Home /News /lifestyle /લસણ-ડુંગળી વગર ટેસ્ટી ‘શાહી પનીર’ ઘરે બનાવો, નવરાત્રિ સ્પેશયલ રેસિપી નોંધી લો

લસણ-ડુંગળી વગર ટેસ્ટી ‘શાહી પનીર’ ઘરે બનાવો, નવરાત્રિ સ્પેશયલ રેસિપી નોંધી લો

પ્રતિકાત્મક તસવીર..

Without onion garlic dish for Navratri: નવરાત્રિમાં અનેક લોકો લસણ ડુંગળી ખાતા હોતા નથી. આ સમયે સૌથી મોટી સમસ્યા રસોઇ શું બનાવવી એ થાય છે. આમ, તમને પણ આવી મુંઝવણ થાય છે તો આ રીતે ઘરે બનાવો લસણ-ડુંગળી વગર શાહી પનીર..

Without onion garlic dish for Navratri: શું તમે જાણો છો લસણ-ડુંગળી વગર શાહી પનીરનું શાક ખાવાની મજા આવે છે? આ શાક ટેસ્ટી બને છે. શાહી પનીરનું શાક તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટી બને છે અને સાથે નવરાત્રિમાં તમે પણ ખાઇ પણ શકો છો. આ શાક ટેસ્ટમાં બહુ જ ટેસ્ટી બને છે. તમે એક વાર ઘરે આ રીતે શાહી પનીર બનાવશો તો વારંવાર બનાવવાની અને ખાવાની ઇચ્છા થશે. જાણો ઘરે કેવી રીતે બનાવશો લસણ-ડુંગળી વગરનું શાહી પનીર શાક.

સામગ્રી


500 ગ્રામ પનીર

બે મિડિયમ ટામેટા

આ પણ વાંચો:ઘરે મિનિટોમાં બનાવો પૌષ્ટિક્તાથી ભરપૂર આ સ્મૂધી

બે લીલા મરચા

એક ટુકડો આદુનો

બે ચમચી ઘી અથવા તેલ

અડધી ચમચી જીરું

એક નાની ચમચી ધાણાજીરું

એક નાની ચમચી મરચુ

25 થી 30 કાજૂ

એક નાની ચમચી ગરમ મસાલો

100 ગ્રામ મલાઇ તેમજ ક્રીમ

સ્વાદાનુંસાર મીઠું

કોથમીર

બનાવવાની રીત



  • લસણ-ડુંગળી વગર શાહી પનીર બનાવવા માટે સૌ પ્રથમ પનીરના કટકા કરી લો.

  • પછી આ પનીરને ઘીમાં ફ્રાય કરી લો.

  • આ પનીરના ટુકડા એક બાઉલમાં લઇ લો.


ગ્રેવી માટે આ પેસ્ટ બનાવો



  • ગ્રેવી માટે કાજુના ટુકડાને એક કલાક માટે પાણીમાં પલાળી રાખો.

  • નક્કી કરેલા સમય પછી મિક્સરમાં પેસ્ટ બનાવી લો,

  • કાજુની પેસ્ટને એક બાઉલમાં લઇ લો.


આ પણ વાંચો:વિડીયોમાં જોઇને આ રીતે ઘરે બનાવો તવા ઇડલી

  • પછી મિક્સર બાઉલમાં ટામેટા, આદુ અને લીલા મરચા નાખીને પેસ્ટ તૈયાર કરી લો.

  • આ પેસ્ટને એક બાઉલમાં લઇ લો.


આ રીતે શાક બનાવો





    • એક કઢાઇ લો અને એમાં તેલ મુકીને ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું નાખો.

    • પછી ધાણાજીરું અને હળદર નાખીને મિક્સ કરી લો.

    • ટામેટાની પેસ્ટ, કાજુની પેસ્ટ અને મલાઇ નાખીને સારી રીતે મિક્સ કરી લો.

    • ગેસની ફ્લેમ લો રાખવાની છે.

    • હવે આ શાકમાં બીજા મસાલા કરીને મિક્સ કરી દો.

    • તેલ થોડુ છૂટ્ટુ પડવા લાગે એટલે એમાં પનીરના ટુકડા નાખો.






  • પછી 5 મિનિટ રહીને ગેસ બંધ કરી દો.

  • તો તૈયાર છે શાહી પનીર.

  • આ શાકમાં ઉપરથી કોથમીર નાખો અને ખાવાની મજા માણો.

First published:

Tags: Farali recipe, Life Style News, Recipes

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો