Home /News /lifestyle /દાળની એક ચમચી પીધા પછી ક્યારે ના ખાઓ આ 3 વસ્તુઓ, નહીં તો પેટની સાથે શરીરમાં આ વસ્તુઓ ખરાબ થઇ જશે

દાળની એક ચમચી પીધા પછી ક્યારે ના ખાઓ આ 3 વસ્તુઓ, નહીં તો પેટની સાથે શરીરમાં આ વસ્તુઓ ખરાબ થઇ જશે

દાળમાં પ્રોટીન વધારે હોય છે.

Health care tips: કહેવાય છે કે ગુજરાતીઓ ગળ્યું ખાવાના શોખીન હોય છે. આ સાથે જ મોટાભાગના ગુજરાતીઓના ઘરોમાં દાળ-ભાત બનતા હોય છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે દાળ ખાધા પછી કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને તમારે ખાવી જોઇએ નહીં.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દાળ હાઇ પ્રોટીનથી ભરપૂર એક એવું ફૂડ છે જે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. દાળ તમારી બોડી અને માંસપેશિઓના વિકાસમાં મદદરૂપ નિવડે છે. આ સાથે જ હાડકાંઓને મજબૂત કરવાનું કામ કરે છે, પરંતુ ઘણી વાર દાળ ખાવાથી પણ અનેક પ્રકારના નુકસાન થઇ શકે છે, જેમ કે ગેસ તેમજ અપચા જેવી સમસ્યા. તમને ખાસ વાત એક એ જણાવી દઇએ કે દાળ પીધા પછી તમે આ વસ્તુઓનું સેવન કરો છો તો હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો આ વિશે તમે પણ વધુમાં..

આ પણ વાંચો:આ દૂધ પીવાથી પુરુષોમાં સ્પર્મની ક્વોલિટી સુધરે છે

દાળ પીધા પછી આ 3 વસ્તુઓનું સેવન ના કરો


દૂધ


દાળમાં પ્રોટીનની માત્રા સારી હોય છે જે હેલ્થને અનેક ઘણો ફાયદો પહોંચાડે છે. જો કે આ વાત સાચી છે પરંતુ તમને એક ખાસ વાત એ જણાવી દઇએ કે ભોજનમાં દાળ હોય તો ક્યારે પણ એના પછી દૂધ પીશો નહીં. એક કલાક સુધી તમારે દૂધ પીવાનું ટાળવું જોઇએ. દૂધમાં પ્રોટીન, દાળના પ્રોટનની સાથે મળીને તમારા પાચન તંત્ર અને મેટાબોલિઝમને નુકસાન પહોંચાડે છે. આ સાથે જ આંતરડા માટે પણ નુકસાનકારક સાબિત થઇ શકે છે. આ કારણે દાળની સાથે દૂધનું સેવન કરશો નહીં.

આ પણ વાંચો:યુરિનમાં બહુ બળતરા થાય છે?

ફ્રૂટ્સ


દાળને પચવામાં એક લાંબો સમય લાગી શકે છએ. એવામાં જ્યારે તમે દાળ ખાધા પછી કોઇ પણ ફ્રૂટ ખાઓ છો તો આ બન્ને વસ્તુ મળીને આંતરડાને નુકસાન પહોંચાડે છે. પ્રોટીન અને ફાઇબર. આમ, જ્યારે આ બન્ને વસ્તુઓનું સેવન સાથે કરવામાં આવે તો સરળતાથી ખોરાક પચતો નથી જેના કારણે મેટોબોલિઝમને સ્લો કરી દે છે. આ સાથે ગેસ અને બ્લોટિંગની સમસ્યા વધારે રહે છે. આ માટે ક્યારે પણ ભોજનમાં દાળ પીધા પછી ફ્રૂટનું સેવન કરશો નહીં.


મીઠાઇ


ગુજરાતીઓ મીઠાઇ અને દાળ ખાવાના શોખીન હોય છે. ગળ્યું ખાવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. ભોજનમાં દાળ ખાધા પછી તમે મીઠાઇઓનું સેવન કરો છો તો તમને નુકસાન થાય છે. પ્રોટીન પછી સુગરનું સેવન, સુગર મેટાબોલિઝમને નુકસાન પહોંચાડે છે. આ સાથે જ પ્રોટીન મેટાબોલિઝમને પ્રભાવિત કરે છે.

(આ આર્ટિકલ સામાન્ય જાણકારી આધારિત છે, કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Fruits, Life Style News, Milk

विज्ञापन