Home /News /lifestyle /Relationship: તમારી સાથે આવું થાય તો સમજી લેજો કે મિત્ર સાથે પ્રેમમાં પડ્યા છો
Relationship: તમારી સાથે આવું થાય તો સમજી લેજો કે મિત્ર સાથે પ્રેમમાં પડ્યા છો
પોતાની જૂની મિત્ર સાથે જ પ્રેમ (Love) થઈ જાય તો તેનાથી સારી વાત કઈ હોય શકે (પ્રતિકાત્મક તસવીર)
Love with Friend - કેટલાક લોકો પોતાની લાગણીઓ બાબતે અસમંજસમાં રહે છે. જેથી મિત્રના પ્રેમમાં પડ્યા હોવ ત્યારે શું-શું થાય છે તે અંગે જાણકારી આપવામાં આવી છે
મિત્રો એકબીજાને પ્રેમ (Love with Friend) કરવા લાગે તો મુસીબત ઊભી થાય છે. હ્રદયની વાત કહેવી ખૂબ મુશ્કેલ હોય છે. પણ સારી વાત એ છે કે, જે લોકોની મિત્રતા (Friendship) પ્રેમમાં પરિણમી ગઈ હોય તેમનો સંબંધ (Relationship) ખૂબ મજબૂત હોય છે. પોતાની જૂની મિત્ર સાથે જ પ્રેમ (Love) થઈ જાય તો તેનાથી સારી વાત કઈ હોય શકે. પ્રેમમાં પડવાથી જીવન (Life) બદલાયેલુ લાગે છે અને એમાં પણ ખાસ કરીને મિત્રના પ્રેમમાં પડ્યા હોવ ત્યારે પહેલા ક્યારેય ના થયું હોય તેવું અનુભવાય છે. પણ કેટલાક લોકો પોતાની લાગણીઓ બાબતે અસમંજસમાં રહે છે. જેથી મિત્રના પ્રેમમાં પડ્યા હોવ ત્યારે શું શું થાય છે તે અંગે આજે અહી જાણકારી આપવામાં આવી છે.
તેના નામથી ધબકે છે હૃદય
તમારા એ ખાસ મિત્રનો ઉલ્લેખ થતાં જ તમારું હૃદય ઝડપથી ધબકવા લાગે છે. તેનો સાથ તમને સ્વર્ગ જેવો લાગવા લાગે છે. તેની દરેક વાત અને સલાહ તમને ગમે છે.
આંખોમાં વસી જાય છે તે મિત્ર
ઊંઘ નથી આવતી, આંખો બંધ કરો તો તે દેખાય છે. આખી રાત પડખા ફરો છો. તેની વાહિયાત, બાલિશ વાતો પણ ગમવા લાગે છે અને તેના પર પ્રેમ આવે છે. તેના જૂના જોકસ પર પણ ખૂબ હસો છો. તેની દરેક મૂર્ખતા અને ભૂલ તમને સારી લાગે છે. તમે તેની જીવનશૈલી અપનાવવાનું શરૂ કરો છો.
તેનો સાથ ગમવા લાગે છે
તેનો સાથ ખૂબ ગમે છે, તે નજીક હોય ત્યારે જીવન સુંદર લાગવા લાગે છે. દરેક વાત તેના સાથે જોડાયેલી હોય તેવું લાગે છે. તેને મળવાનું જ મન થાય છે, તેની સાથે રહેવું હોય છે. તેના વિચારમાં ખોવાઈને બધુ જ ભુલાઈ જાય છે,. તમે રોમેન્ટિક ફિલ્મો જોવા લાગો છો અને ફિલ્મના દ્રશ્યોને પોતાની સાથે સરખાવો છો.
તમારો મિત્ર થોડા દિવસોથી શહેરની બહાર ગયો હોય તો તમે વ્યાકુળ થઈ જાવ છો અને તમે તેના પાછા ફરવાની રાહ જુઓ છો. તમે તમારા બીજા મિત્રો સાથે સમય પસાર કરવાનું ભૂલી જાઓ છો. હવે તમને માત્ર તેનો સાથ જ ગમે છે. તમારા તે ખાસ મિત્રને મળ્યા પછી અને કલાકો સુધી વાતો કર્યા પછી વધુ સમય સાથે વિતાવવા ઈચ્છો છો.
તેને જે ગમે તે તમને પણ ગમવા લાગે છે
તમે તમારા વાળ અને ડ્રેસિંગ સ્ટાઇલ બદલવા માટે પણ તમારા તે મિત્રની સલાહ લો. તમને લાગે છે કે તમારો મિત્ર ક્યારેય કંઈપણ ખોટું કરશે નહીં. તમારો મિત્ર કોઈની સામે જુએ તો તમને તે પણ ગમતું નથી. હવે તમને પણ તેની પસંદગીનું ભોજન ગમવા લાગે છે.
તેનામાં માત્ર ગુણો જ દેખાય છે
અડધી રાત્રે પણ તમારો ફોન રણકે તો તમને તેનો ફોન હોવાનું લાગે છે. તમે તેની બધી ખામીઓમાં ગુણો જોવા માંડો છો. તેની બધી વાત તમને સારી લાગે છે. તમે હવે તેને તેના નામની જગ્યાએ તેના બદલે તેને નિકનેમથી બોલાવો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર