Home /News /lifestyle /

શારીરિક સબંધ બાંધતા પહેલા આટલી વસ્તુનું કરો સેવન, જોરદાર ફાયદાનો થશે અનુભવ

શારીરિક સબંધ બાંધતા પહેલા આટલી વસ્તુનું કરો સેવન, જોરદાર ફાયદાનો થશે અનુભવ

Food for stamina: જો તમે પણ નબળી જાતીય શક્તિની સમસ્યા માંથી પસાર થઈ રહ્યા છો અને તમારા પાર્ટનર સાથે સંબંધ બાંધવાનું વિચારી રહ્યા છો, તો જાતીય સંબંધ પહેલા ઘણી વસ્તુઓનું સેવન કરવાથી તમને વધુ સારા પરિણામો મળી શકે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી મૂડ સુધરશે.

Food for stamina: જો તમે પણ નબળી જાતીય શક્તિની સમસ્યા માંથી પસાર થઈ રહ્યા છો અને તમારા પાર્ટનર સાથે સંબંધ બાંધવાનું વિચારી રહ્યા છો, તો જાતીય સંબંધ પહેલા ઘણી વસ્તુઓનું સેવન કરવાથી તમને વધુ સારા પરિણામો મળી શકે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી મૂડ સુધરશે.

વધુ જુઓ ...
    Food to eat before physical relation: ભાગદૌડ ભરી જિંદગીમાં, લોકો ઘણીવાર વ્યસ્ત રહે છે. પ્રિયજનો સાથે સમય પસાર કરવા માટે સમય નથી. આવા લોકો ઘણીવાર તણાવપૂર્ણ જીવન જીવે છે. આ સ્થિતિમાં જ્યારે પાર્ટનર સાથે સંબંધ બનાવવાની (Sexual Relationship) વાત આવે છે ત્યારે ઉત્સાહ ઓછો થઈ જાય છે. ત્યારે સંબંધોમાં ખટાશ આવે તે સ્વાભાવિક છે. જો કે, એવી ઘણી વસ્તુઓ છે જે મૂડને સુધારવામાં મદદ કરે છે.

    જો તમે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો અને તમારા પાર્ટનર સાથે સંબંધ બાંધવાનું વિચારી રહ્યા છો, તો જાતીય સંબંધ પહેલા ઘણી વસ્તુઓનું સેવન (food to eat before sex) કરવાથી તમને વધુ સારા પરિણામો મળી શકે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી મૂડ સુધરશે. આ સાથે સ્ટેમિના (tips for good stamina) પણ વધશે અને તમે મનથી તૈયાર રહેશો. તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે જે જાતીય સંબંધ પહેલા ખાવી જોઈએ.

    જાતીય સંબંધ પહેલા આટલી વસ્તુનું કરો સેવન


    દાડમ


    વેબએમડીના સમાચાર અનુસાર, દાડમને હંમેશા પ્રજનન ક્ષમતા અને સેક્સ પાવર (fertility and sex power) વધારવા માટે ફળ માનવામાં આવે છે. આ સિવાય તે સ્વાદમાં બેજોડ છે. એક્સપર્ટનું માનવું છે કે સેક્સ પહેલા દાડમના જ્યુસનું સેવન કરવાથી મૂડ સારો થાય છે. શરીરના રક્ત પરિભ્રમણને વધારે છે અને સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે.

    આ પણ વાંચો: Male periods: પુરુષોમાં પણ જોવા મળે છે પીરિયડ્સના લક્ષણો! જાણો ક્યારે થાય છે આવું

    ડાર્ક ચોકલેટ


    ડાર્ક ચોકલેટને રોમાન્સિંગ ચોકલેટ પણ કહેવામાં આવે છે. ડાર્ક ચોકલેટના સેવનથી તરત જ સેરોટોનિન હોર્મોનનું સ્તર વધે છે. સેરોટોનિન હોર્મોન ખુશી લાવે છે જે મૂડ બનાવે છે. તેનાથી સેક્સ ડ્રાઈવમાં સુધારો થઈ શકે છે.

    પાલક


    તમારા પાર્ટનર સાથે સંબંધ બાંધતા પહેલા પાલકનું સેવન ચોક્કસ કરો. જો કે પાલક ઘણી બધી વસ્તુઓ માટે ફાયદાકારક છે, પરંતુ તે સેક્સ ડ્રાઇવ વધારવામાં પણ મહત્વપૂર્ણ છે. પાલકમાં મેગ્નેશિયમ અને ઘણા પ્રકારના મિનરલ્સ હોય છે જે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારે છે.

    તરબૂચ


    તરબૂચમાં અનેક પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. આમાં, સિટ્રુલિન અને આર્જિનિન અગ્રણી છે. આ બંને એમિનો એસિડ રક્તવાહિનીઓને આરામ આપે છે. આ એમિનો એસિડના કારણે પ્રાઈવેટ પાર્ટ તરફ લોહીનો પ્રવાહ વધે છે.

    આ પણ વાંચો:  Regular Period Home Remedy: સમયસર રેગ્યુલર પિરિયડ્સ માટે અપનાવો આ ઘરેલુ ઉપાય

    એવોકાડો


    એવોકાડોને સેક્સ બૂસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં હેલ્ધી ફેટ અને ફાઈબર મળી આવે છે જે એનર્જી અને સ્ટેમિના બૂસ્ટર તરીકે કામ કરે છે. તેમાં વિટામિન B6 જોવા મળે છે, જે થાક દૂર કરે છે. એવોકાડો સામાન્ય રીતે સ્ત્રીઓનો મૂડ બનાવવા માટે જાણીતો છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन