Home /News /lifestyle /સોજીમાંથી ફટાફટ ઘરે બનાવો આ સ્પાઇસી અને હેલ્ધી ડિશ, વિડીયો જોઇને જ મોંમા પાણી આવી જશે

સોજીમાંથી ફટાફટ ઘરે બનાવો આ સ્પાઇસી અને હેલ્ધી ડિશ, વિડીયો જોઇને જ મોંમા પાણી આવી જશે

સોજીમાંથી અનેક વાનગીઓ બને છે.

Sooji corn balls recipe: સોજી સ્નેક્સ માટે એક બેસ્ટ ઓપ્શન છે. સોજીમાંથી તમે અલગ-અલગ પ્રકારની અનેક રેસિપી બનાવી શકો છો. પરંતુ શું તમે ક્યારે પણ નાસ્તામાં સોજી કોર્ન બોલ્સ બનાવ્યા છે? તો જોઇ લો આ વિડીયો અને ઘરે બનાવો.

Sooji corn balls recipe: હેલ્ધી ડાયટમાં સોજી એક બેસ્ટ ઓપ્શન છે. સોજીમાંથી તમે અનેક પ્રકારની ટેસ્ટી વાનગીઓ બનાવી શકો છો. તમે ક્યારે પણ ઘરે સોજી કોર્ન બોલ્સ બનાવ્યા છે? આ એક ટેસ્ટી અને સ્પાઇસી રેસિપી છે. આ રેસિપીને તમે મિનિટોમાં ઘરે બનાવી શકો છો.  સોજી કોર્ન બોલ્સની રેસિપી ઇન્સ્ટાગ્રામ યુઝર (@deliciousbygarima) એ શેર કરી છે. આ વિડીયો જોઇને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તો જુઓ આ વિડીયો અને નોંધી લો રેસિપી.

સામગ્રી


અડધો કપ સોજી

¼ કપ બાફેલી મકાઇ

એક ઝીણું સમારેલું મરચું

એક નાનો ટુકડો આદુ

આ પણ વાંચો:કચ્છના આ ગુજરાતીએ જબરો મોટો વડાપાવ બનાવ્યો

અડધી ચમચી ચિલી ફ્લેક્સ

અડધી ચમચી ચાટ મસાલો

કાળા મરી

કોથમીર

તેલ

પાણી

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • સોજી કોર્ન બોલ્સ બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં પાણી ગરમ કરવા માટે મુકો.

  • પછી આમાં સોજી નાખો અને સારી રીતે મિક્સ કરી લો.

  • ઢાંકી દો અને થવા દો.

  • આમ કરવાથી સોજી મસ્ત ફૂલી જશે.


આ પણ વાંચો:આ પરફેક્ટ માપથી ઘરે બનાવો આચાર મસાલો



    • આ સોજીને સાઇડમાં મુકી દો.

    • બાફેલી મકાઇ, આદુ, કાળા મરી અને લીલા મરચાને મિક્સરમાં ક્રશ કરી લો.

    • આ પેસ્ટને એક બાઉલમાં કાઢી દો.

    • આ કોર્ન સોજીમાં એડ કરી દો.

    • પછી સોજીમાં કોથમીર, ચાટ મસાલો, ચિલી ફ્લેક્સ મીઠું અને થોડુ તેલ નાખીને સારી રીતે મિક્સ કરો.

    • પછી હાથ પર તેલ લગાવો.

    • આમ કરીને એક પછી એક બધા બોલ્સ વાળી લો.

    • એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.






  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં એક પછી એક એમ બધા બોલ્સ તળી લો.

  • આ બોલ્સ આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો અને પછી એક પ્લેટમાં લઇ લો .

  • તો તૈયાર છે ટેસ્ટી અને સ્પાઇસી સોજી કોર્ન બોલ્સ.

  • આ બોલ્સ તમે સોસ સાથે ખાઓ છો તો મસ્ત લાગે છે.

  • આ બોલ્સ તમે મહેમાન આવે છે અને ઘરે બનાવો છો તો તમારું સરળતાથી કામ પતી જાય છે અને સાથે નાસ્તામાં મસ્ત લાગે છે.

First published:

Tags: Life Style News, Recipes, Spicy recipe