Home /News /lifestyle /સાદી નહીં, સ્પાઇસી તવા ઇડલી ઘરે બનાવો, VIDEO જોતાની સાથે જ બનાવવાની ઇચ્છા થઇ જશે

સાદી નહીં, સ્પાઇસી તવા ઇડલી ઘરે બનાવો, VIDEO જોતાની સાથે જ બનાવવાની ઇચ્છા થઇ જશે

સાઉથ ઇન્ડિયન રેસિપી ખાવાની મજા આવે છે.

Tawa idli recipe: ઇડલી ખાવાના શોખીન અનેક લોકો હોય છે. આમ વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો ઇડલી સંભાર સાથે ખાતા હોય છે. પરંતુ આજે અમે તમને એક મસ્ત રેસિપી જણાવીશું. તો તમે પણ ઘરે બનાવો તવા ઇડલી.

Tawa idli recipe: સાઉથ ઇન્ડિયન ડિશમાં લોકો મસાલા ઢોસા, ઉત્તપમની સાથે-સાથે ઇડલી ખાતા હોય છે. ઇડલી એક એવી ડિશ છે જે ખાવાની બહુ મજા આવતી હોય છે. આમ વાત કરવામાં આવે તો દરેક લોકોના ઘરમાં ઇડલી બનતી હોય છે, પરંતુ આજે અમે તમને જણાવી દઇએ કે તવા ઇડલી કેવી રીતે બનાવશો. આ તવા ઇડલીની રેસિપી શેફ રણવીર બરારે ઇડલીની એક મસ્ત રેસિપી શેર કરી છે. તો જુઓ આ વિડીયો અને ઘરે બનાવો તવા ઇડલી.

સામગ્રી


3 મોટી ચમચી માખણ

એક કટ કરેલી ડુંગળી

આ પણ વાંચો:સાબુદાણાના બોલ્સ બનાવો અને ખાવાની મજા માણો

એક નાની ચમચી આદુ-લસણની પેસ્ટ

એક મોટી ચમચી લાલ મરચુ અને લસણની પેસ્ટ

એક કટ કરેલુ ટામેટુ

એક કાપેલુ શિમલા મરચા

એક લીલુ મરચુ

અડધી ચમચી લાલ મરચુ

એક નાની ચમચી પાવભાજી

જરૂર મુજબ પાણી

5 થી 6 ઇડલી

એક મોટી ચમચી માખણ

અડધી ચમચી લીંબુનો રસ

ઝીણી સમારેલી કોથમીર

બનાવવાની રીત



  • તવા ઇડલી બનાવવા માટે સૌ પ્રથમ ડુંગળી, ટામેટા, શિમલા મરચાને ઝીણાં સમારી લો.

  • પછી એક પેન લો અને એને ગરમ કરવા માટે મુકો.

  • આ પેનમાં માખણ નાખો.


આ પણ વાંચો:રાગીના ઉત્તપમ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે



    • માખણ પીગળી જાય એટલે ડુંગળી નાખીને સાંતળી લો.

    • હવે આદુ, લસણની પેસ્ટ અને રેડ ચિલી તેમજ લસણની ચટણી નાખીને અડધી મિનિટ માટે થવા દો.

    • આમાં કટ કરેલુ ટામેટુ નાખો અને સોફ્ટ થવા દો.

    • શિમલા મરચા, લીલા મરચા, લાલ મરચુ, પાવ ભાજીનો મસાલો નાખીને એક મિનિટ માટે થવા દો.

    • પાણી અને મીઠું નાખો.

    • ઇડલીના નાના-નાના ચાર કટકા કરી લો.

    • આ ઇડલીને મિશ્રણમાં નાખો અને મિક્સ કરી લો.












View this post on Instagram






A post shared by Ranveer Brar (@ranveer.brar)






  • ઢાંકીને 5 થી 6 મિનિટ માટે થવા દો.

  • છેલ્લે લીંબુનો રસ, માખણ અને ઝીણી સમારેલી કોથમીર નાખો.

  • ગેસ બંધ કરી દો.

  • તો તૈયાર છે સ્પાઇસી તવા ઇડલી.

First published:

Tags: Recipes, South India, Spicy recipe