસાર એમએસજીનું સેવન કરવાથી માથુ દુખવુ, પરસેવો થવો, પેટમાં દુખાવા જેવી અનેક તકલીફો રહે છે.






  • મોટાભાગના ફ્રોઝન ફૂડમાં વિટામીન તેમજ મિનરલ્સની કમી હોય છે. જેના કારણે મસલ્સ ડેમેજ થવા લાગે છે. શરીરને જ્યારે ખાવાનું પોષણ મળતુ નથી ત્યારે તમારી માંસપેશિઓમાંથી પોષક તત્વો છીનવાઇ જાય છે.


નોંધ: આ જાણકારી સામાન્ય આધારીત છે. આ માટે કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરનો સંપર્ક કરવો.
First published:

Tags: Fast food, Fridge, Life style

विज्ञापन