કિડનીને સ્વસ્થ રાખવા માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ

પ્રતીકાત્મક તસવીર

સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સાથે કિડનીનું ધ્યાન રાખવું પણ ખુબ જ જરૂરી છે.

  • Share this:
Foods For Healthy Kidney: પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલી જરૂરી એક્સરસાઇઝ (Exercise) છે, તેટલો જ જરૂરી સ્વસ્થ આહાર (Healthy Diet) પણ છે. સ્વસ્થ આહાર શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી પૂરી કરવાની સાથે સાથે આપણને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. કિડની (Kidney) એ આપણા શરીરમાં ફિલ્ટર તરીકે કામ કરે છે. કિડની (Kidney) શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે. જેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સાથે કિડનીનું ધ્યાન રાખવું પણ ખુબ જ જરૂરી છે. ખરાબ ખાનપાનથી કિડનીને નુકશાન થઇ શકે છે. જેને લઈને કિડનીમાં પથરીથી લઈને કેન્સર સુધીની બીમારીઓ ઘર કરી શકે છે.

ઘણી વખત આપણે આહારમાં બેજવાબદારી દાખવીએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય અને કિડની માટે નુકશાનકારક છે. કિડનીને સ્વસ્થ રાખવા માટે આપણે આહારમાં સ્વસ્થ ખોરાક લેવો જોઈએ. અહીં અમે તમને એવા કેટલાક ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

રાશિ પરિવર્તન: સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર

સ્વસ્થ કિડની માટે કરો આ ચીજોનું સેવન

પાલક

લીલા પાંદડાવાળા આ શાકમાં વિટામિન એ, સી, કે, આયર્ન, મેગ્નેશિયમ અને ફોલેટ રહેલા છે. પાલકમાં જોવા મળતું બીટા-કેરોટીન આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પાલકને પોતાની આહાર પ્રણાલીમાં શામેલ કરવાથી કિડનીને સ્વસ્થ રાખી શકાય છે.

અનાનસ

અનાનસ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. એનાન્સનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે, જે કિડની સાથે સંકળાયેલી બીમારીઓ ઓછી કરવામાં મદદ કરે છે.

બનાસકાંઠામાં કોરોનાનો ફાટ્યો રાફડો! BSFના 20 જવાન એકસાથે સંક્રમિત

કેપ્સિકમ

કેપ્સિકમમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. સાથે જ તેમાં વિટામિન સી પણ જોવા મળે છે. ત્યારે કિડનીને સ્વસ્થ રાખવા માટે પોતાના ડાયટમાં તમારે કેપ્સિકમનો સમાવેશ કરવો જોઈએ.

કોબીજ

કેબીજ એ વિટામિન સી, ફોલેટ અને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં ઇંડોલ્સ, ગ્લુકોસિનોલેટ્સ અને થિયોસાઈનેટ્સ પણ જોવા મળે છે. કોબીજના સેવનથી કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

લસણ

લસણમાં સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ મોટી માત્રામાં જોવા મળે છે. જે લોકોને કિડની સંબંધિત બીમારીઓ હોય છે, તેમના માટે લસણ લાભદાયી નીવડે છે. લસણને પોતાના આહારમાં શામેલ કરવાથી કિડનીને સ્વસ્થ રાખી શકાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનું પાલન કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)
First published: