ફ્રોઝન ફૂડ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જાણો તેનાથી શું થાય છે નુકસાન

ફ્રોઝન ફૂડ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જાણો તેનાથી શું થાય છે નુકસાન
ફ્રોઝન ફૂડ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

રોજબરોજના ભાગદોડભર્યા જીવનમાં બજારમાં મળતા ફ્રોઝન ફૂડનું સેવન કરવું એક ઉત્તમ વિકલ્પ બની ગયો છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે લાંબા ગાળે હાનિકારક સાબિત થઈ શકે છે

 • Share this:
  રોજબરોજના ભાગદોડભર્યા જીવનમાં બજારમાં મળતા ફ્રોઝન ફૂડનું સેવન કરવું એક ઉત્તમ વિકલ્પ બની ગયો છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે લાંબા ગાળે હાનિકારક સાબિત થઈ શકે છે તથા અનેક પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

  નોકરિયાત જીવન અને ભાગદોડભર્યા જીવનમાં શાંતિથી બેસીને જમવા માટે કોઈના પાસે સમય રહેતો નથી. રસોઈ કરવા માટે પણ સમય ન રહેવાને કારણે ફ્રોઝન ફૂડનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો, આ સ્વાદિષ્ટ ફ્રોઝન ફૂડ આપની ભૂખ તો દૂર કરી શકે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.  આ સ્વાદિષ્ટ ફ્રોઝન ફૂડને લાંબો સમય ટકાવી રાખવા માટે અનેક પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, તથા અનેક પ્રકારની બીમારીઓને નોંતરે છે.

  આ પણ વાંચો - ખાખીના બદલે સફેદ યૂનિફોર્મ કેમ પહેરે છે કોલકાતા પોલીસ?

  ફ્રોઝન ફૂડને સ્વાદિષ્ટ બનાવવા તથા લાંબા ગાળા સુધી ટકાવી રાખવા માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે, ડાયાબિટીઝના દર્દી માટે હાનિકારક છે.. ફ્રોઝન ફૂડમાં હાઈડ્રોજેનેટેડ પામ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ટ્રાન્સ ફેટની હાજરીને કારણે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ફ્રોઝન ફૂડમાં ગ્લૂકોઝ અને સ્ટાર્ચથી બનેલ કોર્ન સીરપનો ઉપયોગ કરવામાં આવે છે તથા તેમાં સોડિયમની અધિક માત્રાને કારણે સ્વાસ્થ્યને અનેક પ્રકારની તકલીફ થઈ શકે છે.

  કેવા પ્રકારની સમસ્યા થઈ શકે?

  ફ્રોઝન ફૂડમાં ઉપલબ્ધ ટ્રાન્સ ફેટ ક્લોઝ્ડ ધમનીઓની સમસ્યા સર્જે છે, તથા શરીરમાં ખરાબ કોલસ્ટ્રોલનું સ્તર વધારીને, સારા કોલસ્ટ્રોલને દૂર કરવાનું કાર્ય કરે છે, જેનાથી હ્રદય સંબંધિત સમસ્યા ઉત્પન્ન થાય છે. ફ્રોઝન ફૂડ મહત્વપૂર્ણ રૂપે ફ્રોઝન મીટથી પૈનક્રિએટિક કેન્સર થવાની સંભાવના રહે છે, તથા અનેક પ્રકારની સમસ્યા થવાનું કારણ બને છે.
  Published by:Ashish Goyal
  First published:February 05, 2021, 17:59 pm