Home /News /lifestyle /

સ્તનપાન કરાવતી મહિલાઓએ આ વસ્તુનું ન કરવું જોઈએ સેવન, બાળકના આરોગ્યને થશે નુકસાન

સ્તનપાન કરાવતી મહિલાઓએ આ વસ્તુનું ન કરવું જોઈએ સેવન, બાળકના આરોગ્યને થશે નુકસાન

સ્તનપાન કરાવતી મહિલાઓએ આ વસ્તુનું ન કરવું જોઈએ સેવન

Foods to avoid while breastfeeding: પ્રેગનેન્સી બાદ સ્તનપાન કરાવતી મહિલાઓએ પોતાની ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેનાથી બાળકના સ્વાસ્થ્ય પર અસર થાય છે. આ કારણોસર સ્તનપાન કરાવતી મહિલાઓએ યોગ્ય ડાયટનું સેવન કરવું જોઈએ. માતાનું દૂધ બાળક માટે ભોજન ગણવામાં આવે છે.

વધુ જુઓ ...
    પ્રેગનેન્સી (pregnancy) બાદ સ્તનપાન (breastfeeding) કરાવતી મહિલાઓએ પોતાની ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેનાથી બાળકના સ્વાસ્થ્ય પર અસર થાય છે (What should a lactating woman eat). આ કારણોસર સ્તનપાન કરાવતી મહિલાઓએ યોગ્ય ડાયટનું સેવન કરવું જોઈએ. માતાનું દૂધ બાળક માટે ભોજન ગણવામાં આવે છે. જો દૂધમાં કોઈપણ વસ્તુ વધુ માત્રામાં હશે તો તેના કારણે બાળકને નુકસાન થઈ શકે છે. આ કારણોસર ડાયટમાં કેટલીક વસ્તુ શામેલ ન કરવી જોઈએ.

    આ અંગે અનુપમા ગિરોત્રા સાથે વાત કરવામાં આવી છે, તેઓ એક ડાયેટિશિયન અને ન્યૂટ્રીનિસ્ટ છે. તેમણે જણાવ્યું કે, સ્તનપાન કરાવતી મહિલાઓએ ડાયટમાં કેટલીક વસ્તુઓ શામેલ ન કરવી જોઈએ.

    આ પણ વાંચો: Filtered vs Boiled water: ઉકાળેલું પાણી કે ફિલ્ટર્ડ પાણી આ બેમાંથી સ્વાસ્થ્ય માટે કયું પાણી વધુ લાભદાયી છે?

    જો ડાયટમાં આ વસ્તુઓ શામેલ કરવામાં આવે તો બાળકની સાથે સાથે માતાને પણ નુકસાન થઈ શકે છે. સ્તનપાન કરાવતી મહિલાઓએ કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    હાઈ મરકરી ભોજનનું સેવન ન કરો


    જે માછલીઓમાં હાઈ મરકરી હોય છે, તે માછલીનું સેવન ન કરવું જોઈએ. તેના કારણે આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે. માત્ર માછલી જ નહીં જે ભોજનમાં મરકરી હોય છે, તે ભોજનનું સેવન ન કરવું જોઈએ. મટનનું સેવન પણ ન કરવું જોઈએ. મટનનું સેવન કરવાથી વજન વધવા લાગે છે. જો તમે મટન ખાવા ઈચ્છો છો તો લીન મટનનું સેવન કરવું જોઈએ.

    કેફીનથી થઈ શકે છે નુકસાન


    કોફીમાં કેફીન હોય છે. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે કેફીનને અયોગ્ય માનવામાં આવે છે. બાળકો અન્ય વ્યક્તિઓની જેમ કેફીન પચાવી શકતા નથી. જેના કારણે બાળકોને ઊંઘ આવતી નથી, બળતરા થાય છે અને ક્રેંકીનેસ થવા લાગે છે.

    કેફીનનું વધુ સેવન કરવાથી દૂધમાં આયર્નનું સ્તર ઓછું થઈ જાય છે. આ કારણોસર બાળકોમાં હીમોગ્લોબીન ઓછું થઈ જાય છે આ કારણોસર ચા અને કોફીનું ઓછું સેવન કરવું જોઈએ. થોડા સમય માટે કોફી પીવાની આદત છોડી દેવી જોઈએ અથવા દિવસમાં માત્ર 2-3 કપ કોફીનું જ સેવન કરવું જોઈએ.

    દારૂથી થાય છે નુકસાન


    દારૂને આરોગ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. સ્તનપાન કરાવતી મહિલાઓએ દારૂનું સેવન કરવું જ ન જોઈએ. જેના કારણે બાળકની સાથે સાથે માતાના આરોગ્યને પણ નુકસાન થાય છે.

    જો સ્તનપાન કરાવતી મહિલા દારૂનું સેવન કરે તો બ્રેસ્ટ મિલ્કથી તે બાળક સુધી પહોંચે છે. જેના કારણે ન્યૂરોલોજિકલ ડેવલપમેન્ટ પર અસર થાય છે. આ કારણોસર ઓછામાં ઓછા 2 વર્ષ સુધી દારૂનું સેવન ન કરવું જોઈએ.

    આ પણ વાંચો:  Fruit Milkshake પીવાના શોખીન  થઇ જાઓ સાવધાન! કારણ જાણીને થઈ જશો હેરાન

    પ્રોસેસ્ડ ફૂડનું સેવન ન કરો


    પ્રોસેસ્ડ ફૂડ સરળતાથી બની જાય છે, પરંતુ તેને આરોગ્ય માટે હાનિકારક ગણવામાં આવે છે. સ્તનપાન કરાવતી મહિલાઓએ પ્રોસેસ્ડ ફૂડનું બિલકુલ પણ સેવન ન કરવું જોઈએ. પ્રોસેસ્ડ ફૂડમાં પ્રિઝર્વેટીવ અને એડીટિવ્સ હોય છે, જેના કારણે બાળકના આરોગ્ય પર અસર થાય છે.

    એડીટીવ્સની વધુ માત્રાને કારણે બાળકને પેટમાં દુખાવો થઈ શકે છે. ઉપરાંત એલર્જી પણ થઈ શકે છે જેના કારણે બાળક ચીડિયું થવા લાગે છે.
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય, મહિલા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन