Home /News /lifestyle /Friendship Day 2021: મિત્રતાના સંબંધને વધુ ગાઢ બનાવશે આ 6 વાતો

Friendship Day 2021: મિત્રતાના સંબંધને વધુ ગાઢ બનાવશે આ 6 વાતો

Image/shutterstock

Friendship Day 2021: જીવનમાં સાચા મિત્રનું ખૂબ મહત્વ છે. અન્ય તમામ સંબંધો ભગવાન દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ મિત્રતા એક એવો સંબંધ છે જે વ્યક્તિ પોતે બનાવે છે

    Friendship Day 2021: જીવનમાં સાચા મિત્રનું ખૂબ મહત્વ છે. અન્ય તમામ સંબંધો (Relationship) ભગવાન દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ મિત્રતા એક એવો સંબંધ છે જે વ્યક્તિ પોતે બનાવે છે. જીવનને સુખ (Happiness)થી ભરેલું રાખવા માટે મિત્રો હોવા જરૂરી છે. આવા સંબંધ ખાસ હોવાથી તે સાચવવા જરૂરી છે. જેથી ફ્રેન્ડશિપ ડે મિત્રોને સમર્પિત કરવામાં આવે છે.

    દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે 1લી ઓગસ્ટ એટલે કે આવતીકાલે ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં (Celebrate) આવશે. આ ખાસ પ્રસંગે મિત્રો તમારા સંબંધોને મજબૂત રાખવા માટે કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખી શકાય તે અંગે અહીં માહિતી આપવામાં આવી છે.

    મિત્રોને બુદ્ધિથી પસંદ કરો

    આપણે બાળપણથી જ ઉક્તિ સાંભળતા આવ્યા છીએ કે 'સંગ તેવો રંગ'. મિત્રનો સંગાથ આપણા વ્યક્તિત્વ અને છબી પર અસર કરે છે. જેથી દરેક વ્યક્તિ સાથે મિત્રતા થાય નહી. જે લોકો સાથે મિત્રતાનો સંબંધ કેળવાય છે તે ખૂબ ખાસ હોય છે. આવી સ્થિતિમાં મિત્રોની પસંદગી સાવધાનીથી કરવી જોઈએ. તમને આગળ વધવા પ્રેરિત કરે તેવા અને મુશ્કેલ સમયમાં સાથ આપે તેવા મિત્રો પસંદ કરવા જોઈએ.

    આ પણ વાંચો - બીમારીઓ દૂર ભગાડે છે આ 3 ખાસ ફૂલ, આ રીતે કરો તેનો ઉપયોગ

    બોલ્યા પહેલા વિચારો

    હંમેશાં સમજી વિચારીને જ બોલો. એમાં પણ જ્યારે ગુસ્સામાં હોવ ત્યારે બોલવામાં ધ્યાન રાખો, નહીંતર મિત્રતાના સંબંધમાં તિરાડ પડી શકે છે અને મિત્રની લાગણી અજાણતા દુભાઈ જાય છે. પરિણામે સબંધ નબળો પડી જાય છે. જેથી કચવાટ ઉભો થાય તેવી વાતથી દૂર રહો અને અભિમાનને ક્યારેય મિત્રતા વચ્ચે ન આવવા દો.

    એકબીજાની પસંદનું સન્માન કરો

    મિત્રોની પસંદગી, સહમતી અને અને અસહમતીનો આદર કરો. ઘણા કિસ્સામાં તમારા અને તમારા મિત્રના દ્રષ્ટિકોણ અલગ હોય છે. જેને અભિમાનનું કારણ બનાવશો નહીં.

    કામના વખાણ કરો

    મિત્રોની સારી આદતો અને સારા કામના વખાણ કરવા જોઈએ. તેમને પ્રોત્સાહન આપવું જોઇએ. તમે દરેક સ્થિતિમાં તેમની સાથે છો તેવો અનુભવ પણ કરાવવો જોઈએ.

    સ્વીકાર અને ક્ષમા કરતા શીખો

    જ્યારે તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો તેનો સ્વીકાર કરવો જોઈએ અને તેની માફી માંગતા પણ શીખવું જોઈએ. જેના કારણે સંબંધમાં એકબીજા વચ્ચે અંતર ઘટે છે.
    " isDesktop="true" id="1119901" >

    મિત્રના સિક્રેટ કોઈને ના કહો

    સંબંધ મજબૂત થાય ત્યારે મિત્રો એકબીજા સાથે સિક્રેટ વાતો પણ શેર કરતા હોય છે. મિત્રો વચ્ચે થયેલી આ વાતો અન્ય લોકો સુધી પહોંચે નહીં તેનું ધ્યાન રાખો. મિત્રની પર્સનલ વાતો કોઈને કહેશો નહીં. તમારા પર વિશ્વાસ કરી મિત્ર તમને કોઈ રહસ્યની વાત કહે છે. જેથી આવી બાબત કોઈને કહેવાથી વિશ્વાસઘાત જેવી પરિસ્થિતિ અને સંબંધોમાં કડવાશ ઊભી થઈ છે.
    First published:

    Tags: Friendship, Friendship Day, Friendship day 2021, Friendship Day Messages, Friendship Day Wishes, Happy Friendship Day 202, Lifestyle

    विज्ञापन