Home /News /lifestyle /રવિવારે ફટાફટ બનતી રેસિપી: ઘરે બનાવો તંદૂરી પનીર રોલ, 10 મિનીટમાં બની જશે અને ખાવાની મજા આવશે

રવિવારે ફટાફટ બનતી રેસિપી: ઘરે બનાવો તંદૂરી પનીર રોલ, 10 મિનીટમાં બની જશે અને ખાવાની મજા આવશે

આ રેસિપી ફટાફટ ઘરે બની જાય છે.

Tandoori paneer roll recipe: રવિવારને ધ્યાનમાં રાખીને અમે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ. આ રેસિપી તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તો તમે પણ ઘરે બનાવો તંદુરી પનીર રોલ અને ખાવાની મજા માણો.

Tandoori paneer roll recipe: આજે રવિવાર..ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક લોકોને રજાના દિવસે એવી રેસિપી બનાવવી હોય જે ફટાફટ બની જાય અને સાથે ખાવાની પણ મજા આવે. રવિવારના રોજ રસોડામાંથી અનેક લોકો જલદી બહાર આવવા ઇચ્છતા હોય છે. આમ, તમે પણ આવું વિચારો છો તો આ રેસિપી તમારા માટે પરફેક્ટ છે. તો તમે પણ ઘરે બનાવો તંદૂરી પનીર રોલ અને ખાવાની મજા માણો. આ એક રેસિપી તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે બનાવી શકો છો. તો નોંઘી લો આ રેસિપી અને ઘરે બનાવો તંદૂરી પનીર રોલ..

સામગ્રી


એક કપ પનીરના ટુકડા

¼ ડુંગળી

આ પણ વાંચો:સાબુદાણા ચીલ્લા ઘરે બનાવો અને ઉપવાસમાં ખાઓ

¼ કપ ટામેટા

¼ કપ કટ કરેલા શિમલા મરચા

એક ચમચી આદુ લસણની પેસ્ટ

એક કપ દહીં

એક ચમચી લાલ મરચુ

બે ચમચી તંદૂરી મસાલો

4 થી 5 મેંદાની રોટલી

જરૂર મુજબ તેલ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • તંદૂરી પનીર રોલ બનાવવા માટે સૌ પ્રથમ પનીરના નાના-નાના ટુકડા કરી લો.

  • પછી ટામેટા, ડુંગળી અને શિમલા મરચા કટ કરી લો.


આ પણ વાંચો:બાળકો માટે ફટાફટ ઘરે બનાવો સોજીના અપ્પમ



    • એક વાસણમાં દહીં લો અને સારી રીતે ફેંટી લો.

    • આ દહીંમાં હળદર, લાલ મરચુ, તંદૂરી મસાલો નાંખીને બરાબર મિક્સ કરી લો.

    • પછી પનીરના ટુકડા, ટામેટા, ડુંગળી અને શિમલા મરચાના ટુકડાને દહીંમાં નાખીને મિક્સ કરી લો.

    • હવે આ મિશ્રણને 30 મિનિટ માટે ઢાંકીને મુકી દો.

    • નોનસ્ટિક પેન લો અને મિડીયમ ગેસે ગરમ કરવા માટે મુકો.

    • તવી ગરમ થઇ જાય પછી તેલ નાખો અને ફેલાવી દો.

    • આદુ લસણની પેસ્ટ નાખીને ફ્રાય કરી લો.

    • પનીર અને દહીંનું મિશ્રણ તવી પર નાખો અને 4 થી 5 મિનિટ માટે થવા દો.

    • જ્યારે પનીર આછા બ્રાઉન રંગનુ થઇ જાય અને ટામેટા, ડુંગળી, શિમલા મરચા નરમ થઇ જાય એટલે ગેસ બંદ કરી દો.

    • આ મિશ્રણને એક બાઉલમાં ભરી લો.

    • તમારી પાસે તંદૂર છે તો તમે ગ્રિલમાં કરી શકો છો.

    • હવે મેંદાની રોટલી લો.

    • મેંદાની રોટલીને બનાવો અને તવી પર મુકો.






  • પછી આ રોટલીમાં પનીરનું મિશ્રણ મુકી દો સાઇડમાંથી રોલ કરીને પેક કરી લો.

  • આ રીતે બધી રોટલીઓ તૈયાર કરીને પનીરનું સ્ટફિંગ ભરીને રોલ તૈયાર કરી લો.

  • તો તૈયાર છે તંદૂરી પનીર રોલ.

First published:

Tags: Life Style News, Recipes

विज्ञापन