Home /News /lifestyle /

Bad Food Habits: જિમ અને કસરત વગર પણ કંટ્રોલ કરી શકો છો વજન, બસ છોડી દો આટલી આદતો

Bad Food Habits: જિમ અને કસરત વગર પણ કંટ્રોલ કરી શકો છો વજન, બસ છોડી દો આટલી આદતો

જિમ અને કસરત વગર પણ કંટ્રોલ કરી શકો છો વજન, બસ છોડી દો આટલી આદતો

health tips in gujarati: જો તમને જિમ જવાનું પસંદ નથી અથવા કસરત કરવાનું પસંદ નથી તેમ છતાં વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો. તો તમારે ખરાબ આદતો છોડી દેવી જોઈએ (Foods to Avoid When Trying to Lose Weight) , જેનાથી તમારું વજન ઓછું થઈ શકે છે. અહીં અમે તમને ખાવા પીવાની ખરાબ આદતો (avoid these bad eating habits) વિશે જણાવી રહ્યા છીએ.

વધુ જુઓ ...
    food which gain weight: આપણે રોજબરોજ એવી ભૂલો કરીએ છીએ જેના કારણે વજન વધતું જ રહે છે. જો યોગ્ય રીતે ભોજન કરવામાં ન આવે તો તેના કારણે આપણા વજન પર અસર થાય છે અને વજન કંટ્રોલમાં રહેતું નથી (health tips in gujarati). તમારે આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ. જો તમને જિમ જવાનું પસંદ નથી અથવા કસરત કરવાનું પસંદ નથી તેમ છતાં વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો. તો તમારે ખરાબ આદતો છોડી દેવી જોઈએ (Foods to Avoid When Trying to Lose Weight) , જેનાથી તમારું વજન ઓછું થઈ શકે છે. અહીં અમે તમને ખાવા પીવાની ખરાબ આદતો (avoid these bad eating habits) વિશે જણાવી રહ્યા છીએ. આ આદતોના કારણે વજન સતત વધતું જ રહે છે.

    ગળ્યું ખાવાની ઈચ્છા થાય (Craving Sweet)


    ગળ્યું ખાવાથી વજન સતત વધતું જ રહે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને ગળ્યું ખાવાની ઈચ્છા થાય ત્યારે તે વ્યક્તિ ગળ્યું ખાય તો છે, પરંતુ ગળ્યું કેટલું ખાવું જોઈએ તેના પર ધ્યાન આપવામાં આવતું નથી. વધુ પડતું ગળ્યું ખાવાનું અને ખાંડ ખાવાનું ટાળવું જોઈએ. ગળ્યું ખાવાનું ઓછું કરી દેવાથી કમરની ચરબી પણ ઓછી થઈ શકે છે.

    આ પણ વાંચો: Tips: ચોમાસામાં સ્માર્ટફોનને કઈ રીતે સુરક્ષિત રાખવો? મોબાઈલને વરસાદના પાણીથી બચાવવા આટલું કરો

    તણાવમાં ખાવાની આદત Stress Eating


    જ્યારે પણ કોઈ વ્યક્તિ ટેન્શનમાં હોય છે, ત્યારે તેને હંમેશા ભૂખ લાગે છે. ટેન્શન હોય ત્યારે વ્યક્તિ આઈસ્ક્રીમ, સોડા, ચિપ્સ ચોકલેટ, પિત્ઝા તથા અન્ય ફાસ્ટફૂડ ખાવાનું પસંદ કરે છે. ફાસ્ટફૂડનું સેવન કરવાથી વજન સતત વધતું જ રહે છે.

    ફ્રી ટાઈમમાં કંઈકને કંઈક ખાતા રહેવું (Careless Eating)


    મોટાભાગના લોકો ફ્રી ટાઈમમાં કંઈકને કંઈક ખાતા રહે છે. આ પ્રકારે સતત કંઈકને કંઈક ખાતા રહેવાથી વજન વઘતું જ રહે છે. આ કારણોસર ખાવામાં સાવધાની રાખવી જોઈએ.

    ફટાફટ જમી લેવું (Eating Too Quickly)


    તમારું પેટ ભરાઈ છે, તે જાણવા માટે 20 મિનિટનો સમય લાગે છે. તમે 5 મિનિટમાં જમી લો છો. જેથી તમે વધુ પડતું જમવાનું ખાઈ લો છો અને શરીરમાં વધુ માત્રામાં કેલરી બનવા લાગે છે.

    આ પણ વાંચો: Monsoon Footwear Care Tips: ચોમાસામાં આ રીતે રાખો તમારા શૂઝનો ખાસ ખ્યાલ, નહીં થાય દુર્ગંધ કે ચીકાસની સમસ્યા

    સવારે નાશ્તો ના કરવો (Skipping Breakfast)


    કોઈપણ વ્યક્તિના શરીરને સવારે એનર્જીની જરૂર હોય છે. સવારે નાશ્તો ના કરવાથી એનર્જી ફીલ થતી નથી. આ કારણોસર સવારે નાશ્તો કરવો જ જોઈએ. સવારે નાશ્તો કરવાથી મેટાબોલિઝમમાં સુધારો થાય છે અને તમારું બ્લડ સુગર લેવલ સંતુલિત રહે છે. વજન ઓછું કરવા માટે બ્લડ સુગર લેવલ સંતુલિત હોવું જરૂરી છે.

    જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો (planning to lose weight), તો તમારે તમારી ખાવાની ખરાબ આદતો બંધ કરી દેવી જોઈએ.
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર