Home /News /lifestyle /આ 5 વસ્તુને બીજી વખત ગરમ કરીને ખાવાથી બચો, સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે

આ 5 વસ્તુને બીજી વખત ગરમ કરીને ખાવાથી બચો, સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે

જો તમે ખોરાક બીજી વખત ગરમ કરીને ખાઓ છો તો એના ગેરફાયદા જાણવા પણ જરૂરી છે. (Image credit: Shutterstock)

Foods That You Must Stop Reheating To Stay Healthy: જો તમે ખોરાક બીજી વખત ગરમ કરીને ખાઓ છો તો એના ગેરફાયદા જાણવા પણ જરૂરી છે. આ આદત તમારા ફૂડની ક્વોલિટી તો ખરાબ કરે જ છે, પણ તેનાથી સ્વાસ્થ્ય પર આડઅસર (Side Effect) પણ થાય છે.

Foods That You Must Stop Reheating To Stay Healthy: વ્યસ્ત જીવનમાં આપણે ઘણી વખત એવું કરીએ છીએ કે એક વખત જમવાનું બનાવીને રાખી મૂક્યું હોય અને પછી તેને જ લંચ કે ડિનર ટાઈમમાં ગરમ (Reheating) કરીને ખાઈ લીધું હોય. પોતાના બિઝી શેડ્યુલમાં સમય બચાવવા અને ભૂખ શાંત કરવા માટે આ રીત ઘરે-ઘરે અપનાવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ આદત તમારા ફૂડની ક્વોલિટી તો ખરાબ કરે જ છે, પણ તેનાથી સ્વાસ્થ્ય પર આડઅસર (Side Effect) પણ થાય છે. આમ તો ફ્રીજમાં રાખેલું અમુક ફૂડ પણ એવું હોય છે જેને બીજી વખત ગરમ કરીને ખાવું ઝેર સમાન હોઈ શકે છે. તો આવો જાણીએ કે આખરે કઈ ચીજોને બીજી વખત ગરમ કરીને ખાવામાં આપણને નુકસાન થઈ શકે છે.

1. નોનવેજ ફૂડ (Non-veg Food)

નોનવેજ એટલે કે ચિકન, મીટ અને ઈંડા પ્રોટીનનું સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ જો વાસી નોનવેજ આઇટમને બીજી વખત ગરમ કરીને ખાવામાં આવે તો તે ઝેરીલું સાબિત થઈ શકે છે અને ડાઈજેશનમાં સમસ્યા થઈ શકે છે. એવામાં તેને પકવીને રૂમ ટેમ્પરેચર પર રાખવું વધુ યોગ્ય રહેશે અને જો તમે તાજું ખાઓ તો ઉત્તમ છે. વાસ્તવમાં ઉચ્ચ પ્રોટીનવાળા ભોજનમાં નાઈટ્રોજન વધુ માત્રામાં જોવા મળે છે જેથી તેને બીજી વખત ગરમ કરવું હાનિકારક થઈ જાય છે. જેથી મોટી બીમારીઓ થઈ શકે છે.

2. ભાતને રિહીટ કરવું

ફૂડ્સ સ્ટાન્ડર્ડ એજન્સી અનુસાર, વાસી ચોખાને ફરીથી ગરમ કરવાથી વ્યક્તિ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની શકે છે. આમ કરવાથી, બેસિલસ સેરિયસ નામના અત્યંત પ્રતિરોધક બેક્ટેરિયા ચોખામાં વધે છે અને ખોરાકમાં ઝેરનું કારણ બને છે.

આ પણ વાંચો: શિયાળામાં ત્વચાની દેખભાળ માટે કરો માખણનો ઉપયોગ, આ ગુણકારી તત્વોથી થશે અઢળક ફાયદા

3. બટાટા

બટાટામાં વિટામિન B6, પોટેશિયમ અને વિટામિન C જોવા મળે છે, જો તેને વારંવાર ગરમ કરવામાં આવે તો તેમાં Clostridium botulinum નામના બેક્ટેરિયા વધી શકે છે અને તેના પોષક તત્વો પણ નાશ પામે છે.

4. મશરૂમ

મશરૂમ્સને રાંધવાના એક દિવસ પછી ખાવા માટે સંગ્રહિત કરશો નહીં. મશરૂમ પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને તેમાં ભરપૂર ખનિજ હોય છે. પરંતુ તેને ફરીથી ગરમ કરવાથી હાજર પ્રોટીન તૂટી જાય છે અને વિષાણું પદાર્થ ઉત્પન્ન થાય છે જે તમારા પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો: 12 વર્ષથી તીવ્ર માઈગ્રેનથી પીડાતા હતા 60 વર્ષીય વૃદ્ધ, ફક્ત ત્રણ મહિનામાં સાજા થયા! જાણો કઈ રીતે?

5. નાઇટ્રેટ યુક્ત ભોજન

નાઈટ્રેટથી ભરપૂર શાકભાજી જેમકે પાલક, લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, સલગમ, બીટ વગેરેને ફરીથી ગરમ કરવાનું ટાળો. તેને ફરીથી ગરમ કરવાથી, તે નાઈટ્રાઈટ અને પછી નાઈટ્રોજમીન્સમાં ફેરવાય છે, જે શરીરની પેશીઓ માટે હાનિકારક હોઈ શકે છે અને કેન્સરનું જોખમ વધારે છે.
First published:

Tags: Food tips, Healthy lifestyle, Life Style News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો