Home /News /lifestyle /

કોરોનાકાળમાં આ વસ્તુઓનું સેવન પડી શકે છે ભારે, તમારી ઇમ્યુનિટીને કરી દેશે નબળી

કોરોનાકાળમાં આ વસ્તુઓનું સેવન પડી શકે છે ભારે, તમારી ઇમ્યુનિટીને કરી દેશે નબળી

પ્રતીકાત્મક તસવીર

healthy lifestyle: ઠંડીમાં અમુક વસ્તુઓ ખાવાનું ખૂબ મન થાય છે અને તેની સીધી અસર તમારી રોગપ્રતિકારક શક્તિ પર પડે છે

વૈશ્વિક મહામારી કોરોના (Covid-19) સતત અજગર ભરડો લઇ રહી છે. તેવામાં સંક્રમણથી બચવા માટે સ્વાસ્થ્ય (Health)નું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કોરોના વાયરસ કે પછી અન્ય સંક્રામક બીમારીઓથી બચવાનો એકમાત્ર ઉપાય છે સારી ઇમ્યૂનિટી (Immunity). જીહાં, જેટલી તમારી ઇમ્યૂનિટી સારી હશે તેટલી જ અસરકારક રીતે તમારું શરીર વિવિધ બીમારીઓ સામે સુરક્ષિત રહી શકશે. જે રીતે ઇમ્યુનિટીને વધારવા (Immunity Boosting) માટે હેલ્થી ખોરાક લેવો જરૂરી છે તે જ રીતે અમુક વસ્તુઓનું સેવન ન કરવું પણ જરૂરી છે. ઠંડીમાં અમુક વસ્તુઓ ખાવાનું ખૂબ મન થાય છે અને તેની સીધી અસર તમારી રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. તો ચાલો જાણીએ કઇ વસ્તુઓનું સેવન તમારી ઇમ્યૂનિટી પર અસર કરી શકે છે.

તળેલો અને મસાલેદાર ખોરાક

ગુલાબી ઠંડીના માહોલમાં તળેલી અને ચટપટી વાનગીઓ ખાવાનું મન થવું સ્વાભાવિક છે. પરંતુ આ આપને જણાવી દઇએ કે આવો ખોરાક તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી કરી શકે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી મસાલાથી ભરપૂર અને તળેલી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ.

ફાસ્ટ ફૂડ

ફાસ્ટ ફૂડમાં કોલેસ્ટ્રોલ અને ચરબીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તે માત્ર તમારી રોગપ્રતિકારક શક્તિ માટે જ નહીં, પરંતુ તમારા હૃદય, પેટ, યકૃત, કિડનીના સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. તેથી તેનાથી પણ દૂર રહો. વધારે પડતું ફાસ્ટ ફૂડ ખાવાથી તમે વૃદ્ધ પણ લાગશો.

આ પણ વાંચો- Apple Peels: સફરજનની છાલ પણ છે ફાયદાકારક, ફેંકવાને બદલે આ રીતે કરો તેનો ઉપયોગ

ખાંડમાં બનેલો ખોરાક

શિયાળામાં મીઠાઇ ખાવાનું મન સૌથી વધુ થાય છે. તે જ કારણ છે કે શિયાળામાં લોકોનું વજન ખૂબ ઝડપથી વધે છે. ખાંડવાળી વાનગીઓ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે. તમે ખાંડની જગ્યાએ ગોળ ખાઇ શકો છો અથવા તો ખજૂર પણ ખાઇ શકો છો.

આ પણ વાંચો- શું છે Community Spread, શું અસર પડે છે તેની, કેવી રીતે બદલાય છે રણનીતિઓ, સરળ ભાષામાં સમજો

બ્રેડનું સેવન

જો તમે રોજ સવારે બ્રેકફાસ્ટમાં કોઇને કોઇ રૂપમાં વ્હાઇટ બ્રેડ ખાઇ રહ્યા છો તો તેને તરત જ બંધ કરી દો. કારણ કે તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિને નુકસાન થઈ શકે છે. તેને ખાવાથી બ્લડ શુગર અને ઇન્સ્યુલિન લેવલ વધે છે. એટલું જ નહીં, તે સીઆરપી જેવા દાહક પ્રોટીન પણ ઉત્પન્ન કરે છે. આ કારણે ઈમ્યુનિટી નબળી પડી જાય છે.

આર્ટિફિશ્યલ સ્વીટનર

કેટલાક આર્ટિફિશ્યલ સ્વીટનર્સના કારણે આંતરડાના બેક્ટેરિયાની રચનામાં ફેરફાર થાય છે, જેના કારણે પેટમાં તકલીફ થાય છે અને ખોરાક પચતો નથી. આ કારણે ઈમ્યુનિટી નબળી પડી જાય છે.
First published:

Tags: Diet food, Health care, કોરોના વાયરસ, સ્વાસ્થ્ય

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन