Home /News /lifestyle /

પહેલીવાર દુનિયાભરના પુરુષોએ ઓછું કરી સ્મોકિંગ : WHO રિપોર્ટ

પહેલીવાર દુનિયાભરના પુરુષોએ ઓછું કરી સ્મોકિંગ : WHO રિપોર્ટ

પ્રતિકાત્મક તસવીર

WHO ડેટા મુજબ દર વર્ષે તંબાકૂનો ઉપયોગ કરવાથી 80 લાખ પુરુષોની મોત થાય છે.

    WHO મુજબ 19 વર્ષોમાં પહેલીવાર તેવું થયું છે કે પુરુષોએ ધ્રુમપાન કરવાનું ઓછું કર્યું હોય. આ પરિવર્તન લાંબા સમય પછી જોવા મળ્યું છે. ડબ્લ્યૂએચઓના રિપોર્ટ મુજબ સ્મોકિંગ કરનાર અને તંબાકૂ ખાનર પુરુષોની સંખ્યા વૈશ્વિક ઓછી થઇ છે. આ મોટા પરિવર્તનમાં સરકારનો પરિશ્રમ પણ સ્પષ્ટ દેખાય છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલી ખબર મુજબ સરકારે જે રીતે લોકોની જિંદગી બચાવવા માટે અને સ્વાસ્થયને સારું બનાવવા માટે ધ્રુમપાન અને તંબાકૂ પર રોક લગાવી છે તે ખરેખરમાં વખાણને પાત્ર છે.

    WHOના ડાયરેક્ટર જનરલ Tedros Adhanom Ghebreyesusએ રિપોર્ટને દેખતા કહ્યું કે અનેક વર્ષો સુધી તંબાકૂનો ઉપયોગ કરનાર પુરુષોની સંખ્યા એટલી વધુ હતું કે પહેલી વાર આ સંખ્યા ઘટેલી જોતા ખુશી થાય છે. તંબાકૂ ઇન્ડસ્ટ્રીથી લઇને સરકારની સખ્તીએ આ સંખ્યા ઓછી કરવામાં મદદ કરી છે. WHO ડેટા મુજબ દર વર્ષે તંબાકૂનો ઉપયોગ કરવાથી 80 લાખ પુરુષોની મોત થાય છે. તેમાંથી 70 લાખ લોકોની મોત સીધી રીતે તંબાકૂનું સેવન કરીને થાય છે. જ્યારે 1 લાખ 20 હજાર લોકો મોત સેકન્ડ હેન્ડ સ્મોકના કારણે થાય છે.

    રિપોર્ટ મુજબ 2018માં દુનિયાભરના લગભગ 6 કરોડ લોકોને સ્મોકિંગ કે પછી તંબાકૂનું સેવન કરતા હતા. જ્યારે વર્ષ 2000માં આ સંખ્યા 13 કરોડની આસપાસ થઇ ગઇ. વર્ષ 2000ની તુલનામાં 2018ના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે નવીનતમ રિપોર્ટથી જાણવા મળ્યું છે. 2018ની તુલનામાં 2020 હજી ઓછી થવાની સંભાવના છે. 2018માં દુનિયાભરના લગભગ 6 કરોડ લોકો તંબાકૂનું સેવન કરતા હતા. અને 2020માં આ સંખ્યા 1 કરોડ સુધી પહોંચશે તેવી આશા છે.

    વળી 2024 સુધી આ સંખ્યા હજી ઓછી હોય તેમ મનાય છે. WHOની વૈશ્વિક તંબાકૂ રિપોર્ટમાં સિગરેટ, પાઇપ, સિગાર, વાટરપાઇપ, ધુમાડા રહિત તંબાકૂ ઉત્પાદન જેમ કે બીડી અને ચેરુટ અને ગરમ તંબાકૂનો ઉપયોગ સામેલ છે. WHO તંબાકૂ ઉત્પાદનોની તુલનામાં ઇલેક્ટ્રોનિક સિગરેટની ગણતરી નથી કરી.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Smoking, આરોગ્ય

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन