Home /News /lifestyle /

Male fertility : આ વસ્તુઓ ખાવાથી પિતા બનવાની ક્ષમતા ગુમાવી બેસશો, પુરુષોએ ન ખાવી જોઈએ આટલી વસ્તુઓ

Male fertility : આ વસ્તુઓ ખાવાથી પિતા બનવાની ક્ષમતા ગુમાવી બેસશો, પુરુષોએ ન ખાવી જોઈએ આટલી વસ્તુઓ

લંચમાં પણ ન ખાઓ આ 5 વસ્તુઓ, વધી શકે છે પેટની સમસ્યા

Men Fertility: પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તા કેમ ઘટી રહી છે? શું આ ખરેખર મોટી સમસ્યા છે? શુક્રાણુઓની સંખ્યા ઓછી થવા માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જવાબદાર છે? આજે અમે તમને આ તમામ બાબતોના જવાબો આપવાના છીએ.

    છેલ્લા કેટલાક વર્ષોમાં પુરૂષોના શુક્રાણુઓની સંખ્યા સતત ઘટી રહી છે. આ પાછળના કારણો તમને આશ્ચર્યચકિત કરી શકે છે. સામાન્ય રીતે પુરૂષો સ્પર્મ હેલ્થ પર વધુ ધ્યાન આપતા નથી. મોટાભાગના પુરૂષોને ખ્યાલ નથી હોતો કે આહાર અને જીવનશૈલીને કારણે પણ શુક્રાણુ ઓછા થઇ જાય છે.

    પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તા કેમ ઘટી રહી છે? શું આ ખરેખર મોટી સમસ્યા છે? શુક્રાણુઓની સંખ્યા ઓછી થવા માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જવાબદાર છે? આજે અમે તમને આ તમામ બાબતોના જવાબો આપવાના છીએ.

    આ પણ વાંચો: દારૂ સાથે બાઈટિંગ તરીકે મગફળી કે કાજુ લેતા હોવ તો ચેતી જજો, નહિતર...

    શુક્રાણુઓની સંખ્યા ઓછી થવી એ ખરેખર સમસ્યા છે?

    શુક્રાણુઓની સંખ્યા ઓછી થવી એ ખરેખર એક મોટી સમસ્યા છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 38 વર્ષમાં પુરૂષોના સ્પર્મ કાઉન્ટમાં 59 ટકાનો ઘટાડો થયો છે. શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાને કારણે મોટાભાગના યુગલોને સંતાન મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે..

    શુક્રાણુઓની સંખ્યા કેમ ઘટી રહી છે? શું તે આપણા આહારને કારણે છે?

    પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી થવા પાછળનું કારણ શું છે તે શોધવું ખૂબ જ મુશ્કેલ છે. કેટલાક લોકો માને છે કે તેમના ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાથી પણ આમ થાય છે. વળી, કેટલાક નિષ્ણાતો ખિસ્સામાં રાખેલ ફોનમાંથી નીકળતી ગરમી સ્પર્મ પર ખરાબ અસર કરતી હોવાનું માને છે. સ્થૂળતા પણ તેના પાછળનું કારણ ગણવામાં આવે છે.

    હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સ્પર્મ કાઉન્ટ ઓછા થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આપણે ખોરાકમાં શું ખાઈએ છીએ તે ખૂબ મહત્વનું છે અને તેના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક અભ્યાસો અનુસાર, કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી સ્પર્મ પર ખરાબ અસર પડે છે. પરંતુ કેટલીક વસ્તુઓ સ્પર્મ કાઉન્ટને પણ વધારે છે.

    શુક્રાણુઓના સ્વાસ્થ્ય પર આ વસ્તુઓની પડે છે ખરાબ અસર

    પ્રોસેસ્ડ મીટ- ઘણા અભ્યાસોમાં જણાવવામાં આવ્યું છે કે પ્રોસેસ્ડ મીટના સેવનથી ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. પ્રોસેસ્ડ મીટમાં હોટ ડોગ્સ, સલામી, બીફ, બેકન વગેરેનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ ખાવામાં ખૂબ જ સારી લાગે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. ઘણા અભ્યાસોમાં ફલિત થયું છે કે પ્રોસેસ્ડ રેડ મીટ ખાવાથી શુક્રાણુઓની સંખ્યા ઘટે છે અને સાથે જ શુક્રાણુઓની ગતિ પણ ઓછી થાય છે.

    ટ્રાન્સ ફેટ- હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે ટ્રાન્સ ફેટ હૃદય રોગનું જોખમ વધારે છે. વર્ષ 2011માં કરવામાં આવેલા એક સ્પેનિશ અભ્યાસમાં સામે આવ્યું હતું કે શરીરમાં ટ્રાન્સ ફેટની વધુ માત્રાને કારણે શુક્રાણુઓની સંખ્યા ઘટવા લાગે છે.

    સોયા ઉત્પાદનો- સોયા ઉત્પાદનોમાં ફાયટોસ્ટ્રોજેન્સ- એસ્ટ્રોજન જેવા તત્વો હોય છે જે છોડમાંથી આવે છે. બૉસ્ટનમાં ફર્ટિલિટી ક્લિનિકમાં 99 પુરુષો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે વધુ માત્રામાં સોયા પ્રોડક્ટ્સનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થાય છે.

    હાઈ ફેટ ડેરી પ્રોડક્ટ્સ- દૂધ તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે પરંતુ તમે તેમાં શુક્રાણુને ફાયદો થતો નથી. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ ચરબીવાળા ડેરી ઉત્પાદનોના વપરાશને કારણે પુરુષોમાં શુક્રાણુઓની ગતિમાં ઘટાડો અને શુક્રાણુના આકારમાં અસમાનતા જોવા મળે છે

    આ 3 વસ્તુઓનું સેવન પુરુષોમાં શુક્રાણુના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે

    માછલી - માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ વધુ માત્રામાં જોવા મળે છે. તમે લાલ અથવા પ્રોસેસ્ડ મીટને બદલે માછલીનું સેવન કરી શકો છો.

    ફળો અને શાકભાજી - ફર્ટિલિટી ક્લિનિકમાં 250 લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ફળો, શાકભાજી અને ખાસ કરીને લીલા શાકભાજી અને કઠોળ ખાનાર લોકોમાં શુક્રાણુઓની ગુણવત્તા એકદમ યોગ્ય જોવા મળી હતી.

    ઉપરાંત, આવી વસ્તુઓનું સેવન ન કરનારા લોકોની સરખામણીમાં આ લોકોમાં શુક્રાણુઓની ગતિશીલતામાં વધારો જોવા મળ્યો હતો. છોડમાંથી મળતી દરેક વસ્તુમાં કો-એન્ઝાઇમ Q10, વિટામિન સી અને લાઇકોપીન જેવા એન્ટી-ઓક્સિડન્ટ્સમાં જોવા મળે છે. શુક્રાણુઓની સંખ્યા વધારવા માટે આ સૂક્ષ્મ પોષકતત્વો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

    અખરોટ - વર્ષ 2012માં કરવામાં આવેલા એક અભ્યાસમાં 21 થી 35 વર્ષની વયના 117 પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બધા પુરુષોને 12 અઠવાડિયા સુધી દરરોજ લગભગ 18 અખરોટ ખાવાની સલાહ આપવામાં આવી હતી. બાદમાં સંશોધકોએ અભ્યાસ પહેલા અને પછી આ પુરુષોના શુક્રાણુના પરિમાણોનું વિશ્લેષણ કર્યું હતું.

    જેમાં અખરોટ ખાવાથી પુરુષોના વીર્યમાં સુધારો જોવા મળ્યો હતો. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. ઓમેગા 3 ફેટી એસિડથી ટેસ્ટિકલ્સમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેના કારણે વીર્યની માત્રા અને ઉત્પાદન બંને વધે છે.

    આ પણ વાંચો: High Blood Pressure : હાઈ બ્લડપ્રેશરના કારણે આંખોને થઈ શકે છે નુકસાન

    શુક્રાણુઓની તંદુરસ્તી સુધારવા આવું પણ કરો

    ઓર્ગેનિક શાકભાજી ખાઓ અને જમતા પહેલા તેને સારી રીતે ધોઈ લો. પ્રોસેસ્ડ મીટને બદલે માછલી ખાઓ. તળેલું અને જંક ફૂડનો વપરાશ ઓછો કરો. સિગારેટ ન પીવી. જો તમારું વજન વધારે હોય તો તેને ઓછું કરો.
    Published by:Rahul Vegda
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन