Home /News /lifestyle /લીલા શાકભાજીથી લઈને સી ફૂડ એનીમિયાની સમસ્યાને કરી શકે છે દૂર, અહીં છે તેની વિસ્તૃત જાણકારી

લીલા શાકભાજીથી લઈને સી ફૂડ એનીમિયાની સમસ્યાને કરી શકે છે દૂર, અહીં છે તેની વિસ્તૃત જાણકારી

પ્રતીકાત્મક તસવીર

આ કારણોસર એનીમિયાથી પીડિત લોકોને આયર્ન, વિટામીન બી અને વિટામીન સી યુક્ત આહાર લેવાની સલાહ આપવામાં આવે છે.

    એનીમિયા એક એવા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા છે, જેમાં વ્યક્તિ લાલ રક્તકણને ઉત્પાદિત કરવામાં અસમર્થ બને છે. જેથી શરીરની કોશિકાઓ સુધી ઓક્સિજન પહોંચાડવાની પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થાય છે. ભારતમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર 2019માં 68.4% બાળકો અને 66.4% મહિલાઓ એનીમિયાથી પીડિત હતી.

    લાલ રક્તકણમાં હીમોગ્લોબિન રહેલ હોય છે, જે પ્રોટીન અને આયર્નથી ભરપૂર હોય છે. એનીમિયાથી પીડિત વ્યક્તિ હીમોગ્લોબીન બનાવી શકતી નથી. એનીમિયાથી પીડિત વ્યક્તિએ સમગ્ર શરીરમાં ઓક્સિજનયુક્ત લોહીનું પરિભ્રમણ માટે કરવાની જરૂર રહે છે. ફોલેટ અને વિટામીન બી 12ની ઊણપને કારણે એનીમિયા થઈ શકે છે, જેના કારણે લાલ રક્ત કોશિકાઓ બનાવવાની ક્ષમતા પર અસર થાય છે.

    આ કારણોસર એનીમિયાથી પીડિત લોકોને આયર્ન, વિટામીન બી અને વિટામીન સી યુક્ત આહાર લેવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા માટે નિષ્ણાંતોની સલાહ લેવી અસરકારક સાબિત થઈ શકે છે.

    લીલા શાકભાજી

    શરીરમાં આયર્નની કમી દૂર કરવા માટે એનીમિયાથી પીડિત લોકોને લીલા શાકભાજીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. લીલા શાકભાજી આયર્નથી ભરપૂર હોય છે.

    એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર જ ઘરે જાતે સરળ રીતે બનાવો ઓર્ગેનિક ખાતર

    પાલક જેવા લીલા શાકભાજીમાં ઑક્સલેટની અધિક માત્રા હોવાને કારણે તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ઑક્સલેટ આયર્નથી ભરપૂર હોય છે, જે લોહીમાં આયર્નની ઊણપને દૂર કરે છે.

    ફોલેટથી ભરપૂર આહાર

    સંતરા, બીન્સ અને આખા અનાજ ફોલેટથી ભરપૂર હોય છે. કેળ, કારેલાની સાથે વિટામીન સી થી ભરપૂર ફળનુ સેવન કરવાથી શરીરમાં સરળતાથી આયર્નની ઊણપ દૂર થાય છે.

    શરીરમાં આયર્નની માત્રામાં વૃદ્ધિ કરવા માટે રાજમા, છોલે, સોયાબીન, પિંટો બીન્સ, બ્લેક બીન્સનું સેવન કરવું તે શાકાહારીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે

    રેશન કાર્ડમાં ઘરે બેઠા જ પરિવારના વ્યક્તિનું નામ ઉમેરવું હોય તો આ છે એકદમ સરળ સ્ટેપ્સ

    સી ફૂડ

    તટીય ક્ષેત્રોમાં રહેતા લોકોએ આહારમાં સી ફૂડનું સેવન કરવું જોઈએ, જે આયર્નની કમીને દૂર કરે છે. શરીરમાં હીમ આયર્નની વૃદ્ધિ કરવા માટે વિભિન્ન પ્રકારની માછલી, ઓયસ્ટર્સ, ક્લેમ્સ, સ્કેલોપ્સ અને ઝીંગાને આહારમાં શામેલ કરવાથી આયર્નની ઊણપ દૂર થાય છે.

    નટ્સ અને સીરયલ્સ

    એનીમિયાથી પીડિત લોકોએ સવારે સ્વાસ્થ્યપ્રદ નાશ્તો કરવો જોઈએ. સૂકા મેવા, ફ્લેક્સ સીડ્સ, પમ્પકિન સીડ્સ, કાજૂ, પિસ્તાથી ભરપૂર એક વાટકી સીરયલ્સનું સેવન કરવું તે શ્રેષ્ઠ વિકલ્પ છે.

    મટન અને લીવર

    નોન-વેજિટેરિયન લોકો માટે લાલ મટન એ આયર્નનો શ્રેષ્ઠ વિકલ્પ છે. લિવર ઓર્ગન્સને આયર્ન અને ફોલેટથી ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. જાનવરોના અન્ય અંગ તમારા શરીરમાં આયર્ન અને ફોલેટની ઊણપને દૂર કરી શકે છે.
    First published:

    Tags: Anemia, Blood, Green Vegetables, Iron, આરોગ્ય