Home /News /lifestyle /Vada Pav: કચ્છના યુવકને સલામ..દુનિયાનો સૌથી મોટો વડાપાવ બનાવ્યો,  2.5 Kg  વજન છે

Vada Pav: કચ્છના યુવકને સલામ..દુનિયાનો સૌથી મોટો વડાપાવ બનાવ્યો,  2.5 Kg  વજન છે

કચ્છના ગુજરાતીને સલામ

Biggest vada pav: ભુજના એક યુવકે 2.65 કિલોગ્રામનો જમ્બો વડાપાવ બનાવીને બધાને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર હાલમાં આ વડાપાવ ખૂબ પોપ્યુલર થઇ રહ્યો છે.

Biggest vada pav: દાબેલી માટે ફેમસ કચ્છના લોકો વડાપાવ પણ તબિયતથી ખાતા હોય છે. વડાપાવ ખાવાની બહુ જ મજા આવે છે. બોમ્બે સ્ટાઇલ વડાપાવ સિવાય કચ્છ સ્ટાઇલના વડાપાવના પણ અનેક લોકો દિવાના છે. પરંતુ શું તમે ક્યારે પણ 2.5 કિલોગ્રામના વડાપાવ જોયો છે? સોશિયલ મીડિયા દરમિયાન કેટલાક યુવા ફૂડ બ્લોગ પણ બનાવતા હોય છે. આ સાથે ખાવા-પીવાની વાત સાથે અનેક લોકો જલદી જોડાઇ જતા હોય છે. મેગી, પિઝ્ઝા, આઇસ્ક્રીમ તેમજ વગેરે વસ્તુઓની ડિમાન્ડ ભારે રહેતી હોય છે.

આ પણ વાંચો:એક ચમચી આ ચટણી ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે

આમ, ઘણાં એવા ફ્યૂઝન ફૂડ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે. આ રેસમાં અનેક લોકોને રસ હોય છે. હાલમાં ભુજનો યુવક ખૂબ ફેમસ થઇ રહ્યો છે. ભુજના એક યુવકે 2.65 કિલોગ્રામનો વડાપાવ બનાવ્યો છે. સંદીપ બુદ્ધભટ્ટી અને એના પુત્ર દેવ બુદ્ધભટ્ટી જે છેલ્લા સાત વર્ષથી ભુજમાં વડાપાવવ અને પકોડાના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ ભાઇએ જમ્બો વડાપાવ બનાવીને દરેક લોકોને ચોંકાવી દીધા છે. આ સાથે જ કંઇક નવુ કરવાનો નિર્ણય કર્યો છે.



આ સાથે સોશિયલ મીડિયા દ્રારા બે સંસ્થાઓના સંપર્કમાં આવ્યા અને વિશ્વ રેકોર્ડ બનાવવાની કોશિશ કરી છે. એક પાવ અને એક વડા સાથે દવે બુદ્ધભટ્ટીએ સૌથી મોટો વડાપાવ બનાવવાની કોશિશ કરી, પરંતુ છ વાર અસફળ રહ્યા. આ સાથે જ સાતમા પ્રયાસમાં દેવે અડધો કલાકમાં 2.65 કિલોનો વડાપાવ બનાવીને તૈયાર કરી લીધો, જેમાં 1.25 કિલોગ્રામના વડા અને 650 ગ્રામનો પાવ છે.



દેવે 2.65 કિલોગ્રામનો વડાપાવ બનાવવા માટે ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને સોસાયટી પોઇન્ટ ફાઉન્ડેશન દ્રારા વિશ્વના સૌથી મોટા વડાપાવ બનાવવા માટે સમ્માનિત કર્યા છે. આમ, જંક ફૂડથી લઇને કોઇ પણ ફૂડની વાત કરવામાં આવે તો આના અનેક લોકો દિવાના હોય છે. ફૂડ્સના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.
First published:

Tags: Bjp gujarat, Kutch, Life Style News, Recipes