Home /News /lifestyle /‘રાજસ્થાની ગટ્ટા’નું શાક ઘરે બનાવો, આંગળા ચાટતા રહી જશે લોકો, નોંધી લો રીત

‘રાજસ્થાની ગટ્ટા’નું શાક ઘરે બનાવો, આંગળા ચાટતા રહી જશે લોકો, નોંધી લો રીત

ગટ્ટાનું શાક ખાવાની મજા આવે છે.

Besan Gatte Ki Sabji Recipe: રાજસ્થાની રેસિપી ચટાકેદાર હોય છે. રાજસ્થાની ગટ્ટાનું શાક તમે આ રીતે ઘરે બનાવો છો તો ખાવાની મજા આવે છે. આ શાક તમે રાઇસ સાથે પણ ખાવાની મજા માણી શકો છો.

Besan Gatte Ki Sabji Recipe: બેસન ગટ્ટાનું શાક ખાવાની બહુ જ મજા આવે છે. આ શાક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. રાજસ્થાની સ્ટાઇલમાં બેસન ગટ્ટાનું શાક અનેક લોકોને પસંદ હોય છે. આ શાકની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે લંચ તેમજ ડિનરમાં ખાઇ શકો છો. આટલું જ નહીં..આ ગટ્ટાનું શાક તમે રાઇસની સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે. બેસનના ગટ્ટાનું શાક રાજસ્થાનની ફેવરિટ ડિશ છે. બાળકો સાથે મોટા લોકોને પણ ગટ્ટાનું શાક ખાવાની મજા આવે છે. તો તમે પણ નોંધી લો આ રેસિપી અને ફટાફટ ઘરે બનાવો આ શાક..

સામગ્રી


એક કપ બેસન

બે ચમચી દહીં

¼ કાશ્મીરી લાલ મરચુ

અડધી ચમચી હળદર

આ પણ વાંચો:માત્ર 10 મિનિટમાં સોજીમાંથી ઘરે બનાવો આ ટેસ્ટી વાનગી

અડઘી ચમચી ધાણાજીરું

અડધી ચમચી અજમો

ચપટી હિંગ

બે ચમચી દેસી ઘી

સ્વાદાનુંસાર મીઠું

ગ્રેવી માટે


એક કટ કરેલી નાની ડુંગળી

એક કપ ફેંટેલુ દહીં

એક ચમચી જીરું

અડધી ચમચી વરિયાળી

એક ચમચી આદુ લસણની પેસ્ટ

એક ચમચી કસૂરી મેથી

એક ચમચી આદુ-લસણની પેસ્ટ

એક ચમચી કાશ્મીરી લાલ મરચુ

અડધી ચમચી ધાણાજીરું

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો પાલક પનીર ભુર્જી

અડઘી ચમચી જીરું પાવડર

અડધી ચમચી ગરમ મસાલો

ચપટી હિંગ

એક તજનો ટુકડો

ઝીણી સમારેલી કોથમીર

બે ચમચી તેલ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત





    • બેસનના ગટ્ટાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લો.

    • આમાં આખા ધાણા, અજમો, લાલ મરચું, હળદર, એક ચપટી હિંગ નાખીને મિક્સ કરો.

    • ત્યારબાદ બેસનમાં 2 ચમચી ઘી, દહીં અને સ્વાદાનુંસાર મીઠું નાખીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો.

    • ધ્યાન રાખો કે લોટ સારી રીતે મિક્સ થઇને સોફ્ટ થઇ જાય.

    • બે ચમચી પાણી નાખીને લોટ ગૂંથી લો.

    • આ લોટ તમારે ત્યાં સુધી ગુંથવાનો છે જ્યાં સુધી એ એકદમ નરમ ના થઇ જાય.

    • હાથમાં તેલ લગાવીને લોટ ગુંથશો તો ચોંટશે નહીં.

    • હવે થોડો લોટ લઇને ગુલ્લા કરીને વણી લો.

    • પછી એક મોટા વાસણમાં પાણી લો અને ઉકાળો.

    • પાણી ઉકળી જાય પછી ગટ્ટાને પાણી નાખો.

    • 10 થી 12 મિનિટ સુધી ઉકાળો, જેમાં ગટ્ટા નરમ ના થઇ જાય એનું ખાસ ધ્યાન રાખો.

    • આ ગટ્ટાને પ્લેટમાં રાખી દો.

    • હવે આ ગ્રેવી બનાવવાની પક્રિયા શરૂ કરો.

    • એક કડાઇમાં બે ચમચી તેલ નાખીને ગરમ કરી લો.

    • તેલ ગરમ થઇ જાય એટલે જીરું, તેજ, વરિયાળી, કસૂરી મેથી અને ચપટી હિંગ નાખો.

    • મસાલામાં ઝીણી સમારેલી ડુંગળી નાખીને સાંતળી લો.

    • પછી આમાં આદુ-લસણની પેસ્ટ નાખો અને સાંતળી લો.

    • આ કડાઇમાં હળદર, લાલ મરચું, જીરુ અને ધાણાજીરું નાખીને મિક્સ કરો.

    • મસાલાને ધીમી આંચ પર થવા દો.

    • એક કડાઇમાં એક કપ પાણી લો.






  • તમે ઇચ્છો છો તો બાફેલા ગટ્ટાના પાણીનો ઉપયોગ કરી શકો છો.

  • એક કડાઇ લો અને એમાં એક કપ દહીં લો અને ગ્રેવીને સારી રીતે મિક્સ કરો.

  • ગ્રેવીમાં ગટ્ટા નાખીને સારી રીતે મિક્સ કરી લો.

  • સ્વાદાનુંસાર મીઠું નાખો અને મિક્સ કરો.

  • તો તૈયાર છે રાજસ્થાની ગટ્ટાનું શાક.

First published:

Tags: Life Style News, Recipes, Tasty Recipe

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો