ચોમાસામાં બીમારીઓથી સુરક્ષા જરૂરી, આટલું કરવાથી ટાઇફોઇડ - મેલેરિયા જેવા રોગ ભાગશે દૂર

ચોમાસામાં બીમારીઓથી સુરક્ષા જરૂરી, આટલું કરવાથી ટાઇફોઇડ - મેલેરિયા જેવા રોગ ભાગશે દૂર
પ્રતિકાત્મક તસવીર

ચોમાસાના કારણે કાળઝાળ ગરમીથી રાહત મળે છે. આસપાસ લીલોતરી છવાઈ જાય છે અને વરસાદના કારણે વાતાવરણ મેહકી ઉઠે છે. ચોમાસું રાહત આપવાની સાથે અનેક બીમારીઓને પણ લઈ આવે છે. પાણી અને મચ્છરજન્ય બીમારીઓનું પ્રમાણ વધે છે.

  • Share this:
ચોમાસાના કારણે કાળઝાળ ગરમીથી રાહત મળે છે. આસપાસ લીલોતરી છવાઈ જાય છે અને વરસાદના કારણે વાતાવરણ મેહકી ઉઠે છે. ચોમાસું રાહત આપવાની સાથે અનેક બીમારીઓને પણ લઈ આવે છે. પાણી અને મચ્છરજન્ય બીમારીઓનું પ્રમાણ વધે છે. ચોમાસામાં આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે. પરિણામે આપણે સરળતાથી રોગનો ભોગ બની જઈએ છીએ. આવી સ્થિતિમાં આગોતરી તૈયારી કરવી જરૂરી છે. વીહેલ્થના મેડિકલ ડિરેક્ટર પ્રીતિ ગોયલ દ્વારા રોગથી બચવા માટે શું-શું કરી શકાય તે અંગે વિસ્તૃત જાણકારી અપાઈ છે.

બીમારીથી બચવા આટલું કરી શકાયશરદી, ઉધરસ ફલૂને આમંત્રણ આપતા ઘણા વાયરસ ચોમાસામાં વકરે છે. જેના પાછળ તાપમાનમાં થતી વધઘટ અને ભેજ જવાબદાર છે. ત્યારે વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન પોષક આહાર, રોગપ્રતિકારક શક્તિ વધારનારા ખોરાક ખાવો અને ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઈએ. શ્વસન સંબંધિત બીમારી સામે હર્બલ ટી અને મધનું હૂંફાળું પાણી રક્ષણ આપે છે. ઉલ્લેખનીય છે કે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પૂરતી ઊંઘ અને શારીરિક કસરત જરૂરી છે.

મચ્છરો, જીવાત, બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ ચોમાસામાં વકરે છે. ચોમાસુ મચ્છરો અને જીવાત માટે બ્રિડિંગ સિઝન છે. જે ડેન્ગ્યુ, મેલેરિયા અને સ્ક્રબ ટાઈફોડ જેવા રોગોનું સંક્રમણ ફેલાવી શકે છે. બીમારીથી બચવા માટે ઘરની આસપાસ પાણી ભરાયેલું ન રહે તેનું ધ્યાન રાખો. તાવ જેવી તકલીફમાં તબીબનો સંપર્ક કરવો જરૂરી છે.

દૂષિત પાણી બીમારીને આપે છે આમંત્રણ

ચોમાસામાં સ્વચ્છતા ખૂબ જરૂરી છે. ખરાબ પાણી અને દૂષિત ખોરાકના કારણે ટાઇફોઇડ અને હીપેટાઇટિસ જેવી ગંભીર બીમારી થઈ શકે છે. જેથી કોઈ એક જગ્યાએ 24 કલાક સ્ટોર કરેલા પાણીનો ઉપયોગમાં ન લેવું અને ફિલ્ટર કરેલું કે ઉકાળેલું પાણી પીવું હિતાવહ છે.

શાકભાજીનું આટલું ધ્યાન રાખો

તાજો રાંધેલો અને હળવો ખોરાક ખાવો જોઈએ. શાકભાજી અને ફળમાં કાદવ, લાર્વા, રોટ હોય શકે છે. જેથી તેનો તપાસી, ધોઈને ઉપયોગ કરવો જોઈએ અને લીલા પાંદડાવાળા શાકભાજીને કાચા ખાવાનું ટાળવું જોઈએ.

પગની કાળજી રાખો

ચોમાસામાં પગની પણ કાળજી રાખવી જરૂરી છે. પગમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. જેથી પગને સાફ રાખવા જોઈએ. વરસાદના પાણીથી ભીના પગને સુકાયેલા રાખવા જરૂરી છે. આ ઉપરાંત ભીના પગરખા લાંબા સમય સુધી પહેવાનું ટાળવું જોઈએ.

કપડાં નિયમિત ધુઓ

કપડાંમાં ફંગલ ઇન્ફેક્શન પાછળ જવાબદાર જીવાણુ હોય શકે છે. જેથી કપડાંને નિયમિત ધોઈ અને તડકામાં સુકાવા જોઈએ. આ ઉપરાંત ઇસ્ત્રી કરીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

એલર્જી હોય તેને ધ્યાન રાખવું

એલર્જી હોય તેવા લોકો માટે ચોમાસુ મુશ્કેલ નીવડી શકે છે. વાતાવરણના કારણે તેમનામાં લક્ષણો વધી શકે છે. એલર્જી ન થાય તેનું ધ્યાન રાખી અને એલર્જી સામે રક્ષણ આપતી દવાઓ હાથવગી રાખવી જોઈએ.
Published by:kuldipsinh barot
First published:July 21, 2021, 21:41 pm

ટૉપ ન્યૂઝ