Diabetesના દર્દીઓએ જરૂરથી કરવું જોઈએ આ પૌષ્ટિક આહારનું સેવન, સુગર લેવલ નિયંત્રિત રહેશે

પ્રતીકાત્મક તસવીર

સુગર લેવલ (Sugar level) નિયંત્રિત રાખવા માટે ડાયટમાં ફળ, લીલા શાકભાજી (Fruits and Vegetables) અને સાબૂત અનાજ સામેલ કરી શકાય છે.

  • Share this:
નવી દિલ્હી: Food For Diabetic Patient: ડાયાબિટીસ એક એવી બીમારી (Diabetes disease) છે, જેના કારણે શરીર આંતરિક અને બાહ્ય રૂપે નબળું પડી જાય છે. આજના સમયમાં ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ડાયાબિટીસથી સંપૂર્ણ રીતે છૂટકારો મેળવી શકાતો નથી, પરંતુ તેને નિયંત્રિત કરી શકાય છે. શરીરમાં બ્લડ સુગર લેવલ (Blood Sugar Level) નિયંત્રિત રાખવું પડે છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાવા પીવાનું ધ્યાન રાખવું પડે છે. ડાયાબિટીસના દર્દીઓનું ભોજન અલગ પ્રકારનું હોય છે. ડાયટમાં બેદરકારી દાખવવાથી નુકસાન થઈ શકે છે. ડાયાબિટીસ થવા પાછળનું કારણ વધતી ઉંમર, આનુવંશિક, મેદસ્વીતા અને તણાવ (Stress) હોઈ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓને હાર્ટ અટેક અને હાર્ટ સ્ટ્રોક આવવાનું જોખમ હોય છે. ડાયાબિટીસના કારણે કિડનીની સમસ્યા અને પગ સુન્ન પડી શકે છે. સુગર લેવલ નિયંત્રિત રાખવા માટે ડાયટમાં ફળ, લીલા શાકભાજી અને સાબૂત અનાજ સામેલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓએ કેવા પ્રકારનું ભોજનનું સેવન કરવું જોઈએ, તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે.

લીલા શાકભાજી (Green Vegetables)

લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો, લંચમાં લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. લંચમાં પાલક, મેથી, બ્રોકલી, દૂધી, તૂરિયા, કારેલા જેવા શાકભાજી જરૂરથી ઉમેરવા જોઈએ. લીલા શાકભાજીમાં કેલરી અને ભરપૂર પોષકતત્વો રહેલા છે, જેથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે.

આ પણ વાંચો: અપૂરતી ઊંઘ, લાંબા સમય સુધી બેસી રહેવું સ્વાસ્થ્ય માટે જોખમી, જાણો આ કુટેવોથી થતું નુકસાન

માછલી (Fish)

જો તમને નૉનવેજ પસંદ છે, તો તમે લંચમાં ફેટી ફિશને સામેલ કરી શકો છો. આ ઉપરાંત તમે સાર્ડિન, હેરિંગ, સેલ્મન ફિશનું સેવન કરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓ માટે ફિશ ખૂબ જ ફાયદાકારક છે. ફિશમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ, ડીએચએ અને ઈપીએ રહેલા છે. ફિશનું સેવન કરવાથી સોજો ઓછો થાય છે. ફેટી ફિશનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે અને હ્રદય સ્વસ્થ રહે છે.

દહીં (Curd)

ડાયાબિટીસના દર્દીઓએ લંચમાં દહીંનું સેવન કરવું જોઈએ. સ્વાસ્થ્ય માટે દહીં ખૂબ જ લાભદાયી છે. દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને પોષકતત્વ રહેલા છે. દહીંનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

સાબૂત અનાજ અને દાળ (Whole grains and pulses)

સાબૂત અનાજ અને દાળમાં ભરપૂર માત્રામાં પોષકતત્વ, પ્રોટીન, પોટેશિયમ અને ફાઈબર રહેલા છે. ડાયાબિટીસના દર્દીઓએ લંચમાં દાળ અને સાબુત અનાજનું સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યૂઝ18 ગુજરાતી આ બાબતની પુષ્ટિ કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરવો.)
Published by:Vinod Zankhaliya
First published: