Home /News /lifestyle /Aloo paratha recipe: લસણ-ડુંગળી વગર આ રીતે ઘરે બનાવો ટેસ્ટી આલુ પરાઠા, સ્વાદમાં મસ્ત બનશે, નોંધી લો રેસિપી

Aloo paratha recipe: લસણ-ડુંગળી વગર આ રીતે ઘરે બનાવો ટેસ્ટી આલુ પરાઠા, સ્વાદમાં મસ્ત બનશે, નોંધી લો રેસિપી

Aloo paratha recipe: આલુ પરાઠા એક એવી રેસિપી છે જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો અને સાથે ખાવાની પણ મજા આવે છે. આમ, વાત કરવામાં આવે તો મોટાભાગનાં લોકો આલુ પરાઠામાં ડુંગળી લસણનો ઉપયોગ કરતા હોય છે.  

Aloo paratha recipe: આલુ પરાઠા એક એવી રેસિપી છે જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો અને સાથે ખાવાની પણ મજા આવે છે. આમ, વાત કરવામાં આવે તો મોટાભાગનાં લોકો આલુ પરાઠામાં ડુંગળી લસણનો ઉપયોગ કરતા હોય છે.  

Aloo paratha recipe: આલુ પરાઠાનું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય છે. નાના બાળકોથી લઇને એમ મોટા..દરેક લોકોને આલુ પરાઠા ખાવાની મજા આવતી હોય છે. આમ વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો આલુ પરાઠા લસણ-ડુંગળી નાખીને બનાવતા હોય છે. આમ, તમે લસણ-ડુંગળી વગર આ રીતે આલુ પરાઠા બનાવો છો તો ટેસ્ટી બને છે અને સાથે ખાવાની મજા આવે છે. તો નોંધી લો અને આ રેસિપી અને તમે પણ ઘરે બનાવો ટેસ્ટી-ટેસ્ટી આલુ પરાઠા..

સામગ્રી


બે બાઉલ લોટ

½ કિલો બટાકા

5 થી 6 લીલા મરચા

આ પણ વાંચો:ઇફ્તારમાં બનાવો સિંગદાણાની ચટણી

એક ચમચી લાલ મરચુ

એક ચમચી ધાણાજીરું

અડધી ચમચી જીરું

અડધી ચમચી ગરમ મસાલો

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • સ્વાદથી ભરપૂર આલુ પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ કુકરમાં બટાકાને બાફી લો.

  • પછી બટાકાની છાલ કાઢી લો અને એને એક પ્લેટમાં લઇ લો.

  • આ બટાકાને સારી રીતે મેશ કરી લો.


આ પણ વાંચો:રાજસ્થાની ગટ્ટાનું શાક ઘરે બનાવવા નોંધી લો આ રીત



    • મેશ કરેલા બટાકામાં લીલા મરચા અને કોથમીર નાખો.

    • આ બટાકામાં લાલ મરચુ, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો નાખીને મિક્સ કરો.

    • એક થાળ લો અને એમાં ઘઉંનો લોટ લો.

    • આ ઘઉંના લોટમાં મીઠું નાખો અને થોડુ-થોડુ પાણી નાખીને લોટ બાંધતા જાવો.

    • આ લોટને 10 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.

    • આ લોટમાંથી ગુલ્લા કરો અને એમાંથી પરાઠા વણો.

    • થોડુ નાના પરાઠા વણીને એમાં વચ્ચે બટાકાનું સ્ટફિંગ ભરી લો.

    • પછી ફોલ્ડ કરીને વણી લો.

    • એક તવી લો અને એને ગરમ કરવા માટે મુકો.

    • તવી ગરમ થઇ જાય એટલે વણેલું પરાઠા લો અને એને તવી પર મુકો.

    • ચારે બાજુ થોડુ તેલ નાખો અને થવા દો.

    • આછા બ્રાઉન રંગના થાય એટલે એક પ્લેટમાં લઇ લો.






  • તો તૈયાર છે ડુંગળી લસણ વગરના સ્પાઇસી આલુ પરાઠા.

  • આ આલુ પરાઠા તમે દહીં તેમજ સોસ સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે.

  • આ આલુ પરાઠા તમે બહારગામ જાવો છો અને સાથે લઇ જાવો છો તો પણ ગાડીમાં ટ્રાવેલ કરતી વખતે ખાવાની મજા આવે છે.

First published:

Tags: Life Style News, Potato Recipes, Recipes, Tasty Recipe