Home /News /lifestyle /Iftar Recipe: ઇફ્તારમાં બનાવો 'મગફળની આ સ્પેશિયલ ચટણી', પકોડા સાથે ખાવાની મજા આવશે
Iftar Recipe: ઇફ્તારમાં બનાવો 'મગફળની આ સ્પેશિયલ ચટણી', પકોડા સાથે ખાવાની મજા આવશે
આ ચટણી ટેસ્ટી લાગે છે..પ્રતિકાત્મક તસવીર
Iftar recipe: રમઝાન મહિનામાં અનેક મુસ્લિમ સમુદાયના લોકો રોઝા રાખતા હોય છે. સાંજના સમયે ઇફ્તારથી રોઝા છોડવામાં આવે છે. આમ, તમે પણ આ સમયે સિંગદાણાની ચટણી અને પકોડા ખાઓ છો તો મજ્જા પડી જાય છે.
Ramadan Special Chutney: આ વર્ષે 24 માર્ચના રોજ રમઝાનની શરૂઆત થઇ ગઇ છે. મુસ્લિમ ધર્મના લોકો આ સમયે રોઝા રાખતા હોય છે. આ સમયે રોઝા રાખવાનું મહત્વ અનેરું હોય છે. સહરી કર્યા પછી ખાવાનું ખાવામાં આવે છે અને પાણી પીવામાં આવે છે. આખરે સાંજે ઇફ્તાર હોય છે. રમઝાનના પવિત્ર મહિનો 30 દિવસ સુઝી ચાલે છે અને મુસ્લિમ ધર્મના લોકો દરરોજ રોઝા રાખે છે અને પછી ઇફ્તારમાં ખજૂર અને પાણી પીને રોઝા છોડ્યા પછી ફ્રાય આઇટમ ખાવાની ડિમાન્ડ વધારે રહે છે જેમ કે બટાકાના પકોડા, મિક્સ પકોડા, પ્યાઝ પકોડા ખાવાની મજા આવે છે. તો આજે અમે તમને મગફળીની ચટણીની રેસિપી જણાવીશું જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.
એક બાઉલ લો અને એમાં ગરમ પાણી લઇને 10 મિનિટ માટે સિંગને પલાળી રાખો.
10 મિનિટ પછી મગફળીને પાણીમાંથી કાઢીને મિક્સર બાઉલમાં લઇ લો ક્રશ કરી લો.
એક વાર ચન કર્યા પછી બે ચમચીનો પલ્પ, એક ચમચી લાલ મરચું, પાંચ ચમચી શેકેલી ચણાની દાળ, એક લાલ ટામેટુ, એક ચમચી શેકેલું જીરું, કોથમીર અને લીલા મરચા નાખીને ક્રશ કરી લો.
આમાં જરૂર મુજબ પાણી નાખો અને ફેરવી લો.
આ ચટણી તમે તમારી જરૂર મુજબ લિક્વિડ કરી શકો છો.
તો તૈયાર છે ચટણી.
આ ચટણીને તમે પકોડા સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે.
ઇફ્તારમાં પકોડાની સાથે આ ચટણી તમે સર્વ કરો છો તો ખાવાની મજા આવે છે. આ ચટણી તમે ભાખરી તેમજ રોટલી સાથે ખાઓ છો તો પણ મજા આવે છે.
તો તમે પણ મોડુ કર્યા વગર આ ચટણી ઘરે બનાવો અને ખાવાની મજા માણો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર