Home /News /lifestyle /South Indian foods: ઘરે બનાવો ‘રસમ’, બહારના લોકો ટેસ્ટી બનાવવા નાંખે છે આ 'પેસ્ટ'

South Indian foods: ઘરે બનાવો ‘રસમ’, બહારના લોકો ટેસ્ટી બનાવવા નાંખે છે આ 'પેસ્ટ'

રસમ અને ભાત ખાવાની મજા આવે છે.

Rasam recipe: રસમ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. રસમને ખાસ કરીને ભાત સાથે ખાવામાં આવે છે. રસમ અને ભાત ખાવાની મજા તમે ક્યારે માણી નથી તો આ રીતે ઘરે બનાવો તમે અને ખાવાની મજા માણો.

  • News18 Gujarati
  • Last Updated :
  • South Thrikkaripur, India
How to make Rasam: સાઉથ ઇન્ડિયન ફૂડ દરેક લોકોને ખૂબ પસંદ પડે છે. અનેક લોકો ઇડલી, ઢોસા, સંભાર ઘરે બનાવતા હોય છે. જ્યારે આજે અમે તમને એક સ્વાદિષ્ટ રેસિપી વિશે જણાવીશું જે છે રસમ. રસમ એક સાઉથ ઇન્ડિયન ફૂડ છે. રસમ એક મસાલેદાર સૂપ જેવો હોય છે, જેને બનાવવામાં દાળનો ઉપયોગ કરવામાં આવતો નથી. આમ વાત કરવામાં આવે તો રસમ અનેક રીતે બનાવવામાં આવે છે. આ એક મસાલા કરી છે જે સામાન્ય રીતે ભાતની સાથે સર્વ કરવામાં આવે છે. તો તમે પણ આ રીતે બનાવો રસમ.

સામગ્રી


એક ટામેટુ

એક ચમચી રાઇ

આ પણ વાંચો:આ સલાડ ગરમીમાં ખાઓ અને હેલ્ધી રહો

10 થી 15 મીઠા લીમડાના પાન

એક લીલુ મરચુ

ઝીણી સમારેલી કોથમીર

¼ હળદર

ચપટી હિંગ

2 સુકા લાલ મરચા

બે ચમચી તેલ

3 કપ પાણી

સ્વાદાનુંસાર મીઠું

મસાલા પેસ્ટ માટે

એક ચમચી જીરું

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો રાજસ્થાની દહીં લસણની ચટણી

3 લસણની કળી

એક ચમચી કાળા મરીનો પાવડર

બે ચમચી આખા ધાણા

બનાવવાની રીત





    • સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ રસમ બનાવવા માટે સૌ પ્રથમ લીલા મરચાને વચ્ચેથી કટ કરી લો અને પછી ટામેટા અને કોથમીરને ઝીણી સમારી લો.

    • હવે મિક્સર જારમાં એક ચમચી જીરું, લસણની કળી, આખા ધાણા અને કાળા મરીનો પાવડર નાખીને મિક્સ કરી લો.

    • આ પેસ્ટને એક બાઉલમાં લઇ લો.

    • હવે એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે રાઇ, સુકા લાલ મરચા, હિંગ અને મીઠા લીમડાના પાન નાંખીને શેકી લો.

    • પછી આમાં તૈયાર કરેલી પેસ્ટ મિક્સ કરો અને એક મિનિટ માટે ફ્રાય કરી લો.

    • પછી કડાઇમાં ટામેટા, હળદર, મરચા અને સ્વાદાનુંસાર મીઠું નાખીને મિક્સ કરી લો.

    • આ મિશ્રણને ત્યાં સુધી થવા દો જ્યાં સુધી એકરસ બધુ થઇ જાય.

    • ટામેટા સોફ્ટ થઇ જાય એટલે આમલીનો પલ્પ અને 3 કપ પાણી નાખીને બરાબર મિક્સ કરી લો.

    • કડાઇને ઢાંકીને 10 મિનિટ માટે થવા દો.

    • વચ્ચે-વચ્ચે હલાવતા રહો.






  • જ્યારે રસમ બરાબર ઉકળી જાય એટલે એમાં ઝીણી સમારેલી કોથમીર નાખો.

  • તો ટેસ્ટી રસમ બનીને તૈયાર છે.

First published:

Tags: Healthy Foods, Life Style News, Recipes, South indian