Home /News /lifestyle /સોજીના અપ્પમ બનાવવાની સિક્રેટ રેસિપી, આ મસાલા કરીને ટેસ્ટી બનાવો તમે પણ

સોજીના અપ્પમ બનાવવાની સિક્રેટ રેસિપી, આ મસાલા કરીને ટેસ્ટી બનાવો તમે પણ

અપ્પમ ખાવામાં હેલ્ધી હોય છે.

Suji appam recipe: સોજીના અપ્પમ ખાવાની બહુ જ મજા આવે છે. સોજીના અપ્પમ તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે. આ અપ્પમ બાળકો માટે હેલ્ધી સાબિત થાય છે. તો તમે પણ મોડુ કર્યા વગર નોંધી લો આ રેસિપી.

Suji appam recipe: અનેક લોકો સાઉથ ઇન્ડિયન ફૂડના ખાવાના શોખીન હોય છે. ખાસ કરીને સાઉથ ઇન્ડિયન ફૂડ એક એવું છે જે નાના બાળકોથી લઇને મોટા..એમ દરેક લોકોને ખાવાની મજા આવતી હોય છે. તો આજે અમે તમને એક રેસિપી જણાવીશું જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો અને સાથે બાળકોને નાસ્તામાં આપી શકો છો. તો આજે અમે તમને સોજીના અપ્પમ બનાવતા શીખાડીશું. સોજીના અપ્પમ ખાવાની બહુ જ મજા આવે છે. સોજીના અપ્પમ તમે બાળકોને નાસ્તામાં આપો છો તો પેટ ભરીને ખાવા લાગશે. તો નોંધી લો આ રેસિપી અને ઘરે બનાવો સોજીના અપ્પમ.

સામગ્રી


500 ગ્રામ સોજી

250 ગ્રામ દહીં

એક ચમચી આદુની પેસ્ટ

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો લીંબુ પાણીનો પાવડર

એક ચમચી લસણની પેસ્ટ

3 થી 4 લીલા મરચા

એક ઝીણી સમારેલી ડુંગળી

એક ચમચી રાઇ

અડધી ચમચી હળદર

એક શિમલા મરચા

બે ગાજર

એક ટામેટુ

એક ચમચી તલ

અડઘી ચમચી ગરમ મસાલો

ઝીણી સમારેલી કોથમીર

બે ચમચી તેલ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • સોજીના અપ્પમ બનાવવા માટે સૌ પ્રથમ સોજીને સાફ કરીને એક બાઉલમાં લઇ લો.

  • હવે બાઉલમાં દહીં નાખો અને સોજીની સાથે મિક્સ કરી લો.


આ પણ વાંચો:ગરમીમાં શરીરમાં એનર્જી રાખવા રોજ ખાઓ આ સલાડ



    • આ મિશ્રણ બે કપ પાણી નાખો અને સારી રીતે ફેટી લો.

    • હવે એક ઘટ્ટ ખીરુ તૈયાર કરી લો.

    • આ ખીરુ 15 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.

    • આ ખીરામાં 15 મિનિટ પછી ગાજર, ટામેટા, શિમલા મરચા, લીલા મરચા ઝીણાં સમારીને નાંખો.

    • એક કડાઇ લો અને એમાં બે ચમચી તેલ નાખીને મિડીયમ ગેસ પર ગરમ કરી લો.

    • આ તેલમાં રાઇ અને જીરું નાંખીને મિક્સ કરી લો.

    • પછી ઝીણા સમારેલા લીલા મરચા, આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ નાખીને સાંતળી લો.

    • હવે ઝીણી સમારેલી ડુંગળી નાંખો.

    • પછી શિમલા મરચા એડ કરો.

    • ટામેટાની સાથે બધી જ સામગ્રીઓને નાખો.

    • આ બધા જ શાકભાજીને 2 મિનિટ માટે થવા દો.

    • આમાં હળદર, ગરમ મસાલો અને મીઠું નાખીને મિક્સ કરી લો.

    • પછી ગેસ બંધ કરી દો.






  • આ મિશ્રણને ઠંડુ કરવા માટે એક પ્લેટમાં લઇ લો.

  • હવે અપ્પમ બનાવવા માટે પોટ લો અને એમાં આ ખીરું એડ કરો.

  • 5 થી 7 મિનિટ થવા દો અને પછી ગેસ બંધ કરી દો.

  • તો ટેસ્ટી સોજીના અપ્પમ બનીને તૈયાર છે.

First published:

Tags: Recipes, South indian