ભરપૂર પ્રોટીનયુક્ત હોય છે મખાના, વજન ઘટાડવા કેવી રીતે કરશો ઉપયોગ?
ભરપૂર પ્રોટીનયુક્ત હોય છે મખાના, વજન ઘટાડવા કેવી રીતે કરશો ઉપયોગ?
મખાના ઘીમાં શેકવામાં આવે તો તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે
Makhana for weight loss: મખાનામાં સેચ્યુરેટેડ ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને તેથી તે શરીર માટે ખૂબ જ લાભદાયી છે. તેમાં પૌષ્ટિક તત્વો (Nutrients)નું પ્રમાણ ખૂબ જ વધારે છે.
.
મુંબઇ: મખાના (fox nuts) એ ખૂબ જ હળવો અને આરોગ્યપ્રદ નાસ્તો છે, જે લગભગ દરેકને પસંદ હોય છે. સારી વાત એ છે કે તેમાં પૌષ્ટિક તત્વો (Nutrients)નું પ્રમાણ ખૂબ જ વધારે છે અને જ્યારે પણ તમને બહારની કોઈ વસ્તુ ખાવાનું મન થાય, ત્યારે તેની જગ્યાએ મખાના ખાવાથી સ્વસ્થ આદતોની ટેવ પડી શકાય છે.
જો તેને થોડા ઘીમાં શેકવામાં આવે તો તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. મખાના ગ્લુટેન (Gluten) ફ્રી છે તેથી દરેક વ્યક્તિ તેનું સેવન કરી શકે છે. તેમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ વધુ હોય છે, જે તેને હેલ્ધી નાસ્તો બનાવે છે. મખાના વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જો તમે તાજેતરમાં જ તમારી વજન ઘટાડવાનું શરૂ કર્યું છે, તો અહીં મખાના તમને વજન ઘટાડવા(weight loss)માં કેવી રીતે મદદ કરી શકે છે તે જાણો.
32 ગ્રામ મખાનામાં લગભગ 106 કેલરી હોય છે. તેમાં કેલરીની સંખ્યા ઘણી ઓછી હોય છે અને તે ખાવાથી પેટ પણ ખૂબ જ ઝડપથી ભરાય છે, તેથી વજન ઘટાડવાનું શરુ કરો તો તેને તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરો.
-એનડીટીવીના જણાવ્યા અનુસાર, તેમાં રહેલા પ્રોટીનને કારણે તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. જેથી વધારે ખાવાથી અને વારંવાર ખાવાથી બચી શકાય છે અને તે ભૂખ પણ કંટ્રોલ કરે છે.
-તેમાં સેચ્યુરેટેડ ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને તેથી તે શરીર માટે એકદમ ફાયદાકારક છે.
-તેમનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (Glycemic index) ઘણો ઓછો છે અને તે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.
-વજન ઘટાડવા ઉપરાંત બ્લડ પ્રેશર ઓછું કરવા જેવી ઘણી બાબતોમાં પણ મખાના ફાયદાકારક છે.
-તે દાંત અને હાડકાના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. તેમાં રહેલા એસ્ટ્રિજન્ટ (Astringent)ગુણો તેને કિડની માટે પણ ફાયદાકારક બનાવે છે.
-મખાનામાં એન્ટિ-ઓક્સિડન્ટ (Anti-oxidant) અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે.
-ક્રોનિક ઇન્ફ્લેમેશન (Chronic inflammation) અને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી પીડિત લોકો તેનું સેવન કરી શકે છે.
-મખાના ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ આરોગ્યપ્રદ છે.
-તેને શેકીને નાસ્તા તરીકે ખાઈ શકાય છે અથવા તેને સલાડ વગેરેમાં ઉમેરીને ખાઈ શકાય છે.
-તેને ચોખાની ખીર વગેરેમાં પણ મિક્સ કરી શકાય છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર