ઊંઘતા પહેલા આટલી વસ્તુઓનું સેવન કરવાથી રાત્રે સતાવે છે અનિંદ્રાની સમસ્યા

પ્રતીકાત્મક તસવીર

Foods you should avoid before sleep: આપણે કેટલીક વખત સૂતા પહેલા અમુક એવી વસ્તુઓનું સેવન કરી લઈએ છીએ જે ઊંઘ ન આવવા પાછળ જવાબદાર હોય છે.

  • Share this:
નવી દિલ્હી:  Food Avoid Before Sleep: દિવસે ઘણો થાક (Tiredness) લાગ્યો હોવા છતાં ઘણી વખત રાત્રે મોડે સુધી ઊંઘ (Sleep) આવતી નથી. ઘણા પડખા ફેરવ્યા બાદ પણ ઊંઘ ન આવવાથી લોકો રાત્રે કોઈને કોઈ કામ કરવા લાગે છે. કોઈ બુક વાંચે છે તો કોઈ મોબાઈલમાં ગેમ રમે છે. અલબત, અનેક પ્રયત્નો કરવા છતાં પણ ઊંઘ (Sleep) નથી જ આવતી. ત્યારે શું તમે તેની પાછળનું કારણ જાણ્યું છે? આપણે કેટલીક વખત સૂતા પહેલા અમુક એવી વસ્તુઓનું સેવન કરી લઈએ છીએ જે ઊંઘ ન આવવા પાછળ જવાબદાર હોય છે. તો ચાલો, તમે રાત્રે ઘસઘસાટ સુવા માંગતા હોવ તો સૂતા પહેલા કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તે અંગે માહિતી મેળવીએ.

કાર્બોહાઇડ્રેટ આધારિત ખોરાક

સૂતા પહેલા વેફર્સ, પાસ્તા, બટેટા, ચિપ્સ, કેળા, સફરજન, બ્રેડ સહિતની વસ્તુઓનું સેવન કરવાથી આ તકલીફ ઊભી થઈ શકે છે. વસ્તુઓ ઊંઘના દુશ્મન તો છે જ, સાથે વજન અને અકળામણ વધારવાનું કારણ પણ બને છે. જેથી સૂતા પહેલા આ વસ્તુઓના સેવનથી દુર રહેવું.

આ પણ વાંચો: 'જેઠાલાલ'ની જેના પર નજર ઠરી છે તે 'બબીતાજી'એ મડ બાથની તસવીરો શેર કરીને ચાહકોને કર્યાં પાણી પાણી 

ગળ્યું

રાત્રે જમ્યા બાદ ગળ્યું ખાવાની આદત ઘણા લોકોને હોય છે. તેઓ મિષ્ટાન તરીકે ખીર, આઈસ્ક્રીમ કે મીઠાઈ જેવી વસ્તુઓ ખાય છે. આ આદત સારી નથી. રાત્રે કોઈ પણ પ્રકારની મીઠાઈનું સેવન અનિંદ્રા પાછળ જવાબદાર બની શકે છે. જેથી જમતા પહેલા ગળ્યું ખાવાથી દૂર રહેવું.

આ પણ વાંચો: પતિ સાથે છૂટાછેડા લીધા બાદ યુવતીએ કરાવી પ્લાસ્ટિક સર્જરી, આજે વર્ષની કમાણી 10 કરોડ રૂપિયા!

ચોકલેટ

જમ્યા બાદ ચોકલેટ ખાવાની આદત પણ ઘણા લોકોને હોય છે. તેઓ રાત્રે જમ્યા બાદ અથવા સૂતા પહેલા ચોકલેટ ખાય છે. આ આદતના કારણે ટેસ્ટ અને આનંદ આવે છે, પણ રાતની ઊંઘ હરામ થઈ જાય છે. જેથી રાત્રે ચોકલેટ ખાવી જોઈએ નહીં.

આ પણ વાંચો: અમેરિકાના ટેક્સામાં મળ્યો 'મંકીપૉક્સ'નો પ્રથમ કેસ, વાયરલ બીમારી હોવાથી ચિંતા વધી

લસણ

લસણ સ્વાસ્થ્યની જાળવણી કરવાની સાથે ઊંઘ ઉડી જવાનું કારણ પણ બને છે. લસણમાં રહેલા તત્વ તમારા હાડકાં અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય શકે છે. પરંતુ ઉંઘ ઉડાડવાનું કામ પણ કરે છે. જેથી જે લોકો રાત્રે અનિદ્રાથી પીડાતા હોય તેઓએ લસણ ખાવાથી બચવું જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published: