Home /News /lifestyle /સાવધાન! આ 6 વસ્તુઓ ખાવાથી ખરવા લાગશે વાળ, આજે જ કરો કંટ્રોલ

સાવધાન! આ 6 વસ્તુઓ ખાવાથી ખરવા લાગશે વાળ, આજે જ કરો કંટ્રોલ

આ 6 વસ્તુઓ ખાવાથી ખરવા લાગશે વાળ, આજે જ કરો કંટ્રોલ

FOODS THAT CAUSE HAIR LOSS: નાની ઉંમરમાં જ વાળ ખરવા અને સફેદ વાળની સમસ્યાઓના અનેક દાખલ છે. વાળને મજબૂત અને સુંદર બનાવવા માટે મોંઘા ઉત્પાદનોના ઉપયોગથી લઈને અનેક પ્રકારની ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે. તેમ છતાં કોઈ ખાસ ફાયદો થતો નથી. આવી સ્થિતિમાં તમારે એક વખત તમારા આહાર પર પણ ધ્યાન આપવું જોઈએ.

વધુ જુઓ ...
    FOODS THAT CAUSE HAIR LOSS:  ખરાબ જીવનશૈલી, પ્રદૂષણ, જંક ફૂડ અને તણાવના કારણે વાળ ખરવાની સમસ્યા ઊભી થાય છે. ખાસ કરીને નાની ઉંમરમાં જ વાળ ખરવા અને સફેદ વાળની સમસ્યાઓના અનેક દાખલ છે. વાળને મજબૂત અને સુંદર બનાવવા માટે મોંઘા ઉત્પાદનોના ઉપયોગથી લઈને અનેક પ્રકારની ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે. તેમ છતાં કોઈ ખાસ ફાયદો થતો નથી. આવી સ્થિતિમાં તમારે એક વખત તમારા આહાર પર પણ ધ્યાન આપવું જોઈએ. અમુક પ્રકારનો ખોરાક વાળ ખરવાની સમસ્યા પાછળ જવાબદાર હોય છે, જેથી વાળ ખરતા અટકાવવા માટે અમુક પ્રકારના ખોરાકને ઈટિંગ લિસ્ટમાંથી બહાર કાઢવા જોઈએ. આજે અમે તમને એવા 6 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેના કારણે વાળ ખરવા લાગે છે.

    અતિશય મીઠાઈ :


    જો તમે મીઠાઈના શોખીન છો તો આ તમારા વાળ માટે તે સારું નથી. ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી સમસ્યાઓ તરફ દોરી જતું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પુરુષો અને સ્ત્રીઓમાં ટાલ પડવાનું કારણ બની શકે છે.

    આ પણ વાંચો: બપોરના જમવામાં શામેલ કરો આટલી વસ્તુઓ, ફટાફટ ઉતારવા માંડશે વજન

    ડાયટ સોડા :


    આજકાલ લોકોમાં ડાયટ સોડાનો ટ્રેન્ડ વધ્યો છે પરંતુ વધુ પડતા ડાયટ સોડાનું સેવન કરવાથી પણ વાળ ખરી શકે છે. ડાયેટ સોડામાં એસ્પાર્ટમ (Aspartame) નામનું કૃત્રિમ સ્વીટનર હોય છે, જે વાળના ફોલિકલ્સ (રોમછિદ્ર)નો નાશ કરે છે. જો તમારા વાળ પણ ખૂબ ખરતા હોય તો તરત જ ડાયટ સોડાનું સેવન બંધ કરો.

    જંક ફૂડ પણ નુકસાનકારક :


    જંક ફૂડમાં સૈચ્યુરેટેડ અને મોનોસેચ્યુરેટેડ ચરબી હોય છે, જે વાળ ખરવાની તકલીફ વધારે છે. જંક ફૂડ શરીરમાં DHT હોર્મોનનું સ્તર વધારે છે. જો આ હોર્મોન વધી જાય તો ટાલ પડવાની સમસ્યા થઈ શકે છે.

    દારૂનું સેવન :


    આપણા વાળ કેરાટિન નામના પ્રોટીનથી બનેલા છે. આલ્કોહોલ પીવાથી આ પ્રોટીન પર ખરાબ અસર પડે છે, જેના કારણે વાળ નબળા પડી જાય છે અને તૂટવા લાગે છે. વધુ પડતા આલ્કોહોલ પીવાથી પણ શરીરમાં અન્ય પોષક તત્વોની ઉણપ થાય છે જે વાળના પોષણમાં સમસ્યા કરે છે.

    આ પણ વાંચો: રોજિંદા જીવનમાં અપનાવો આ 3 સામાન્ય આદતો, કેન્સર રહેશે તમારાથી દૂર

    વધુ મર્કરી ધરાવતી માછલી :


    માછલીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, પરંતુ તેમાં રહેલા પારાના સ્તરનું પ્રમાણ પણ તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. સૌથી વધુ મર્કરી/પારો સ્વોર્ડફિશ, ટુના અને મેકરેલ જેવી માછલીઓમાં જોવા મળે છે.

    કાચા સફેદ ઇંડા :


    ઈંડું વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે, પરંતુ જો કાચું ઈંડું ખાવામાં આવે તો તે વાળને નુકસાન પહોંચાડે છે. ખરેખર ઈંડાનો કાચો ભાગ ખાવાથી શરીરમાં બાયોટીનની ઉણપ થઈ શકે છે. બાયોટિન વાળ બનાવતા પ્રોટીન, કેરાટિનના નિર્માણમાં મદદ કરે છે.
    First published:

    Tags: Beauty Tips, Hair loss, Lifestyle